શોધખોળ કરો

ભાવનગરમાં પ્રેમલગ્નનો લોહિયાળ અંજામ: વાળુકડમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા

કોર્ટ મેરેજ બન્યા મોતનું કારણ; 3 શખ્સોએ યુવકને રહેંસી નાખ્યો, પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા જ્યારે મુખ્ય સૂત્રધાર યુવતીનો પિતા હજુ ફરાર.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભાવનગરના વાળુકડ ગામે પ્રેમલગ્નની અદાવતમાં યુવકની જાહેરમાં હત્યા.
  • યુવતીના પરિવારે આપેલી ધમકી બાદ ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો.
  • પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા, યુવતીનો પિતા ફરાર.
  • ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો, પોલીસ સઘન તપાસ ચલાવી રહી.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. 2023 માં પોતાની જ જ્ઞાતિની યુવતી સાથે કરેલા કોર્ટ મેરેજ આ યુવકના મોતનું કારણ બન્યા છે. યુવતીના પરિવારે અગાઉથી આપેલી ધમકીઓ બાદ, ત્રણ શખ્સોએ વાળુકડ બસ સ્ટેન્ડ પાસે યુવક પર છરી વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 3 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે યુવતીનો પિતા હજુ પોલીસ પકડથી દૂર છે.

પ્રેમ અને વિરોધની શરૂઆત

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વાળુકડ ગામનો રવિ ઉર્ફે લાલા રબારી નામનો યુવક અમદાવાદમાં ડ્રાઇવિંગની નોકરી કરતો હતો. ત્યાં તેને મૂળ સિહોરના અને હાલ અમદાવાદ રહેતા મુન્ના પ્રફુલ બલિયાની દીકરી જાનવી સાથે પ્રેમ પાંગર્યો હતો. રવિની માતા ધનીબેને જાનવીના ઘરે સગાઈનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ યુવતીના પિતા મુન્નાભાઈએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ, 2023 માં રવિ અને જાનવીએ અમદાવાદની કોર્ટમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી જાનવી તેના પિતાના ઘરે જ રહેતી હતી અને રવિ પરત ભાવનગર આવી ગયો હતો.

ધમકી અને ત્યાર બાદ જીવલેણ હુમલો

આ પ્રેમલગ્નથી યુવતીના પિતા ખૂબ જ નારાજ હતા. પરિણામે રવિને અવારનવાર ધમકીઓ મળતી હતી. હત્યાના 4 દિવસ પહેલા જ કોઈ વ્યક્તિએ રવિના ઘરે આવીને ધમકી આપી હતી કે, "તમે અમારી ઇજ્જત પર હાથ નાખ્યો છે, જો મળી ગયો તો પૂરો કરી દઈશું." આ જ અદાવત રાખીને અગાઉથી ઘડાયેલા પ્લાન મુજબ 3 શખ્સો વાળુકડ ગામે પહોંચ્યા હતા. જ્યારે રવિ પોતાનું એક્સેસ બાઇક લઈને બસ સ્ટેન્ડ પાસે આંટો મારવા ગયો, ત્યારે આ ત્રણેય શખ્સોએ તેને આંતરી લીધો હતો. તેમણે જાહેરમાં જ રવિના મોઢા, ગળા, છાતી, પેટ અને હાથ-પગના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા અને વાહન લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસની કડક કાર્યવાહી અને ધરપકડ

ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસ, ASP ઘનશ્યામ ગૌતમ અને સીટી DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. રવિની માતાની ફરિયાદના આધારે પોલીસે યુવતીના પિતા સહિત 4 લોકો સામે BNS કલમ 103(1), 61(2), 3(5), 351(3) અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસે ત્વરિત એક્શન લેતા આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે:

હરેશ ઉર્ફે હરી ગોપાલભાઈ આલ

કિશોર ઉર્ફે કિશન ધીરુભાઈ ચૌહાણ

રોહિત ઉર્ફે કાળુ

આ ત્રણેય આરોપીઓ ભાવનગરના સિહોર તાલુકાના રહેવાસી છે. જોકે, આ હત્યાનું કાવતરું ઘડનાર મુખ્ય ષડયંત્રકાર એવો યુવતીનો પિતા મુન્ના પ્રફુલ બલિયા હજુ ફરાર છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા વિડીયોના આધારે આગળની સઘન તપાસ ચલાવી રહી છે.

Frequently Asked Questions

ભાવનગર જિલ્લામાં કયા ગામમાં યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી?

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે.

યુવકની હત્યાનું કારણ શું હતું?

2023 માં પોતાની જ જ્ઞાતિની યુવતી સાથે કરેલા કોર્ટ મેરેજ યુવકના મોતનું કારણ બન્યા હતા. યુવતીના પરિવારે આ લગ્નની નારાજગી વ્યક્ત કરી હતી.

હત્યા કયા સ્થળે અને કેવી રીતે કરવામાં આવી?

વાળુકડ બસ સ્ટેન્ડ પાસે ત્રણ શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે.

પોલીસે આ કેસમાં શું કાર્યવાહી કરી છે?

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા 3 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે યુવતીનો પિતા હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે યુવતીના પિતા સહિત 4 લોકો સામે ગુનો નોંધ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget