શોધખોળ કરો

ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

Jaish terrorists chemical weapon plot: પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં રહેલા 5 આતંકીઓ પાસેથી મસૂદ અઝહરના પત્રો મળ્યા; દેશવિરોધી પ્રવૃત્તિઓ માટે મદરેસાના યુવાનોનું કરતા હતા બ્રેઈનવોશ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાંથી ઝડપાયેલા જૈશ આતંકીઓએ રાસાયણિક હુમલાનું કાવતરું ઘડ્યું.
  • પાકિસ્તાની આકાઓ પાસેથી ઝેરી ગેસ બનાવવાની પદ્ધતિ શીખ્યા હતા.
  • કાચની બરણીમાં મિશ્રણ દાટી જીવલેણ ગેસ બનાવતા હતા આતંકીઓ.
  • મદરેસાના યુવાનોનું બ્રેઈનવોશ કરીને આતંકવાદ તરફ ધકેલતા હતા.

Jaish terrorists chemical weapon plot: ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર અને પાટણના સિદ્ધપુરમાંથી ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના 13 આતંકીઓની પૂછપરછમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે આ આતંકીઓ રાજ્યમાં કોઈ મોટો આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતા. આ માટે તેઓએ જુદા જુદા પુસ્તકોના આધારે ઝેરી ગેસ (કેમિકલ વેપન) બનાવવાની નવી પદ્ધતિ વિકસાવીને હુમલો કરવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું. આ ઉપરાંત, પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારે તેઓ મદરેસાના યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકના રવાડે ચડાવવાનું નેટવર્ક પણ ચલાવી રહ્યા હતા.

પાકિસ્તાની આકાઓના સંપર્ક અને કેમિકલ વેપનની તૈયારી

ATSની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પકડાયેલા 13 આતંકીઓમાંથી 5 આતંકીઓ સીધા જ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ અને આતંકી સંગઠનના આકાઓના સતત સંપર્કમાં હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મૌલાના અઝહર મસૂદને લખવામાં આવેલા કેટલાક ગુપ્ત પત્રો પણ મળી આવ્યા છે. આ આતંકીઓએ પાકિસ્તાની આકાઓના પુસ્તકો અને સામગ્રીઓ વાંચીને ઝેરી ગેસ બનાવવાની તાલીમ લીધી હતી. આ લોકો એક કાચની બરણીમાં છાણ, મકાઈનો લોટ, મટનના ટુકડા અને કેટલાક ઘાતક કેમિકલ્સ મિક્સ કરીને તેને 15 દિવસ સુધી જમીનની નીચે દાટી રાખતા હતા. આખી પ્રક્રિયાના અંતે બરણીની અંદર એક જીવલેણ ગેસ તૈયાર થતો હતો. જોકે, તેઓ આ ઘાતક કેમિકલ વેપનનો ઉપયોગ કયા ચોક્કસ ટાર્ગેટ પર કરવાના હતા, તે દિશામાં સુરક્ષા એજન્સીઓ હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

'દાવત'ના બહાને યુવાનોનું બ્રેઈનવોશ

આ આતંકીઓ માત્ર હુમલાની તૈયારીઓ જ નહોતા કરી રહ્યા, પરંતુ યુવાનોને આતંકવાદ તરફ વાળવાનું પણ મોટું ષડયંત્ર ચલાવતા હતા. આતંકવાદી સંગઠનો તરફથી જે પણ સામગ્રી મોકલવામાં આવતી, તેના આધારે આ લોકોએ 43 જેટલી પુસ્તિકાઓ તૈયાર કરી હતી. આ પુસ્તિકાઓનું અલગ-અલગ મદરેસાઓમાં ખૂબ જ ગુપ્ત રીતે વિતરણ કરવામાં આવતું હતું. આતંકીઓ ખાસ કરીને મદરેસામાં ભણતા કિશોરો અને યુવાનોને પોતાનો શિકાર બનાવતા હતા. જે યુવાનોના વિચારોમાં તેમને ઉગ્રવાદી માનસિકતા દેખાય, તેમને 'ખાસ દાવત'ના બહાને બોલાવવામાં આવતા હતા. ત્યારબાદ તેમનું બ્રેઈનવોશ કરીને તેમને દેશવિરોધી પ્રવૃત્તિઓ અને આતંકના કાળા રસ્તે ધકેલી દેવામાં આવતા હતા.

