શોધખોળ કરો

Love Triangle : દમણમાં દારૂની પાર્ટીમાં બોલાવી ગળું કાપીને કરી નાંખી યુવકની હત્યા

સંઘ પ્રદેશ ડાભેલમાં ગુમ થયેલા યુવાનના મામલે હવે નવો ધડાકો થયો છે. ગુમ થયેલા શિવમ સિંહ રાજપુત નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. શિવમની હત્યા તેના જ બે મિત્રોએ કરી છે.

Love Triangle : સંઘ પ્રદેશ ડાભેલમાં ગુમ થયેલા યુવાનના મામલે હવે નવો ધડાકો થયો છે. ગુમ થયેલા શિવમ સિંહ રાજપુત નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. શિવમની હત્યા તેના જ બે મિત્રોએ કરી છે.  પ્રણય ત્રિકોણમાં શિવમની હત્યા કરવામાં આવી છે. શિવમના મિત્ર રવિશંકર પટેલ દ્વારા દારૂની પાર્ટી આપી ગળું કાપી કરી હત્યા. દમણ પોલીસે આરોપી રવિશંકર પટેલ અને તેના સાગરીત રાજુ પટેલની ધરપકડ કરી છે. 

યુવકની લાશ દમણના ભેંસલોર સ્થિત સ્ટોન ક્વોરીના જંગલમાંથી મળી આવી હતી. યુવકની હત્યા કરીને લાશને ફેંકી દેનારા બે આરોપીની ગુરૂવારે દમણ પોલીસે ધરપકડ કરી છે. બંને આરોપીએ પ્રેમ પ્રકરણને લઇને યુવકની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મૂળ મધ્યપ્રદેશના  અને હાલ દમણ બોર્ડર ઉપર આવેલા વાપી નજીકના વડોલીગામે રહેતા નાગેન્દ્રસિંહ રાજપૂતે 31મી ઓગસ્ટે દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો પિતરાઇ ભાઇ 18 વર્ષીય શિવમસિંહ શિવશંકરસિંહ રાજપૂત 24મી ઓગસ્ટથી ગુમ છે. દમણ પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરતા શંકાના આધારે નાની દમણના ડાભેલ ઘેલવાડ ફળિયામાં રવિશંકર કૃષ્ણવિહારી પટેલ અને ડાભેલના તળાવ ફળિયામાં રહેતા રાજુ જગકિશન પટેલની અટકાયત કરીને પૂછપરછ કરી હતી.

બંને આરોપીએ કબુલાત કરી હતી કે, 24મી ઓગસ્ટે શિવમસિંહ એમની સાથે જ હતો. રાત્રિએ બંને આરોપીએ સંદીપ બાર એન્ડ રેસ્ટોરન્ટથી શિવમને ભેંસલોર સ્ટોન ક્વોરીના ડમ્પિંગ એરિયામાં લઇ ગયા હતા. જ્યાં પ્રેમ પ્રકરણને લઇને શિવમ ઉપર બિયર અને પથ્થરથી માથાના ભાગે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સ્ટોન ક્વોરીના તળાવ પાસે ઝાડીમાં શિવમના મૃતદેહને ફેંકીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પોલીસે બંને આરોપીની હત્યાના ગુનામાં ધરપકડ કરીને આરોપીના 5મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Embed widget