શોધખોળ કરો

Navsari : યુવતી પ્રેમી સાથે ઘરમાં માણી રહી હતી શરીર સુખ ને પતિ આવી ગયો, પ્રેમીને નગ્નાવસ્થામાં જ બાંધ્યો થાંભલે ને ........

વીડિયોમાં પત્નીને તેના પતિએ પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપીને પ્રેમીને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધી દીધો હતો. તેમજ પતિ પત્ની અને પ્રેમીને અપશબ્દો બોલી રહ્યો છે. 

નવસારીઃ જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પત્નીને તેના પતિએ પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપીને પ્રેમીને નગ્ન અવસ્થામાં થાંભલા સાથે બાંધી દીધો હતો. તેમજ પતિ પત્ની અને પ્રેમીને અપશબ્દો બોલી રહ્યો છે. 

પતિ રોજગારી માટે બહાર જતાં પત્નીએ પ્રેમીને ઘરે બોલાવ્યો હતો અને બંને ઘરમાં જ અંગત પળો માણી રહ્યા હતા. આ અંગે પતિને જાણ થઈ જતાં તેણે વોચ ગોઠવી હતી તેમજ પત્ની પ્રેમી સાથે રંગરેલિયા મનાવી રહી હતી ત્યારે જ રંગેહાથ બંનેને ઝડપી પાડ્યા હતા. આ પછી પ્રેમીને નિર્વસ્ત્ર હાલતમાં જ થાંભલા સાથે બાંદી દીધો હતો. 

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. જોકે, આ મુદ્દે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. આ વીડિયો એક અઠવાડિયા જૂનો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવમાં ગામના વડીલોએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે. 

Vadodara : હવસખોરે મહિલા સાથે બળાત્કાર કરી હત્યા કરી ને પછી લાશ સાથે માણ્યું ફરી શરીરસુખ, હવે.....

વડોદરાઃ કરજણના મેથી ગામમાં મહિલા સાથે દુષ્કર્મ કરી હત્યા કરવાના મામલે કરજણની સેશન્સ કોર્ટે આરોપી ભરમલ ઉર્ફે ચૌહાણ રમણ વસાવાને જીવનના અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. બાદમાં હત્યા કરી ડેડબોડી સાથે ફરીવાર દુષ્કર્મ આચર્યું હતું. 

મહિલા ગામની સીમમાં બકરા ચરાવવા માટે નીકળી હતી તે સમયે આરોપીએ દુષ્કર્મ ગુજાર્યો હતો. મહિલાનું મોઢું વજનદાર પથ્થરથી છૂંદી પણ નાખ્યું હતું. આરોપીએ જધન્ય અપરાધ કરી હેવાનિયતની હદ વટાવી હોવાનું કોર્ટે ટાંક્યું છે. 

આ અંગેની વિગતો એવી છે કે, ત્રણ વર્ષ પહેલા કરજણના મેથી ગામમાં 40 વર્ષીય મહિલાને ખેતરમાં બળજબરીપૂર્વક લઇ જઇ ગળે ટૂંપો દઇને બે વાર દુષ્કર્મ  ગુજાર્યો હતો. તેમજ આ પછી  મોંઢા પર મોટો પથ્થર મારી હત્યા કરનારા આરોપીને કોર્ટે આજીવન સખત કેદની સજા ફટકારી હતી.

40 વર્ષીય મહિલા ગામની સીમમાં બળિયાદેવના મંદિર પાસે ગોચર જમીનમાં બકરાં ચરાવવા ગઇ હતી. અહીં એકલતાનો લાભ ઉઠાવી ભારમલ ઉર્ફે ચૌહાણ રમણ વસાવા તેની પાસે પહોંચ્યો હતો. દુષ્કર્મ કરવાના ઇરાદે ઝપાઝપી કરી બળજબરી કરી ગળે ટૂંપો દઇને ઊંચકીને કપાસના ખેતરમાં લઇ ગયો હતો. 

અહીં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ ભારમલે મહિલાને ઊંચકીને બાજુના અન્ય ખેતરમાં લઇ જઇ તેની સાથે ફરી દુષ્કર્મ કરી મહિલાના મોંઢાના ભાગે મોટો પથ્થર મારીને હત્યા કરી હતી. આ પછી લાશને ઊંચકીને પાસેના ખેતરમાં લઇ જઇ ઝાડ નીચે સંતાડી દીધી હતી. આ બનાવમાં પોલીસે ભારમલની ધરપકડ કરી હતી. અદાલતી કાર્યવાહી બાદ અદાલતે ભારમલને તકસીરવાન ઠેરવીને આજીવન સખત કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget