શોધખોળ કરો

Surat Crime News: ભેસ્તાનમાં ભાણેજને ધમકાવી મામાએ આચર્યુ દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

Surat News: હવસખોર મામાએ ભાણેજને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું. તેણે 3 થી 4 વાર બદકામ કર્યુ હતું.

Latest Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં સંબંધને (surat news) શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શહેરના ભેસ્તાન વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે. બહેન સાથે રહેતા ભાઈએ 9 વર્ષની ભાણકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. હવસખોર મામાએ ભાણેજને ડરાવી ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું. તેણે 3 થી 4 વાર બદકામ કર્યુ હતું. બ્લીડિંગ સતત ચાલુ રહેતા ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ જવાઈ હતી, જ્યાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું બહાર આવ્યું હતું. પોલીસે નરાધમ મામાની શોધખોળ હાથ ધરી હતી.

અમદાવાદના નરોડામાં મહિલા હેડ કોન્સ્ટેબલની નર્સ પુત્રીને લગ્નની લાલચ આપીને અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. રૂમ ભાડે રાખીને થોડા સમય સુધી સાથે રહ્યા હતા. જો કે યુવકના લગ્ન થઇ હતા અને સંતાન પણ હોવાની જાણ થતા યુવતી ઘરે જતી રહી હતી. ત્યારબાદ યુવતીની સગાઇ થઇ ગઇ હોવા છતાં તેને હેરાન કરતો હતો. એટલું જ નહી સગાઇ તોડવા યુવતીની સાસરીમાં તેના અને યુવતીના નગ્ન ફોટા મોકલ્યા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

નર્સિંગ અભ્યાસ કરતી મહિલા હેડ કોન્સ્ટેબલની પુત્રીએ નરોડા પોલીસ સ્ટેશનમાં આકાશ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તે યુવતી અભ્યાસ કરતી હતી તે સમયે કોરોનાકાળ દરમ્યાન તેને વી.એસ.હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા મૂકી હતી. આ દરમ્યાન હોસ્પિટલની રીકવીજટની ગાડી યુવક ચલાવતો હતો. જેથી યુવતી તેની સાથે પરિચયમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત શરૃ થઇ હતી. પરંતુ યુવતીને યુવક યોગ્ય ન લાગતા વાત કરવાનું બંધ કર્યું હતુ. ત્યારબાદ 2022માં ફરીથી યુવકે યુવતી સાથે સંપર્ક કર્યો હતો અને બંને એકબીજા સાથે વાત કરતા હતા.

ગત 26 જૂન 2022માં આરોપીએ યુવતીને ફોન કરીને આપણે ફરવા જઇએ અને હોટલમાં ચા નાસ્તો કરીએ કહીને હોટલમાં લઇ ગયો હતો અને અચાનક યુવતી સાથે  અડપલા કરવા લાગ્યો હતો.યુવતીએ પ્રતિકાર કરતા મોઢુ દબાવીને શારિરીક સંબંધ બાંધ્યા હતા. તેમજ જો તું કોઇને કહીશ તો પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ યુવતીને તારી સાથે લગ્ન કરવા છે કહીને ભાડે મકાન રાખીને ત્યાં લઇ ગયો હતો અને ત્યાં અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતુ. થોડા દિવસ બાદ યુવતીને જાણ થઇ હતી કે લગ્ન થઇ ગયા અને સંતાન પણ છે. જેથી યુવતી ઘરે જતી રહી હતી. ત્યારબાદ યુવતીની એક યુવક સાથે સગાઇ કરી હતી. તેમ છતા મળવા દબાણ કરતો હતો અને રસ્તામાં પીછો કરીને તું કેમ મારી સાથે વાત નથી કરતી કહીને ઝઘડો કરતો હતો. અને યુવતીના નગ્ન ફોટા યુવતીના સાસરીમાં કુરિયર કરી મોકલ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા

વિડિઓઝ

GSSSB Bharti 2025 : ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની કરી જાહેરાત
Rajkot news: રાજકોટમાં બે યુવતીએ પી લીધું ફિનાઈલ, ત્રણ યુવતી સહિત ચાર સામે લગાવ્યો આરોપ
Dahod News: દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો
Mehsana news: સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, મહેસાણામાં શિક્ષકે ચાર વિદ્યાર્થીને માર્યો માર
Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: મથીશા પાથિરાના બન્યો સૌથી મોંઘો ખેલાડી, જાણો કોલકાતાએ કેટલા કરોડમાં ખરીદ્યો 
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026: 25 કરોડમાં વેચાયેલા કેમેરોન ગ્રીનને મોટું નુકસાન! પગારમાંથી ₹7.2 કરોડ કપાશે, જાણો કેમ?
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction:કૈમરુન ગ્રીને તોડ્યા  તમામ રેકોર્ડ, KKR એ 25.20 કરોડમાં ખરીદ્યો 
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
IPL 2026 Auction: હરાજીમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
Embed widget