શોધખોળ કરો

Gandhinagar : પરણીતાને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, પતિ આડખીલી બનતો હોવાથી કર્યો એવો કાંડ કે વાંચીને ચોંકી જશો

ગાંધીનગરમાં ગોળી મારી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી સર્વેલન્સ આધારે પોલીસે આરોપીઓ પકડ્યા છે. પત્નીના પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું છે.

ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગોળી મારી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી સર્વેલન્સ આધારે પોલીસે આરોપીઓ પકડ્યા છે. પત્નીના પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું છે.  ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં આશરે 35 વર્ષીય કિરણ હીરાજી મકવાણાને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેથી ચકચાર મચી હતી. 

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત 26મી તારીખે કિરણજી મકવાણાની હત્યા થઈ હતી. બરડાના ભાગે ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે ટીમો બનાવી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, હત્યા પછી ભાગવા જતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને ઇજા થઈ હતી. ત્યાં દેશી પિસ્તોલ પડી ગઈ હતી. જે પોલીસને મળી આવી છે. અગાઉ આરોપીએ રેકી કરી હતી. 

મૃતકની પત્ની સાથે જીતેન્દ્રને પ્રેમસંબંધ હતા. આ પ્રેમપ્રકરણમાં મૃતક નડતરરૂપ થતો હોવાથી હત્યા કરવામાં આવી છે. બંનેની ધરપકડ કરતાં ગુનો કબૂલ્યો છે. જીતેન્દ્ર પણ પરણીત છે. જોકે, તેને તેની પત્ની ગમતી નહોતી. પરણીતા અને પ્રેમી બંને એક ગામના હતા. જેથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. આ હત્યામાં જીતેન્દ્રને તેના મિત્ર જૈમિને મદદ કરી હતી. પત્નીએ કોઈ ટીપ આપી હતી કે પછી દુષ્પ્રેરણા આપી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

બે હત્યારા પલ્સર બાઇક લઈને કિરણનો પીછો કરતાં હતાં અને મોકો મળતાં જ પાછળથી ગોળીબાર કરીને નાસી ગયા હતા. આ બનાવના પગલે હાલમાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર હાથ ધર્યો હતો. ગાંધીનગરના ઈંદ્રોડાના ગામમાં રહેતાં કિરણ હીરાજી ઠાકોરના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આશરે 35 વર્ષીય કિરણ સચિવાલય ખાતે રોજમદાર તરીકે નોકરી કરતો હતો. સોમવારે સવારના સમયે કિરણ નોકરીએ જવા માટે સાયકલ લઈને ઘરેથી નિકળ્યો હતો.

સીસીટીવીના આધારે તપાસ કરતા પોલીસ મહેસાણા સુધી પહોંચી હતી. જેમા હત્યારાઓ સુધી પોલીસ પહોંચવામાં સફળતા મળી હતી. મૃતકના પરિવારના પત્ની સહિતના સભ્યોના નિવેદન લેવામાં આવ્યા હતા . મર્ડર બાબતે પોલીસ પ્રેમ પ્રકરણ, જમીન બબાલ, કચેરીમાં કોઇ બબાલ સહિતની બાબતો ઉપર તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં પત્નીનું પ્રેમપ્રકરણ સામે આવ્યું હતું. આરોપી હથિયાર રાજસ્થાનથી લાવ્યો હોવાનું કબૂલ્યું છે. મૃતકની પત્ની ના આરોપીઓ પૈકી સાથે એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. આરોપી જીતેન્દ્ર પટેલ તથા જૈમિન રાવળ ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જીતેન્દ્ર પટેલ મૂળ ગોઝારીયાનો વતની છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget