શોધખોળ કરો

Botad : રાજકારણીને પાડોશમાં રહેતી યુવતી સાથે બંધાયા શરીરસંબંધ, પતિને પડી ગઈ ખબર ને પછી તો.....

સેથળી ગામના રાજકીય આગેવાનની આડાસંબંધમાં હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને આરોપીને જેલ હવાલે કરી દીધો છે.

બોટાદઃ સેથળી ગામના રાજકીય આગેવાનની આડાસંબંધમાં હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને આરોપીને જેલ હવાલે કરી દીધો છે. પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય ઘનશ્યામભાઈ ઝૂલાસણની હત્યા કરવામાં આવી હતી. પત્ની સાથેના આડા સંબંધના કારણે પતિ એ જ હત્યા કરી હતી. મૃતક અગાઉ જુગારના ગુના પોલીસ ચોપડે નોંધાયેલ છે. પોલીસ દ્વારા અલગ અલગ 5 જેટલી ટિમો બનાવી ગણતરીની કલાકો માં હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી  આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. 

પોલીસે જણાવ્યું હતું કે, મૃતક પોતાની વાડી પર જુગાર રમાડતો હતો. જ્યાં પોલીસના બે વાર દરોડા પણ પડ્યા છે. એટલું જ નહીં, આરોપીને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધ પણ હતા. આ સિવાય જમીન વિવાદ પણ સામે આવ્યો હતો. આ તમામ મુદ્દે તપાસ હાથ ધરતાં આડાસંબંધમાં હત્યા થઈ હોવાની વિગતો સામે આવી હતી. મૃતકને પાડોશની વાડીમાંં રહેતા જયંતિભાઈની પત્ની સાથે પણ આડાસંબંધ હતા. જેની પૂછપરછ કરતાં તેણે આડાસંબંધમાં હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. 

બોટાદ તાલુકાના સેથળી ગામે 16 જાન્યુઆરીએ ઘનશ્યામભાઈ ઝૂલાસણાની હત્યા કરવામાં આવેલ હતી. મૃતક બોટાદ તાલુકા પંચાયતમાં અગાઉ સભ્ય પણ રહી ચૂકેલ છે. 16 જાન્યુઆરીના રોજ આશરે 8 કલાકે રેફડા ગામ તરફ જતા વાડીના રસ્તા પર ઘનશ્યામભાઈની હત્યા થયાની પોલીસને જાણ કરવામાં આવેલ. હત્યાની જાણ થતાં જિલ્લા પોલીસ હર્ષદ મહેતા, ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ સહિત ઘટના સ્થળે દોડી આવેલ. 

જ્યાં મૃતકના માથાના ભાગે ગંભીર પ્રકારના તિક્ષણ હથિયાર વડે ઘા મારી હત્યારાએ હત્યાને અંજામ આપેલ આરોપી ત્યાં નાશી છુટેલ. પોલીસ દ્વારા હત્યાને લઈ અલગ અલગ 5 ટિમો બનાવવામાં આવી અને આશરે 250 જેટલા લોકોની પોલીસ યુક્તિ મુજબ પુછપરછ કરવામાં આવી. પોલીસ દ્વારા તપાસ કરતા મૃતક જુગાર રમવાની ટેવ ધરાવતો હોય અગાવ બોટાદ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુન્હો પણ બે વાર દાખલ થયેલ છે તેવું પોલીસ દ્રારા જણાવવામાં આવ્યું. 

આરોપીને ઝડપવા  પોલીસ  દ્રારા અલગ અલગ ટિમો દ્રારા તપાસ કરતા મૃતકની વાડીની નજીક જ્યંતીભાઈ ઈશ્વરભાઈ ડાભી અંગે પોલીસને મળેલ માહિતી મુજબ તપાસ કરી આરોપીને ઝડપી પૂછપરછ કરતા આરોપીના પત્ની સાથે મૃતક ઘનશ્યામભાઈના આડા સબંધ હોય જેના કારણે હત્યા થયાની કબૂલાત કરી હતી. તપાસ દરમ્યાન આરોપીએ કબૂલાત કરી. હત્યાની કબૂલાત કરતા જ્યંતીભાઈ ડાભી વિરુદ્ધ હત્યા નો ગુન્હો દાખલ કરી પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
Embed widget