આ અંગેની વિગતો એવી છે કે, ફતેહાબાદના શ્રવણકુરમારના છ વર્ષ પહેલા રેખા સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી તેમને એક દીકરો થયો હતો. જોકે, લગ્ન પછી શ્રવણ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરવા લાગ્યો હતો. જેને કારણે બંને વચ્ચે અવાર-નવાર ઝઘડો થવા લાગ્યો હતો. જોકે, તેને પરિવારજનોએ શંકા ન રાખવા જણાવ્યું હતું.
2/4
આટલેથી ન અટકતા શ્રવણે પાંચ વર્ષીય દીકરાની પણ પથ્થર કાપવાના કટરથી ગળું કાપીને કરપીણ હત્યા કરી નાંકી હતી. બંનેની હત્યા પછી શ્રવણ આત્મહત્યા કરવા રેલવે ટ્રેક પર પહોંચ્યો હતો. અહીં તેણે નાનાભાઈને ફોન કરી બધી વાત કરી હતી અને પોતે સૂસાઇડ કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, નાના ભાઈએ આત્મહત્યા ન કરવા સમજાવ્યો હતો.
3/4
હરિયાણાઃ ફતેહાબાદમાં યુવતીએ પત્નીની બ્લેડના ઘા મારીને ગળું કાપી હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો છે. પત્નીની હત્યા કર્યા પછી તેણે માસૂમ દીકરાની પણ ક્રુરતાથી હત્યા કરી નાંખી હતી. પત્નીએ બીજા સાથે સંબંધ હોવાનું જણાવતાં ઉશ્કેરાયેલા યુવકે બંનેની હત્યા કરી નાંખી હતી.
4/4
શનિવારે રાતે બંને વચ્ચે ઝઘડો થતાં પત્નીએ કહ્યું હતું કે, તેને બીજા સાથે સંબંધ છે અને આ દીકરો પણ તેનો નથી, તે બીજાથી થયેલો છે. આ વાત સાંભળી શ્રવણ ઉશ્કેરાઇ ગયો હતો અને આ જ સમયે પત્નીની ગળે બ્લેડના ઘા મારીને હત્યા કરી નાંખી હતી.