આ પણ વાંચોઃ પાટણમાં લુખ્ખારાજ: જીલીયા ફાર્મ હાઉસ પર ગુંડાઓનો આતંક, પોલીસ ડરીને ઊભી પૂંછડીએ ભાગી!

Frequently Asked Questions

ગુજરાતમાંથી પકડાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ ક્યાંથી ઝડપાયા હતા?

ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર અને પાટણના સિદ્ધપુરમાંથી કુલ 13 આતંકીઓ ઝડપાયા હતા. તેઓ રાજ્યમાં મોટો આત્મઘાતી હુમલો કરવાની ફિરાકમાં હતા.

આતંકીઓ કયા પ્રકારના હુમલાની તૈયારી કરી રહ્યા હતા?

તેઓ જુદા જુદા પુસ્તકોના આધારે ઝેરી ગેસ (કેમિકલ વેપન) બનાવવાની નવી પદ્ધતિ વિકસાવી રહ્યા હતા. આ કેમિકલ વેપનનો ઉપયોગ કરીને મોટો હુમલો કરવાનું ષડયંત્ર હતું.

આ પકડાયેલા આતંકીઓ ઝેરી ગેસ કેવી રીતે બનાવતા હતા?

તેઓ કાચની બરણીમાં છાણ, મકાઈનો લોટ, મટનના ટુકડા અને કેટલાક ઘાતક કેમિકલ્સ મિક્સ કરતા. તેને 15 દિવસ જમીનની નીચે દાટી રાખવાથી જીવલેણ ગેસ તૈયાર થતો હતો.

પકડાયેલા આતંકીઓ કોના સંપર્કમાં હતા અને અન્ય કઈ પ્રવૃત્તિઓ કરતા હતા?

13 માંથી 5 આતંકીઓ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના સીધા સંપર્કમાં હતા. તેઓ મદરેસાના યુવાનોનું બ્રેઈનવોશ કરીને દેશવિરોધી પ્રવૃત્તિઓ તરફ વાળવાનું નેટવર્ક પણ ચલાવતા હતા.

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
SD Pay & APNA Pay કૌભાંડ: 1211 કરોડ ફ્રીઝ, અમરેલી સાયબર પોલીસનો મોટો પર્દાફાશ!
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર
સુરત આગકાંડ: માત્ર ₹10 હજારના વિવાદમાં એકાઉન્ટન્ટનો ખતરનાક બદલો, ₹150ના પેટ્રોલથી 14 દુકાનો સળગાવી
સુરત આગકાંડ: માત્ર ₹10 હજારના વિવાદમાં એકાઉન્ટન્ટનો ખતરનાક બદલો, ₹150ના પેટ્રોલથી 14 દુકાનો સળગાવી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિશ્વ ફલક પર 'બોલ માડી અંબે'
Hun To Bolish: હું તો બોલીશ : માના ચરણોમાં 2000મો એપિસોડ
Hun To Bolish 2000th Episode: ‘હું તો બોલીશ’ના 2000 એપિસોડની શાનદાર સફર, CM એ પાઠવી શુભેચ્છા
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
ગાંધીનગર મનપા ચૂંટણી: કુલ 203 ઉમેદવારી પત્રો ભરાયા; ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
હવામાન વિભાગની ભયાનક ચેતવણી: આવતીકાલે દેશના 19 રાજ્યોમાં ત્રાટકશે તોફાની વરસાદ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે જળબંબાકાર! અચાનક કેમ બદલાયું વાતાવરણ? જાણો વરસાદનું અસલી કારણ
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
ચોમાસાની વિદાય ટાણે વરસાદનો વધુ એક રાઉન્ડ! કચ્છ-સૌરાષ્ટ્રમાં આ તારીખોએ વરસાદની આગાહી
IND vs WI 1st ODI ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ લાઈવ સ્ટ્રીમિંગની વિગતો
રોહિત-વિરાટ મેદાનમાં! IND vs WI 1st ODI મોબાઈલ પર કઈ એપમાં લાઈવ જોવા મળશે?
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
દેશભરમાં 3 દિવસ બેંકોની હડતાળ! સરકારી બેંકોમાં ATM ચાર્જ સંપૂર્ણ માફ! ગમે તેટલી રોકડ ઉપાડી શકાશે
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવાર તૂટવાનો ડર, 44 નેતાઓને અજ્ઞાત સ્થળે ખસેડ્યા!
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
નર્મદા જમીન વિવાદ: ‘મોઢવાડિયા અંગ્રેજો જેવું શાસન ચલાવે છે’, મનસુખ વસાવાનો ગંભીર આરોપ
Embed widget