શોધખોળ કરો

CRIME NEWS: સુરતમાં મસાજનું કામ કરતા વ્યક્તિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરાઈ હત્યા, પોલીસનો કાફલો ઘટના સ્થળે

CRIME NEWS: સુરત શહેરના ઝાંપા બજાર તૈયબી મહોલ્લામાં એક આધેડની તેના જ રૂમમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. હત્યા કરી અજાણ્યા ઈસમ ફરાર થઇ ગયા હતા.

CRIME NEWS: સુરત શહેરના ઝાંપા બજાર તૈયબી મહોલ્લામાં એક આધેડની તેના જ રૂમમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. હત્યા કરી અજાણ્યા ઈસમ ફરાર થઇ ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આધેડ પાસે મસાજ કરાવવા આવનાર એ સમયે હત્યા કરાઈ હોવાની અનુમાન સેવાય રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે.

જાણ્યા ઇસમ દ્વારા હત્યા કરાઈ

સુરત શહેરના ઝાંપા બજાર વીસ્તારમાં આવેલા તૈયબી મહોલ્લામાં રહેતા ૫૫ વર્ષીય અસદ મહોમ્મદ નામના આધેડનો હત્યા કરાયેલ મૃતદેહ તેની જ રૂમમાંથી મળી આવ્યો હતો. આધેડ મોહમ્મદ શાહનું મોત થયું હોવાની જાણ આસપાસમાં રહેતા રહીશો દ્વારા તેના ભાઈને કરવામાં આવી હતી. જેને લઇ તેના ભાઈ ઘરે આવીને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના શહેર પહોંચી આવી હતી. જ્યાં પોલીસ તપાસમાં આધેડની અજાણ્યા ઇસમ દ્વારા હત્યા કરાઈ હોવાનું અનુમાન સેવાય રહ્યું છે. 

અસદ મહોમ્મદની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી

મરનાર આધેડ અસદ મહમ્મદ મસાજનું કામ કરતા હતા. અસદ મહમદ ફિઝીયોથેરાપી માટે જરૂરી બોડી મસાજનું કામ તેના ઘરે જ કરતા હતા. કેટલાક સંજોગોમાં જે તે વ્યક્તિના ઘરે પણ તેઓ જઈને આ મસાજનું કામ કરતા હતા. ત્યારે અસદ મહોમ્મદની આજે તેઓની રૂમમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઝાંપા બજાર ખાતે આધેડની હત્યા કરાઈ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. 

આધેડ પોતાના ઘરે મસાજનું કામ કરતા હતા

જોકે આધેડ પોતાના ઘરે મસાજનું કામ કરતા હતા. આ દરમિયાન તેમની પાસે કોઈ મસાજ કરાવવા આવ્યું હશે. તેની સાથે કોઈ માથાકૂટ થઈ હોય જેને મસાજ કરાવવા આવનારે આ આધેડની હત્યા કરાઈ હોવાની આશંકા છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.  પોલીસે આસપાસના તમામ લોકોની પૂછપરછ હાથ ધરી હતી. તે ઉપરાંત ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી પણ તપાસવામાં આવ્યા હતા. જ્યાં બિલ્ડિંગના એક સીસીટીવી ફૂટેજમાં એક શકમંદ યુવક પોલીસને જોવા મળ્યો છે. 

 સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની તપાસ શરુ કરી

હાલ સીસીટીવીમાં દેખાઈ રહેલ યુવક સુધી પહોંચવા પોલીસ પ્રયાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આગળની તપાસ શરુ કરી છે. મૃતકના પરિવારજન હસનભાઈએ જણાવ્યું હતું કે, મારો ભાઈ સીધો સાદો માણસ હતો. તેને કોઈ સાથે કોઈ પ્રકારની દુશ્મની, ઝઘડો કે અદાવત નહોતી. તેમ છતાં મારા ભાઈની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે અમારી માંગ છે કે, આરોપીને ઝડપથી ઝડપી પાડવામાં આવે અને સખત સજા કરવામાં આવે.

ટોપ સ્ટોરી

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget