શોધખોળ કરો

Lucknow Murder: લખનઉમાં દીકરાએ ગોળી મારી પિતાની કરી હત્યા, લાશના ટૂકડા કરી ડ્રમમાં છૂપાવ્યા

આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લૂ ડ્રમમાં બે ટુકડામાં કાપેલા એક ઉદ્યોગપતિનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

રાજધાની લખનઉમાં એક સનસનાટીભર્યા હત્યાના કેસનો પર્દાફાશ થયો છે. આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્લૂ ડ્રમમાં બે ટુકડામાં કાપેલા એક ઉદ્યોગપતિનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઉદ્યોગપતિ માનવેન્દ્ર પ્રતાપ સિંહ 20 ફેબ્રુઆરીથી ગુમ હતા. ત્યારથી પોલીસ તેમને શોધી રહી છે. પોલીસે હત્યાકાંડમાં મૃતકના પુત્ર અક્ષય પ્રતાપ સિંહની અટકાયત કરી છે. વાસ્તવમાં  લખનઉના આશિયાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 ફેબ્રુઆરીએ માનવેન્દ્ર પ્રતાપ સિંહ (49) ગુમ થયાની અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી. તે તેના ઘરેથી ગાયબ થઈ ગયા હતા. તપાસ દરમિયાન, પોલીસે તેના પુત્ર અક્ષયની પૂછપરછ કરી અને તેમને શંકા ગઈ હતી. જ્યારે પોલીસે કડક વલણ અપનાવ્યું, ત્યારે પુત્રએ સત્ય જાહેર કર્યું અને હત્યાની કબૂલાત કરી હતી. 

પિતાની હત્યા કરી અને લાશ વાદળી ડ્રમમાં છૂપાવી દીધી.

ડીસીપી સેન્ટ્રલ વિક્રાંત વીરે જાણકારી આપી હતી કે પિતા માનવેન્દ્ર સિંહ તેમના પુત્ર અક્ષય પ્રતાપને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાનું કહેતા હતા.  20 ફેબ્રુઆરીના રોજ સવારે લગભગ 4:30 વાગ્યે આ જ મુદ્દા પર તેનો પુત્ર સાથે ઝઘડો થયો, જેનાથી અક્ષય ગુસ્સે થયો અને તેણે પિતાની રાઇફલથી પિતાને જ ગોળી મારી દીધી હતી. પિતાની હત્યા કર્યા પછી આરોપીએ મૃતદેહને છૂપાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર એક ખાલી રૂમમાં મુકી અને તેના ટૂકડા કરી વાદળી ડ્રમમાં છૂપાવી દીધો હતો. ત્યારબાદ આરોપીએ શરીરના ટુકડા એક પછી એક બહાર ફેંકી દીધા. તેણે હાથ અને પગના ટુકડા સદરૌના પાસે ફેંકી દીધા હતા. 

પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી

આરોપીના કહેવા પર પોલીસને વાદળી ડ્રમમાંથી શરીરના બે ટુકડા મળી આવ્યા છે. હત્યામાં વપરાયેલી રાઇફલ અને તીક્ષ્ણ હથિયાર પણ મળી આવ્યું. ડ્રમમાંથી ધડ મળી આવ્યું હતું, પરંતુ માથું ગાયબ હતું. પોલીસે આરોપી પુત્રને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે. આરોપીની માતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જ્યારે પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો ત્યારે તેમની પુત્રી પણ ઘરમાં હાજર હતી. અક્ષયે તેના પિતાને તેની નજર સામે ગોળી મારી દીધી. જોકે, પછી તેણે તેની બહેનને ચૂપ રહેવાની ધમકી આપી હતી. પોલીસ હવે આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે.

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Embed widget