Crime News: યુવકને સગી ભાભી સાથે હતા અનૈતિક સંબંધ, લગ્નના 21 દિવસમાં જ પત્ની સાથે કર્યુ એવું કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે
Bihar Crime News: પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, પતિ અને ભાભી વચ્ચે અનૈતિક સંબંધમાં નવોઢાની હત્યા કરવામાં આવી હતી. આ મામલે આરોપી પતિ અને ભાભીની ધરપકડ કરવામાં આવી છે

Crime News: બિહારની કૈમુર પોલીસે ચૈનપુરના સિકંદરપુર ગામના થયેલી નવપરણિતા હત્યાકાંડનો 12 દિવસમાં જ ખુલાસો કરી નાંખ્યો છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, પતિ અને ભાભી વચ્ચે અનૈતિક સંબંધમાં નવોઢાની હત્યા કરવામાં આવી હતી. આ મામલે આરોપી પતિ અને ભાભીની ધરપકડ કરવામાં આવી છે, હત્યામાં ઉપયોગમાં લેવાયલેલો દુપટ્ટો પણ મળી આવ્યો છે.
શું છે મામલો
આ બાબતની માહિતી આપતા ભબુઆના ડીએસપી સુનીતા કુમારીએ જણાવ્યું કે, 6 જુલાઈ, 2022ના રોજ ચેનપુર પોલીસ સ્ટેશનને યુપીના ચંદૌલી જિલ્લાના બસિલા પોલીસ સ્ટેશનના રહેવાસી મૃતક નવદંપતીના સંબંધી મુસરત ખાન દ્વારા જાણ કરવામાં આવી હતી કે, નિયાઝ ખાન તેની સાથે ભાભી રૂબીના ખાતૂન સાથે મળીને બહેન રૂકસાના ખાતૂનની દહેજની માંગણી માટે હત્યા કરવામાં આવી છે અને બંને લોકો મળીને લાશને દફનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગેની જાણ થતાં ચૈનપુર પોલીસ દ્વારા સિકંદરપુર ગામમાં પહોંચીને ઝડપી કાર્યવાહી કરી મૃતકની લાશનો કબજો લેવામાં આવ્યો હતો. આ ઘટનાના સંબંધમાં, મુસરત ખાનની લેખિત અરજીના આધારે, નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન વિરુદ્ધ ચૈનપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી.
15મી જૂને લગ્ન થયા હતા
ડીએસપી સુનીતા કુમારીએ જણાવ્યું કે, રૂકસાના ખાતૂનના લગ્ન 15 જૂન 22ના રોજ જ થયા હતા. તેના પતિ અને ભાભીએ પોતાના ગેરકાયદે સંબંધો છુપાવવા માટે રૂકસાના ખાતુનની હત્યા કરી હતી અને ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા, જેમને પોલીસે ખૂબ જ પ્રયત્નો બાદ 12 કલાકમાં જ પકડી પાડ્યા છે.
કેમ કરી હત્યા
નિયાઝ ખાનને તેની ભાભી રૂબીના ખાતૂન સાથે ગેરકાયદેસર સંબંધો હતા, જેના કારણે રૂબીના ખાતૂન આ લગ્નથી ખુશ ન હતી. લગ્ન બાદથી નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન દ્વારા દહેજમાં મોટરસાયકલની માંગણી કરવામાં આવી રહી હતી અને રૂકસાના ખાતૂન આ માંગણી પુરી ન કરવા પર ત્રાસ ગુજારતી હતી. આખરે, નિયાઝ ખાને તેની ભાભી રૂબીના ખાતૂન સાથે મળીને રૂક્સાના ખાતૂનની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો.
6 જુલાઇના રોજ જ્યારે રૂકસાના ખાતુન બપોરે 3 વાગે ઘરમાં સૂતી હતી ત્યારે બંનેએ ગળું દબાવી રૂકસાના ખાતુનની હત્યા કરી હતી તેમજ હત્યા બાદ લાશને લટકાવી દીધી હતી, જેથી લોકો અને પોલીસને શંકા ન જાય કે રૂકસાના ખાતુનની હત્યા કરવામાં આવી છે.
મૃતકની બહેને કહી આ વાત
મૃતકની બહેન સલમાએ જણાવ્યું હતું કે, રૂકસાના ખાતૂનની હત્યા દહેજના કારણે કરવામાં આવી છે કારણ કે નિયાઝ ખાન વારંવાર અપાચે મોટરસાઇકલની માંગણી કરતો હતો. અમારા માતા-પિતાનું અવસાન થયું છે, જેના કારણે અમે આટલી જલ્દી મોટરસાઇકલ આપી શક્યા ન હતા અને નિયાઝ ખાન હંમેશા મારી બહેનને દહેજ માટે ત્રાસ આપતો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
