શોધખોળ કરો

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

માલપુર તાલુકાના એક ગામમાં બિસ્કિટ લેવા ગયેલી ધોરણ 3 ની વિદ્યાર્થિનીને જંગલમાં લઈ જઈને નાના ખાંટ નામના આરોપીએ પીંખી નાખી. આરોપી અગાઉ પણ દુષ્કર્મના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અરવલ્લીમાં ૮ વર્ષની બાળકી પર ગામના શખ્સે દુષ્કર્મ આચર્યું.
  • પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી નાના ખાંટને ઝડપી પાડ્યો.
  • આરોપી અગાઉ પણ આવા જ ગુનામાં જામીન પર છૂટેલો હતો.
  • પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી, જામીન રદ કરવાની કાર્યવાહી કરી.

Aravalli Crime News: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાંથી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક 8 વર્ષની માસૂમ બાળકીને ગામના જ એક હેવાને પોતાની વાસનાનો શિકાર બનાવી છે. ધોરણ 3 માં અભ્યાસ કરતી આ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી નાના ખાંટને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ આરોપી અગાઉ 2 વર્ષ પહેલાં પણ એક મહિલા પર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે અને હાલ જામીન પર બહાર હતો. જામીન પર છૂટીને તેણે ફરીથી આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો છે.

આ સમગ્ર કંપાવનારી ઘટનાની વિગતે વાત કરીએ તો, માલપુર તાલુકાના એક ગામમાં રહેતી 8 વર્ષની બાળકી પોતાના ઘરની નજીક આવેલા એક ગલ્લા (દુકાન) પર બિસ્કિટ લેવા માટે ગઈ હતી. આ જ સમયે ગલ્લા પર બેઠેલા નાનાભાઈ રમણભાઈ ખાંટ નામના આરોપીની નજર આ ફૂલ જેવી માસૂમ પર બગડી. તેણે બાળકીને લલચાવી-ફોસલાવીને નજીકમાં આવેલા ડુંગર અને જંગલ વિસ્તાર તરફ લઈ ગયો હતો. ત્યાં આ નરાધમે બાળકી સાથે બળજબરી કરી, અત્યંત ક્રૂરતાપૂર્વક મારામારી કરી અને તેને બચકાં પણ ભર્યા. અંતે તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું.

બાળકીએ પીડાના માર્યા બૂમાબૂમ કરી મૂકતા તેની માતાનો જીવ તાળવે ચોંટ્યો અને તે તાત્કાલિક અવાજ આવતો હતો તે દિશામાં ડુંગર તરફ દોડી ગઈ. બાળકીની માતાને ત્યાં આવતી જોઈને આરોપી એટલો ગભરાઈ ગયો કે તે અર્ધનગ્ન હાલતમાં જ ત્યાંથી રફુચક્કર થઈ ગયો. આ ભયાનક ઘટના બાદ પીડિત બાળકીના પરિવારજનોએ ભારે હૈયે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતાને જોતા પોલીસે પણ તાત્કાલિક એક્શનમાં આવીને આરોપી નાના ખાંટને વાંકાનેડા ગામેથી દબોચી લીધો હતો.

આ પણ વાંચોઃ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને સાથે રાખીને ઘટનાસ્થળ પર સમગ્ર ક્રાઈમ સીનનું રિ-કન્સ્ટ્રક્શન (Re-construction) પણ કર્યું હતું. પોલીસની સઘન તપાસમાં એ ખુલાસો થયો છે કે આ ગુનેગાર માનસિકતા ધરાવતો શખ્સ અગાઉ પણ આવા જ એક ગુનામાં પકડાયો હતો. હાલમાં પોલીસે આ આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મ સહિતની અલગ-અલગ કડક કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ તેના જૂના કેસના જામીન રદ કરાવવા માટે પણ પોલીસે કાયદાકીય પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

Frequently Asked Questions

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં કઈ ઘટના બની છે?

માલપુર તાલુકામાંથી 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારવાની હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ગામના જ એક હેવાને આ જઘન્ય કૃત્ય આચર્યું હતું.

આ ઘટનામાં આરોપી કોણ છે અને તેની ધરપકડ થઈ છે?

આ ઘટનાનો આરોપી નાનાભાઈ રમણભાઈ ખાંટ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને વાંકાનેડા ગામેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

શું આરોપીનો ગુનાહિત ભૂતકાળ છે?

હા, આ આરોપી અગાઉ બે વર્ષ પહેલાં પણ એક મહિલા પર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં જેલ જઈ ચૂક્યો છે. તે હાલ જામીન પર બહાર હતો અને ફરીથી તેણે આ અપરાધ કર્યો છે.

પોલીસે આરોપી વિરુદ્ધ કઈ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે?

પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટ અને દુષ્કર્મ સહિતની અલગ-અલગ કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. તેના જૂના કેસના જામીન રદ કરાવવા પણ કાર્યવાહી શરૂ કરાઈ છે.

Advertisement

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
Surat News: સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ધોરાજી-જૂનાગઢ હાઇવે પર ઓવરટેક મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, અજાણ્યા શખ્સોના ઢોર મારથી યુવકનું મોત
ધોરાજી-જૂનાગઢ હાઇવે પર ઓવરટેક મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી, અજાણ્યા શખ્સોના ઢોર મારથી યુવકનું મોત
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Advertisement

વિડિઓઝ

Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
ચમત્કાર! નેપાળમાં પૂરના 11 દિવસ બાદ કાટમાળમાંથી મહિલા જીવતી મળી; જુઓ Video
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
આ ઓટો કંપની 100,000 લોકોને નોકરીમાંથી કાઢી મૂકશે, ભારતમાં તમારા વાહન પર શું અસર થશે?
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
દિલ્હીમાં સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં વિરોધ પ્રદર્શન, સમર્થકોએ ક્રોસ FIR ની કરી માગ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
શેરબજારમાં દેવું થઈ જતાં આત્મહત્યા કરવા નિકળ્યો યુવક,ત્યારે જ દેવદૂત બનીને આવી કાગડાપીઠ પોલીસ
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
8મું પગાર પંચ: 39 વર્ષ જૂના નિયમથી પેન્શનરોને મોટો ફટકો, જાણો શું છે મામલો
Embed widget