શોધખોળ કરો

CRIME NEWS: જામનગરમાં પહેલા યુવકે કરી યુવતીની છેડતી, પછી કાર દ્વારા કચડવાનો કર્યો પ્રયાસ

CRIME NEWS: જામનગરમાં યુવતીની છેડતી કરનાર શખ્સે હદ વટાવી છે.  શંકરટેકરી વિસ્તારમાં ફેસલ ઉર્ફે ટીટા નામના શખ્સે યુવતીની છેડતી કરી હતી.

CRIME NEWS: જામનગરમાં યુવતીની છેડતી કરનાર શખ્સે હદ વટાવી છે.  શંકરટેકરી વિસ્તારમાં ફેસલ ઉર્ફે ટીટા નામના શખ્સે યુવતીની છેડતી કરી હતી. ત્રણેક દિવસ પૂર્વે એક યુવતીનું એક્ટીવા રોકતા થયેલ બોલાચાલીનો ખાર રાખી જીવલેણ હુમલો હતો. યુવતી પર ફૂલ સ્પીડે કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરી હત્યાની કોશિશ કરતા ચકચાર મચી ગઈ છે. હવે આ મામલે સીટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ છે.

સુસાઈડ નોટ લખીને યુવતીએ કર્યો આપઘાત

Bhavnagar: ગારીયાધારના ઠાસા ગામમાં રહેતી યુવતીએ આ જ ગામમાં રહેતા યુવકના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા લખેલી ચિઠ્ઠી મળી આવતા પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

શું હતી ઘટના?

ગારીયાધારના ઠાસા ગામમાં રહેતા રવિનાબેન રામજીભાઈ કાનાણી (ઉંમર વર્ષ.27) એ બે દિવસ પહેલા તેના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે આત્મહત્યા કરતા પહેલા ર લખેલી ચીઠી મળી આવી હતી, જેમાં ગામમાં રહેતો સચિન હરિભાઈ વોરા બ્લેકમેલ કરી અવારનવાર હેરાન કરતો હોય તેમ જ ફોનમાં મેસેજ કરતો હોય,આ શખ્સના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.આ બનાવ અંગે રવિનાબેનના પિતા રામજીભાઈ ઘુસાભાઇ કાનાણીએ પોતાની દીકરીને ત્રાસ આપી મરવા મજબૂત કર્યાની ફરિયાદ નોંધાવતા ગારીયાધાર પોલીસે સચિન ગુનો નોંધી ધરપકડ કરી હતી.

યુવતિએ શું લખ્યું છે સુસાઈટ નોટમાં

હું રવિના કાનાણી લખું છું કે. હું આ આત્મહત્યા કરું ઈ મારા ઘરના કોઈ દબાણથી નથી કરતી. સચિન વોરા મને હેરાન કરે છે, એ હિસાબે કરું છું. મને અને મારા ઘરનાને બ્લેકમેલ કરે છે. પેલા મારે જે કાઈ હતું એ મે ના પાડી દીધી હતી. મારી હવે તારી જોડે પૂરું પછી મને ફોટાથી બ્લેકમેલ કરતો અને ખરાબ મેસેજ કરતો અને ચીમકી આપતો. મને નો દેવાની ગાળો દેતો, પછી મારા ઘરના બધાને ખબર પડ્યા બાદ બે મહિનાથી બધાને સમજાવે છે. એના ઘરના પણ કોઈ માનતા નથી અને બ્લેકમેલ કરે છે. એ રોજ ફોન અને મેસેજ કરે છે. હવે એ મારા ઘરના બધાના ફોનમાં ફોટા મોકલે છે. અમાર બંનેના એ ફોટાથી બ્લેકમેલ કરે છે. મારા ભાઈના ફોનમાં ફોટા મોકલે છે. આ બધુ સચિન વોરા કરે છે, એના લીધે હું આત્મહત્યા કરુ છું. એમાં મારા ઘરનાનો કોઈ દોષ નથી. એણે મારી જોડે આવું વર્તન કર્યું એટલે મારે આ પગલું ભરવું પડ્યું. એના પપ્પાને અને કેશુભાઈ બંને મને પૂછવા આવ્યા હતા કે તારી ઈચ્છા છે તો મેં ના પાડી હતી કે મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. મારા પપ્પાએ વારંવાર સમજાવ્યા બધાને તોય કોઈ સમજવા તૈયાર ની. સચિનના લેપટોપ, ફોન અને પેન ડ્રાઇવમાં મારું વીડિયો રેકોર્ડિંગ, ફોટા એવું બધું છે. આ વસ્તુ બધાને મોકલી મને બ્લેકમેલ કરે છે. બીજી શેમાં આ બધુ હોય તે મને ખબર નથી. આ મારી જીભાની છે તો આ બધી વસ્તુ મારા ગયા પછી મટાડી દેજો એટલે મારા ઘરના લોકોને કોઈ તકલીફ ન થાય.

સોરી પપ્પા મને માફ કરજો, હું આ પગલું તમને પૂછ્યા વગર ભરું છું. આ બ્લેકમેલથી હું કોઈને મોઢું નથી બતાવી શકતી.

લી. રવિના રામજીભાઈ કાનાણી

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Embed widget