શોધખોળ કરો

Rajkot Crime: પત્નીને મારા મિત્ર સાથે પ્રેમ સંબંધ હતો, અનેકવાર રોકી પણ... 

રાજકોટ શહેરમાં રુંવાડા ઉભે કરે તેવી ઘટના બની છે. પ્રેમ સંબંધમાં પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી. પતિએ પત્નીના માથામાં પેવર બ્લોકના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા ખળભળાટ મચી ગયો છે.

Rajkot News: રાજકોટ શહેરમાં રુંવાડા ઉભે કરે તેવી ઘટના બની છે. પ્રેમ સંબંધમાં પતિએ પત્નીની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી. પતિએ પત્નીના માથામાં પેવર બ્લોકના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતા ખળભળાટ મચી ગયો છે. પતિએ પત્નીના પ્રેમ સંબંધને લઈ આ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 

મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં સ્પિડવેલ પાર્ટી પ્લૉટ પાસે આવેલી અંબિકા ટાઉનશીપમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલે બાદમાં પતીએ ગુસ્સામાં આવીને પોતાની પત્ની જેનું નામ અંબિકા સિરોડી છે તેને માથામાં પથ્થરનો બ્લૉક મારીને હત્યા કરી દીધી છે. હાલમાં આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

હત્યા બાદ પત્નીની લાશ સાથે પતિએ સેલ્ફી લીધી હતી. સેલ્ફી લીધા બાદ પતિએ પત્નીના મૃતદેહ સાથે વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં પતિએ પત્નીના ચારિત્ર પર સવાલ ઉઠાવ્યા હતા. હત્યારા પતિએ જણાવ્યુ કે મારી પત્નીને મારા મિત્ર સાથે પ્રેમ સંબંધ હતો. અનેકવાર રોકવાનો પ્રયાસ કર્યો પણ ન માની. મે કોઇ ભૂલ નથી કરી, મારી પત્નીએ મને હેરાન કર્યો” આ સાથે જ જણાવ્યુ કે “હું સામેથી આત્મસમર્પણ કરીશ, મને હાથકડી ન પહેરાવાય”. “મારી પત્ની ન માની તો મે એનું કામ પતાવી દીધું”

પત્ની ખરાબ હતી એટલે મેં તેને મારી નાખી

પતિએ વીડિયોમાં જણાવ્યું હતું કે, 'મારી પત્ની ખરાબ હતી એટલે મેં તેને મારી નાખી છે, તેણે મારા મિત્ર સાથે આડા સંબંધો બાંધ્યા હતા, હું સામેથી પોલીસ સામે સરન્ડર કરું છું, મને માફ કરજો...' હાલમાં આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે હત્યારા પતિને રાઉન્ડ અપ કરી વધુ તપાસ શરૂ કરી છે. 

પતિ ગુરૂપા જીરોલીએ જ કરી હત્યા કરી

શાંતિવન નિવાસ એપાર્ટમેન્ટના B-103માં રહેતી 34 વર્ષીય પરિણીતાની પતિ ગુરૂપા જીરોલીએ જ કરી હત્યા કરી છે. પતિએ પત્નીના માથામાં 4 થી 5 ઘા પથ્થરના ઝીંકી હત્યા કરી હતી. આરોપી ગુરૂપા મલ્લપા જીરોલીના પાર્ટનર અને મિત્ર નગાભાઈ હમીરભાઈ કામલીયાને પત્ની અંબિકા સાથે અનૈતિક સંબંધો હતા. આરોપી મૂળ મહારાષ્ટ્રનો વતની અને કર્ણાટકના બોર્ડર પર તેનું ગામ આવેલું છે. તેણે પોલીસને કન્ટ્રોલ રૂમ પર ફોન કરી પત્નીની હત્યા કરી હોવાની કરી જાણ કરી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget