Crime News: હોટલમાં લઈ જઈ માણ્યું શરીર સુખ, બાદમાં કરાવ્યું ધર્માંતરણ, નિકાહ બાદ આરોપીના પિતા અને કાકાએ કર્યુ દુષ્કર્મ
Crime News: આરોપી યુવકે લગ્ન કર્યા બાદ છરી બતાવી યુવતીને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એટલું જ નહીં યુવતીને આરોપી યુવકના બનેવીએ બળજબરીથી ગૌમાંસ પણ ખવડાવ્યું હતું.
Crime News: ગત વર્ષ સુધી ગુરુગ્રામમાં કામ કરતી દિલ્હીની એક યુવતીને પહેલા નશીલી દવા પીવડાવી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. બાદમાં આરોપી યુવકે બળજબરીપૂર્વક લગ્ન કર્યા બાદ છરી બતાવી યુવતીને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. એટલું જ નહીં યુવતીને આરોપી યુવકના બનેવીએ બળજબરીથી ગૌમાંસ પણ ખવડાવ્યું હતું. આરોપી યુવકના પિતા, કાકા અને અન્ય ઘણા લોકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાની ફરિયાદ પર ગુરુગ્રામ પોલીસે ઝીરો એફઆઈઆર નોંધીને કેસને દિલ્હીના પહાડગંજ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી દીધો.
શું છે મામલો
પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે ગુરુગ્રામમાં કામ કરતી હતી, પરંતુ બાદમાં તેની નોકરી છૂટી ગઈ હતી. 21 જુલાઈ 2021ના રોજ ગુરુગ્રામના ઈફ્કો ચોકમાં સૈફ મોહમ્મદ નામના યુવક સાથે તેની મુલાકાત થઈ હતી. યુવકે નોકરી અપાવવાના બહાને તેનો મોબાઈલ નંબર લઈ લીધો હતો. પછી તેણે ફોન પર વાત કરી. આ દરમિયાન તેણે તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. પીડિતા અલગ ધર્મ અને જાતિની વાત કરીને પોતાની માંગને નકારતી રહી.
સૈફે રાત્રે ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો
પીડિતાએ જણાવ્યું કે 6 સપ્ટેમ્બર 2021ના રોજ સૈફ મોહમ્મદે રડતાં રડતાં કહ્યું કે તે તેને છેલ્લીવાર મળવા માંગે છે. તે બિહાર જઈ રહ્યો છે. આ સમયે તે નવી દિલ્હી સ્ટેશન પર યુવકને મળવા ગઇ હતી. અહીં યુવકે તેને નશીલો પદાર્થ પીવડાવીને દિલ્હીના પહાડગંજની એક હોટલમાં લઇ ગયો હતો. સવારે જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે સંપૂર્ણ નગ્ન હતી. જ્યારે તેણે યુવક પર બૂમાબૂમ કરી તો આરોપી સૈફે તેને જણાવ્યું કે તેણે રાત્રે ત્રણ વાર તેની સાથે રેપ કર્યો છે અને તેનો વીડિયો પણ બનાવ્યો છે. આ પછી આરોપીએ તેની સાથે અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યાંથી આરોપી બળજબરીથી તેને પોતાના બિહાર સ્થિત ઘરે લઇ ગયો હતો. ત્યાં છરીની અણીએ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન યુવકના પિતા અને અન્ય યુવકોએ પણ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. બાદમાં યુવતિને યુવકની ફોઈના ઘરે જ યુવકે બંધક બનાવી લીધી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે સૈફની કાકીએ પણ તેને બળજબરીથી ગૌમાંસ ખવડાવ્યું હતું. તેના કાકાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.