![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અરવલ્લીના મેઘરજમાં હનીટ્રેપ, બે મહિલા સહીત 6 શખ્સોએ નિવૃત્ત શિક્ષકને ફસાવી 26 લાખ રૂપિયા પડાવ્યાં, જાણો કેવી રીતે ઘડ્યો સમગ્ર પ્લાન
Honeytrap in Aravalli : મેઘરજ પોલીસે નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહીતને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
![અરવલ્લીના મેઘરજમાં હનીટ્રેપ, બે મહિલા સહીત 6 શખ્સોએ નિવૃત્ત શિક્ષકને ફસાવી 26 લાખ રૂપિયા પડાવ્યાં, જાણો કેવી રીતે ઘડ્યો સમગ્ર પ્લાન Honeytrap in Megharaj, Aravalli, 6 persons including two women trapped a retired teacher and extorted Rs 26 lakh અરવલ્લીના મેઘરજમાં હનીટ્રેપ, બે મહિલા સહીત 6 શખ્સોએ નિવૃત્ત શિક્ષકને ફસાવી 26 લાખ રૂપિયા પડાવ્યાં, જાણો કેવી રીતે ઘડ્યો સમગ્ર પ્લાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/08/72af58541af8bb7a8dd51f7b95319318_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Aravalli : અરવલ્લી જિલ્લાના મેઘરજમાં હનીટ્રેપનો ચોંકવનારો કેસ સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લા મેઘરજના સીસોદરાના શિક્ષક સાથે હનીટ્રેપની ઘટના બની છે. બે મહિલા સહીત 6 શખ્સોએ નિવૃત શિક્ષકને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા. આરોપીઓએ નિવૃત શિક્ષકને બેભાન કરી યુવતી સાથે નગ્ન ફોટા પાડ્યાં અને વાયરલ કરવાની ધમકીઓ આપી આપીને 26 લાખ રૂપિયા પડાવ્યાં. અંતે ભોગ બનનારા શિક્ષકે પોલીસને શરણે જઈને આ તમામ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી અને આ ફરિયાદના આધારે મેઘરજ પોલીસે નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવનાર બે મહિલા સહીતને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
હનીટ્રેપમાં ફસાવવા લગ્ન કરાવ્યાં
નિવૃત્ત શિક્ષકની પત્નીનું 20 વર્ષ પહેલા અવસાન થયેલ અને બાદમાં બંને દીકરીઓના લગ્ન થઇ જતા ભોજન અને ઘરકામમાં તકલીફ પડતી હતી. આથી ગામના જ બે શખ્સો કાનાભાઇ મગનભાઈ વાળંદ અને દિનેશભાઈ વાળંદે શિક્ષકને નડિયાદમાં એક યુવતી બતાવી હતી. આ શિક્ષક ને યુવતીને મનમેળ થતા બંનેએ રાજીખુશીથી લગ્ન કર્યા હતા. આમ આ બંને શખ્સોએ હનીટ્રેપમાં ફસાવવા શિક્ષકના લગ્ન કરાવ્યાં હતા.
યુવતીએ પહેલા 5 લાખ પડાવ્યાં
લગ્ન કરીને આવેલી યુવતીએ શિક્ષકનો વિશ્વાસ કેળવી નડિયાદ ખાતે રહેતા તેના બનેવીને મકાન બનાવવા પૈસાની જરૂર છે એમ કહી પહેલા 1 લાખ રૂપિયા અને બાદમાં 4 લાખ રૂપિયા એમ કુલ પાંચ લાખ રૂપિયા પડાવ્યાં હતા.
22 વર્ષની યુવતી સાથે શિક્ષકના નગ્ન અવસ્થામાં ફોટો પાડી લીધા
લગ્ન કરીને આવેલી યુવતીએ તેના માસીની 22 વર્ષની યુવતીને ઘરે રોકાવા બોલાવી હતી. એ દિવસે તેણે શિક્ષકના રાત્રીના ભોજનમાં કોઈ દ્રવ્ય ભેળવી દઈ શિક્ષકને બેભાન કરી નાખેલ. ત્યારબાદ રાત્રે તે 22 વર્ષની યુવતી અને શિક્ષકના નગ્ન અવસ્થામાં ફોટો લીધેલા. સવારે જયારે શિક્ષકની ઊંઘ ઉડતા યુવતીની માસી રાધાબેન સોલંકી, યુવતીનો બનેવી હિતેશ પ્રજાપતિ તથા અન્ય એક મહિલા રાધાબેન આવ્યા હતા. લગ્ન કરીને આવેલી યુવતીએ આ બધાને શિક્ષક અને 22 વર્ષની યુવતીના નગ્ન અવસ્થાના ફોટો બતાવી બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)