શોધખોળ કરો

ગુજરાતમાં હત્યારા બેફામઃ જામનગરમાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા, તાપીમાં મિત્રે જ કરી યુવકની હત્યા, રાજકોટમાં સગીરાની હત્યા

જામનગરમાં પરિણીતા સાથેના પ્રેમસબંધનો કરુણ અંજામ આવ્યો છે. પતિ, પુત્ર અને અન્ય 2 સાથે મળી પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે.

જામનગરઃ જામનગરમાં પરિણીતા સાથેના પ્રેમસબંધનો કરુણ અંજામ આવ્યો છે. પતિ, પુત્ર અને અન્ય 2 સાથે મળી પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આરોપી જમના તેનો પતિ ભુજથી મેહુલને સાથે લાવી બોથડ પદાર્થના ઘા ઝીંકી વિક્ટોરિયા પુલ પાસે ફેંકી દીધેલ. એ ડીવીઝન પોલીસ મથકમાં 5 સામે હત્યાનો ગુન્હો નોંધાયો . પી.આઈ. એમ. જે. જલુ સહિતની ટીમે હાથ ધરી તપાસ છે. 

વ્યારા નગરના કાનપુરામાં ખટાડી ફળિયામાં કાચા રોડ પર ખુલ્લી જગ્યામાં ગત 2 માર્ચના રોજ ભાટપુરના 22 વર્ષીય ઉમેશ ઉર્ફે  સિમાર ગામીતની મોઢા પર પથ્થર મારી અને ગળું કાપી ઘાતકી હત્યાનો ભેદ ખુલ્યો હતો. કાનપુરાના યુવકે પ્રેમ પ્રકરણની અદાવતમાં મિત્રની હત્યા કરી હોવાનું કબૂલાત કરતા પોલીસે તેને જેલ હવાલે કરી દીધો છે. 

ભાટપુરમાં વિજળી ફળીયામાં રહેતો ઉમેશ પ્લમબરિંગનું કામકાજ કરે છે. જેની તેના જ મિત્રે પ્રેમપ્રકરણની અદાવતમાં હત્યા કરી નાંખી હતી. પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. વ્યારાના વડકુઇ રહેતા રોહિત ઉર્ફે પીન્ટુભાઇ જશવંતભાઈ ગામીતે હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું.રોહિતની અટક કરી પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો કિસ્સો બહાર આવ્યો હતો.ઉમેશ સાથે અગાઉ પ્રેમ પ્રકરણ બાબતે રોહિતને મન દુખ થયું હતું. પ્રેમ પ્રકરણની અદાવત રાખી બીજી તારીખે રોહિત મોટરસાયકલ પર ઉમેશને બેસાડી ગયો હતો અને નેહર કિનારે લઈ જઈ તેને ઘાતકી હત્યા કરી ભાગી ગયો. 

રાજકોટ હોટેલ નોવામાં યુવતીની હત્યા અને યુવકના આપઘાતનો મામલે હવે મૃતક ધ્રુવા જોષીના પિતા હિરેનભાઈ જોષીનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે સવાર થી જ ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતા અમે ફોન કર્યો હતો. ફોન કરતા જેનીશે ધ્રુવાની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું. કોઈ પ્રેમ સંબંધ પણ હોઈ તેવી કોઈ દિવસ જાણ પણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ પણ આવી કોઈ વાત અમારા ધ્યાને આવી નથી. અમારી માંગ છે કે, અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી થાય .

રાજકોટઃ કરણપરા વિસ્તારમાં આવેલા નોવા હોટેલમાં યુવતીની હત્યા કરી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. કચ્છનો યુવક અને જામનગરની યુવતી રાજકોટમાં આવ્યા હતા. હોટલ નોવાના રૂમ નંબર 301માં યુવતીની હત્યા કરી યુવકે એસિડ પીધું. યુવકને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલે ખસેડાયો. એ ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો . યુવકે યુવતીની હત્યા કરતાં પહેલાં પરિવારને ફોન પર જાણ કરી હતી. 

યુવતીએ માતા પાસે મદદ માંગી છતાં યુવકે કરી યુવતીની હત્યા. યુવતીના માતા પિતા જામનગરથી રાજકોટ પહોંચે તે પહેલાં જ યુવતીએ જીવ ગુમાવ્યો. યુવકનું નામ જેમીશ દેવાયતકા અને યુવતીનું નામ ધ્રુવા જોશી છે. સવારથી યુવક અને યુવતી નોવા હોટલમાં રોકાયા હતા. હત્યા અને આપઘાત મામલે એસીપી જી.એસ ગેડમનું નિવેદન પણ સામે આવ્યું છે. એસીપીએ કહ્યું કે,  યુવતીને ગળે ટાઈ બાંધી હત્યા કાર્ય હોવાનું પ્રાથમિક તારણ છે. યુવતી અને યુવક સવારે ૯ વાગ્યે હોટેલમાં આવ્યા હતા. યુવકે હત્યા અને આપઘાત પહેલા પરિવારને જાણ કરી હતી. હોટલમાં એસિડ કેવી રીતે લઈ ગયા તેની તપાસ કરાશે. યુવક અને યુવતીના ફોન કબ્જે કર્યા. ફોનમાંથી પોલીસને મળ્યા રેકોર્ડિંગ.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Embed widget