શોધખોળ કરો

Crime News: અચાનક એવું શું થયું કે,પુત્રીએ ડુંગળી કાપતાં-કાપતાં, પિતાને મારી દીધી છરી, આરોપી દીકરીએ કહી આપવિતી

પંજાબમાં એક પુત્રીએ પિતાને છરીના ઘા મારીને તેમની હત્યા કરી નાખી. તે સમયે અચાનક આવેલા પાડોશીએ જોયું કે,આરોપી પુત્રી પિતાની છાતી પરના ઘા સાફ કરી રહી હતી.

Crime News: પંજાબમાં એક 19 વર્ષની યુવતીએ તેના પિતાની ચાકુ મારીને હત્યા કરી નાખી. મામલો કિશનગઢ ગામનો છે. જ્યાં આરોપી પુત્રીની ધરપકડ કરીને તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી પુત્રી આશા દસમું પાસ છે અને ઘરે સિલાઈ કામ કરતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક સુમાઈ દારૂ પીને રોજ તેના પરિવારના સભ્યો સાથે મારપીટ કરતો હતો, હત્યાના બે દિવસ બાદ આરોપી પુત્રીની ધરપકડ કરવામાં આવી છે.

પાડોશીએ ખોલ્યું હત્યાનું રાજ  ખોલ્યું

કિશનગઢ ગામમાં મૃતક સુમાઈના પડોશમાં રહેતા એક વ્યક્તિએ પોલીસમાં હત્યાનો કેસ નોંધાવ્યો છે. તેણે જણાવ્યું કે, 9 ઓગસ્ટે રોજની જેમ તે પાડોશમાં રહેતી સુમાઈના ઘરે ઠંડુ પાણી લેવા ગયો હતો, કારણ કે તેના ઘરમાં ફ્રીજ નથી. જ્યારે તે સુમાઈના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની પુત્રી આશા લોહીથી લથપથ  પિતાની છાતી પરના ઘા અને લોહી સાફ કરી રહ્યી હતી. તો, બીજી બાજુ આખો પરિવાર બેસીને રડી રહ્યો હતો. જ્યારે તેણે પૂછ્યું કે સુમાઈને શું થયું છે, ત્યારે તેની પુત્રી આશાએ તેને કહ્યું કે તે તેની સાઈકલ પરથી પડી ગઈ હતા અને તેના કારણે ઇજા થઇ છે. ત્યારબાદ તે અન્ય લોકોની મદદથી સમુઈને હોસ્પિટલ લઈ ગયો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું.

ગુસ્સામાં આવીને છાતી પર હુમલો કર્યો

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, સુમાઈને છાતીમાં ચાકુ મારવામાં આવ્યું હતું. જેના કારણે તેનું મોત થયું હતું. પાડોશીની ફરિયાદના આધારે જ્યારે સુમાઈની પુત્રીની પોલીસે પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તેના પિતા દારૂ પીને રોજ ઘરે આવતા હતા અને આખા પરિવાર સાથે ઝઘડો અને મારપીટ કરતા હતા. જેના કારણે આખો પરિવાર તેમનાથી નારાજ હતો. 9 ઓગસ્ટના રોજ પણ તેના પિતા સુમાઈ દારૂના નશામાં ઘરે આવ્યા હતા અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા. આશાએ જણાવ્યું કે, તે સમયે તે રસોડામાં હતી અને ડુંગળી કાપી રહી હતી, તેના હાથમાં છરી હતી. પિતા સાથે ઝપાઝપી થતાં તેણે ગુસ્સામાં પિતાને છરીના ઘા ઝીંકી દીધા હતા. જ્યારે આશાના પરિવારનું કહેવું છે કે, તેણે જાણી જોઈને હત્યા નથી કરી પરંતુ ઝપાઝપીમાં  છરી લાગી ગઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Embed widget