જૂનાગઢઃ 3 શખ્સોએ યુવકને છરી બતાવી પેન્ટ ઉતરાવ્યું ને પછી તેની સામે જ યુવતી થઈ ગઈ નિર્વસ્ત્ર, પછી.....
આ શખ્સોએ ગેઇટ કિપરને પેન્ટ ઉતારવા ફરજ પાડી હતી. બાદીમાં યુવતી પણ નિર્વસ્ત્ર થઈ ગઈ હતી અને તેનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ વીડિયો વાયરલ ન કરવો હોય તો 5 લાખ રૂપિયાની માંગણી કરી.
જૂનાગઢઃ શહેરમાં હનીટ્રેપની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. યુવકને ત્રણ શખ્સોએ છરી બતાવી ધમકાવીને પેન્ટ ઉતરાવ્યું હતું તેમજ આ શખ્સો સાથેની યુવતી નિર્વસ્ત્ર થઈને યુવક સાથે અશ્લીલ હરકતો કરવા લાગી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં ઉતારી આ શખ્સોએ યુવકને બ્લેકમેલ કર્યો હતો અને 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, પોલીસે ટ્રેપ ગોઠવીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, આરોપી યુવતી ફરાર છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગત 25મી જૂને રાત્રે 8 વાગ્યે સલમાન તયબભાઇ વિશળ, બસીર હબીબભાઇ સુમરા અને શબનમ ઉર્ફે સબુ ધોરાજી રેલ્વે ફાટકના ગેઇટ કિપર પાસે આવ્યા હતા. તેમજ તેને છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી. તેની સાથે રહેલી યુવતીએ ધમકાવીને 500 રૂપિયા પડાવી લીધા હતા.
આ પછી આ શખ્સોએ ગેઇટ કિપરને પેન્ટ ઉતારવા ફરજ પાડી હતી. બાદીમાં યુવતી પણ નિર્વસ્ત્ર થઈ ગઈ હતી અને તેનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ વીડિયો વાયરલ ન કરવો હોય તો 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ પછી અન્ય એક આરોપીએ મધ્યસ્થી બનવાનું કહીને 3 લાખમાં પતાવટ કરી આપવાનું કહ્યું હતું.
જોકે, ગેઇટ કિપરે પોલીસની મદદ લેતા પોલીસે છટકું ગોઠવું આરોપીઓને 3 લાખ રૂપિયા લેવા માટે બોલાવ્યા હતા. જે રૂપિયા લેવા આવતાં સલમાન તૈયબભાઇ વિશળ, બસીર ઉર્ફે ટકો હબીબભાઇ સુમરા અને આર્યન યુનુસ ઠેબાને ઝડપી પાડ્યા હતા. જોકે, આરોપી શબનમ ઘર છોડીને ફરાર થઈ ગઈ છે. આ યુવતીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Vadodara : વિધર્મી યુવાને યુવતીને મકાનમાં લઈ જઈને માણ્યું શરીર સુખ, યુવતીએ બીજી વાર શરીર સુખની ના પાડી તો............
વડોદરાઃ વડોદરામાં વધુ એક વિધર્મી યુવાને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે. નાગરવાડામાં રહેતા યુવક સામે બળાત્કારનો આરોપ લાગ્યો છે. પીડિતા યુવતીને લગ્નની લાલચ આપી તાંદલજાના એક મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.
પીડિતાએ ફરીવાર શારીરિક સંબંધ બાંધવાની ના પાડતાં આરોપીએ માર માર્યો હતો. પીડિતાની મરજી વિરૂદ્ધ શારીરિક અડપલા કર્યા હતા. પીડિતાએ આરોપી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.