શોધખોળ કરો

Vadodra crime: ફ્રુટની લારી ચલાવતા યુવકની હત્યામાં મોટો ખુલાસો, ફિલ્મી સ્ટોરી જેવી ઘટના બની

વડોદરાના કારેલીબાગમાં વહેલી સવારે ફ્રુટની લારી ચલાવતા યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.  હત્યારો પકડાયો અને જે ઘટના સામે આવી તે ફિલ્મી સ્ટોરી જેવી છે.

વડોદરા: વડોદરાના કારેલીબાગમાં વહેલી સવારે ફ્રુટની લારી ચલાવતા યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.  હત્યારો પકડાયો અને જે ઘટના સામે આવી તે ફિલ્મી સ્ટોરી જેવી છે.  વડોદરા શહેરના કારેલીબાગ કાશમઆલા કબ્રસ્તાન પાસે 7 ફેબ્રુઆરીના રોજ ફૂટ વેચવા નીકળેલા યુવકને ચાકુના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવને લઇ ચકચાર મચી જવા પામી હતી. યુવકને છરીના ઘા મારતા પોલીસ પહોંચી તે પહેલાં લોહીલુહાણ હાલતમાં યુવકે ઘટનાસ્થળે જીવ છોડ્યો હતો. 

ફ્રુટના વેપારીને હત્યા કરનાર ગુલઝારે સોપારી લીધી હતી. આ સોપારી આપનાર જિશાન પઠાણને હત્યા થયેલ યુવકની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે. આ પ્રેમસંબંધ પામવા અને પ્રેમિકાને પામવા ગુલઝારને હાથો બનાવી જિશાને નિઝામની હત્યા કરી નાખી હતી. 

આ બનાવ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનને લઇ તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસમાં મૃતક યુવકનું નામ નાઝીમ પઠાણ હોવાનું અને તે ફ્રુટનો વેપાર કરતો હોવાનું સામે આવ્યું હતું. નાઝિમના મૃત્યુના સમાચાર મળતાં પરિવારે ઘટના સ્થળે પહોંચી આક્રંદ કર્યું હતું અને નાઝીમને કોઈના સાથે દુશ્મની  ન હોવાનું જણાવ્યું હતું.જોકે પોલીસ તપાસમાં નજીકમાં રહેતા ગુલઝાર પઠાણ પર શંકા જતા તેની ધરપકડ કરવામા આવી અને પૂછતાછમાં તેણે 30 હજાર ઉધાર માંગતા અને નાઝીમએ ન આપતા તેની હત્યા કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ પોલીસને ગુલઝારની વાત ગળે ઉતરતી ન હતી કે કોઈ નાણાં ઉધાર ન આપે અને તે માટે કોઈ હત્યા કરે જેથી પોલીસે આકરી પૂછપરછ કરતા આખરે ગુલઝાર પડી ભાંગ્યો અને વટાણા વેરી દીધા હતા. તેણે કબુલ્યું કે જિશાન નામના યુવકને અગાઉ મૃતક નાઝીમના પત્ની સાથે અનૈતિક સબંધ હતા. જેની જાણ નાઝીમને થતા તેણે પત્નીને ધમકાવી હતી. જેથી પત્નીએ ભૂલ કબુલ કરી માફી માંગી હતી અને જિશાન સાથે સંબંધો તોડી દીધા હતા. બસ ત્યારથી જ જિશાને પરિણીત પ્રેમિકાને પામવા નાઝીમનો કાંટો કાઢવાનું વિચાર્યું અને દેવામાં ડૂબેલા ગુલઝારને તેનું દેવું ચૂકવી દેવા અને નવી રીક્ષા અપાવવાની લાલચ આપી હતી. કારણ કે જિશાન પણ રીક્ષા ચલાવતો હોવાથી ગુલઝારની પરિસ્થિતિથી વાકેફ હતો. બસ ગુલઝારે જિશાન પાસે સોપારી લીધી અને ક્રૂરતા પૂર્વક ચાકુના ઘા ઝીંકી નાઝીમનું ઢીમ ઢાળી દીધું હતું.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Embed widget