શોધખોળ કરો
Advertisement
એક્ટરે પોતાની મૉડલ પત્નીને એટલી હદે મારી કે કાનનો પડદો જ ફાટી ગયો, જાણો શું હતુ કારણ
પીડિતા મૉડલ 30 વર્ષીય સ્વાતિ મેહરાએ પોલીસમાં તેને ફરિયાદ નોંધાવી હતી કે ઇન્દોરના સુદામાનગરમાં રહેતા તેના પતી કર્ણ શાસ્ત્રીએ 13મી ફેબ્રુઆરી, 2019એ તેની સાથે લવમેરેજ કર્યા હતા
ઇન્દોરઃ મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી એક એક્ટરની ધૃણાભરી હરકત સામે આવી છે. એક્ટર પર મૉડલ પત્નીનો આરોપ છે કે, તેના પતિએ તેની સાથે એટલી હદે મારામારી કરી કે તેના કાનનો પડદો તુટી ગયો હતો, બાદમાં તેને તરછોડી દીધી હતી. આ બધુ માત્ર દહેજને લઇને થયુ હોવાનુ સામે આવ્યુ છે.
પીડિતા મૉડલ 30 વર્ષીય સ્વાતિ મેહરા છે, અને તે પોતે મૉડલનું કામકાજ કરી રહી છે. પોલીસમાં તેને ફરિયાદ નોંધાવી હતી કે ઇન્દોરના સુદામાનગરમાં રહેતા તેના પતી કર્ણ શાસ્ત્રીએ 13મી ફેબ્રુઆરી, 2019એ તેની સાથે લવમેરેજ કર્યા હતા.
બંનેની મુલાકાત જૂન 2018માં મુંબઈમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. આ ફિલ્મમાં કર્ણ મુખ્ય રૉલમાં હતો. તેમની મિત્રતા લગ્નમાં પરિણમી. લગ્નના બીજા જ મહિને પતિએ સ્વાતિ પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું.
સ્વાતિના જણાવ્યા પ્રમાણે આ મામલે જ કર્ણએ તેની સાથે અનેકવાર મારામારી કરી, જેનાથી તેના કાનનો પડદો પણ ફાટી ગયો. સ્વાતિએ પોલીસ સ્ટેશનમાં પતિ કર્ણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
અભિનેતા અને આરોપી કર્ણનું કહેવું છે કે, સ્વાતિ મારાથી જુદી રહે છે. આ નિર્ણય અમારો સહમતિથી લેવાયો હતો. મેં આજ સુધી ક્યારેય સ્વાતિ પર હાથ જ નથી ઉપાડ્યો. તે મારી કારકિર્દી બરબાદ કરવા માંગે છે અને પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
અમદાવાદ
બોલિવૂડ
Advertisement