શોધખોળ કરો

Morbi: લગ્નના બે મહિના પહેલા જ યુવક-યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતાં અરેરાટી

વાંકાનેરના દલડી ગામ નજીક ટ્રેન નીચે યુવગે પડત્તું મુક્યું છે. રેલ્વે યાર્ડ પાસે અમદાવાદ સોમનાથ ટ્રેન નીચે પડતું મુક્યું છે. ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ દોડી જઈને બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે.

મોરબીઃ વાંકાનેરના દલડી ગામ નજીક ટ્રેન નીચે યુવક યુવતીએ પડત્તું મુક્યું છે. દલડી ગામ નજીક રેલ્વે યાર્ડ પાસે અમદાવાદ સોમનાથ ટ્રેન નીચે પડતું મુક્યું છે. ઘટનાની જાણ થતા રેલ્વે પોલીસ દોડી જઈને બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. મૃતક યુવાન ગંગીયાવદર ગામના વિજય ગોરધનભાઈ ગોંડલીયા (ઉ.૨૬)  હોવાની માહિતી મળી છે. 

જ્યારે યુવતી થાન તાલુકાના ઊંડવી ગામની હોવાની માહિતી મળી છે. બંનેની સગાઈ થઇ ગઈ હોય અને બે માસ બાદ લગ્ન યોજવાના હતા. લગ્ન યોજાઈ તે પૂર્વે કોઈ કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી સજોડે આપધાત કર્યો છે. 

Mehsana : 23 વર્ષની એક સંતાનની માતાને 15 વર્ષના છોકરા સાથે બંધાયા શરીર સંબંધ, છોકરાના બર્થ ડે પર બંને ભાગી ગયાં, પ્રેમિકાએ પ્રેમીના પિતાને કર્યો ફોન ને....

મહેસાણાઃ મહેસાણા શહેરમાં એક સંતાનની માતા એવી 23 વર્ષીય યુવતીને પોતાનાથી 8 વર્ષ નાના એટલે કે 15 વર્ષના કિશોર સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને ગૂપચૂપ મળતાં હતાં ને જલસા કરતા હતાં. દરમિયાનમાં 25 જાન્યુઆરીએ છોકરાનો બર્થ ડે હતો ત્યારે છોકરો ઘરેથી દાગીના તથા રોકડા લઈને નિકળ્યો હતો. 23 વર્ષીય પ્રેમિકા સાથે આ 15 વર્ષીય કિશોર ભાગી ગયો હતો.  આ અંગે ફરિયાદ નંધાતાં  6 દિવસ અગાઉ ભાગેલાં પ્રેમી-પંખીડાને એ-ડિવિઝન પોલીસે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધાં હતાં. કિશોરના નિવેદનના આધારે એ-ડિવિઝન પોલીસે પરિણીતા સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધીને મેડિકલ પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરી છે.

શહેરના એક વિસ્તારમાંથી 15 વર્ષીય કિશોર જન્મદિવસે ગુમ થયો હતો. 25 જાન્યુઆરીએ ગુમ થયેલા કિશોરનાં માતા-પિતાએ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બે તોલા સોનાનો દોરો, 10 હજાર રોકડ અને 6 જોડી કપડાં લઈને નિકળેલો કિશોર યુવતી સાથે ભાગ્યો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

દરમિયાનમાં કિશોરના મોબાઈલ પરથી 23 વર્ષીય યુવતીએ પિતાને ફોન કરતાં તેની સાથે ભાગ્યો હોવાની કિશોરના પિતાને જાણ થઈ હતી. એ-ડિવિઝન પોલીસે પરિવારજનોને ફોન પર વાતચીત ચાલુ રાખવાનું કહીને લોકેશનના પ્રયાસો શરૂ કર્યા હતા. મોબાઈલ સર્વેલન્સમાં કિશોર દક્ષિણ ગુજરાતમાં હોવાનું જાણવા મળ્યું હતું. એ-ડિવિઝન પોલીસની ટીમે તેના આધારે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી કિશોર અને યુવતીને ઝડપી લીધાં હતાં. મહેસાણા લાવીને કિશોરની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી.

કિશોરને ભગાડી જનારી યુવતી 23 વર્ષની અને તેને એક સંતાન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કિશોર અને યુવતીનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવીને યુવતી સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. એસસી, એસટી સેલના ડીવાયએસપીને સમગ્ર કેસની તપાસ સોંપાઈ હતી.

પ્રેમિકા સાથે ભાગેલા કિશોરનો 25 જાન્યુઆરીએ જન્મદિવસ હતો. તેના પિતાનો બે તોલાનો સોનાનો દોરો પહેરીને ફોટો પડાવીને આવું છું એમ કહીને કિશોર રૂપિયા 10 હજાર રોકડા, સોનાનો દોરો અને 6 જોડી કપડાં લઈને જતો રહ્યો હતો. 25 જાન્યુઆરીએ પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમ મુજબ કિશોર અને યુવતી મહેસાણા બસ પોર્ટ પરથી એસટી બસમાં બેસીને વડોદરા ગયા હતા. કિશોરે પૂછપરછમાં જણાવ્યું હતું કે, વડોદરામાં સોનાનો દોરો રૂપિયા 50 હજારમાં એક દુકાન પર એક માસ માટે ગીરવી મૂક્યો હતો. બાદમાં તેઓ ભરૂચ, સુરતમાં રોકાઈને તાપીના સોનગઢ પહોંચ્યાં હતાં. સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી પોલીસે બંનેને પકડી લીધાં હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget