શોધખોળ કરો

Crime News: પ્રેમિકાના લગ્ન અટકાવવા માંગતો હતો એક તરફી પ્રેમમાં પાગલ આશિક, લગ્નના દિવસે કર્યુ એવું કે જાણીને ચોંકી જશો

UP Crime News: પોલીસે જણાવ્યું કે આરોપીના આ કૃત્યના કારણે મહિલાના લગ્ન પણ તૂટી ગયા હતા. આરોપી પહેલાથી જ પરિણીત છે.

Crime News: ગાઝિયાબાદમાં એક વિધવાના બીજા લગ્નના દિવસે જ પોતાની જાતને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર એક તરફી પ્રેમમાં પાગલ આશિક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીના આ કૃત્યના કારણે મહિલાના લગ્ન પણ તૂટી ગયા હતા. આરોપી પહેલાથી જ પરિણીત છે.

નંદગ્રામ પોલીસ સ્ટેશનના એસએચઓ અમિત કુમાર કાકરાને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના ટીકમગઢના રહેવાસી સંજય સામે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. સંજય તેની પત્ની અને પુત્ર સાથે નંદગ્રામમાં રહે છે અને રાજનગર એક્સ્ટેંશનની એક સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે.

બુધવારે તે એક મહિલાના ઘરે પહોંચ્યો હતો અને પોતાની બાઇકમાંથી પેટ્રોલ કાઢીને પોતાના પર રેડ્યું હતું અને આગ લગાવી દીધી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે સંજય મૂળ મધ્યપ્રદેશની વિધવા મહિલા સાથે એકતરફી પ્રેમમાં છે.

પતિના મોત બાદ મહિલા આવીને નંદગ્રામમાં રહેતા પોતાના પરિવારના સભ્યો સાથે રહેવા લાગી હતી. બુધવારે મહિલા નૂરનગર સિહાનીના એક યુવક સાથે તેના પરિવારના સભ્યોની મરજીથી બીજીવાર લગ્ન કરવા જઈ રહી હતી. આ વાતની જાણ સંજયને થતાં તે મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને લગ્ન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા અને તેના પરિવારે સંજય સાથે લગ્ન કરવાની ના પાડી તો તેણે પોતાના પર પેટ્રોલ રેડીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ભાભીને ઘરમાં બેસવા બોલાવી દિયરે ગુજાર્યો બળાત્કાર અને પછી...

ભાવનગરમાં કૌટુંબિક દિયરે ભાભીની એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજાર્યો હતો. મળતી જાણકારી અનુસાર, ભાવનગરમાં વરતેજ પાસેના વાવડી ગામમાં દિયરે ભાભી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર ભાભી ગામમાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે  કૌટુંબિક દિયરે ભાભીને ઘરે બેસવા બોલાવ્યા હતા.

દરમિયાન ભાભીની એકલતાનો લાભ લઇને દિયરે તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપી દિયરે ભાભીને ધમકી આપી હતી કે જો તે કોઇને આ વાત કરશે તો જાનથી મારી નાખશે. જો કે બાદમાં પીડિતાની ફરિયાદના આધારે આરોપી દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ
Embed widget