શોધખોળ કરો

Navsari Crime: ભાઈની હત્યાનો બદલો લેવા 5 કરોડની સોપારી આપી, 8 મહિના બાદ પોલીસે ભેદ ઉકેલ્યો

નવસારીમાં  8 મહિના પહેલાં હત્યા કેસમાં સંડોવાયેલા એક યુવકની પણ હત્યા થઈ હતી. આખરે પોલીસે તેનો ભેદ ઉકેલી 6 આરોપીને દબોચી લીધા છે.  

નવસારી: નવસારીમાં  8 મહિના પહેલાં હત્યા કેસમાં સંડોવાયેલા એક યુવકની પણ હત્યા થઈ હતી. આખરે પોલીસે તેનો ભેદ ઉકેલી 6 આરોપીને દબોચી લીધા છે.  જો કે, મુખ્ય આરોપી  ફરાર છે. વર્ષ 2021માં નવસારીના બીલીમોરાના આતલિયા ગામના મહિલા સરપંચના પુત્ર નીમેશ પટેલની હત્યા કરી દેવાઈ હતી. પોલીસે 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો. 

જેલમાંથી ભૌતિક જામીન પર બહાર આવ્યો

નીમેશની હત્યામાં મુખ્ય રોલ  ભૌતિક પટેલનો હતો. જેલમાંથી ભૌતિક જ્યારે જામીન પર બહાર આવ્યો  તો મૃતક નીમેશના ભાઈ કલ્પેશે ભૌતિકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ભૌતિકને આસાનીથી મારી શકાય આ માટે 5 કરોડની સોપારી આપી તેના જ મિત્રોનો સહારો લેવાયો. 6 એપ્રિલ, 2023ના નવસારીના ગણદેવી ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા  એપાર્ટમેન્ટમાં પાર્ટી કરવાના બહાને ભૌતિકને બોલાવવામાં આવ્યો.આ સમયે ભૌતિકના જ મિત્ર હર્ષ ટંડેલે તલવારથી ભૌતિકની હત્યા કરી નાંખી. બાદમાં રેલવે ટ્રેક નજીક લાશ દાટી દીધી.  જો કે, 3 દિવસ બાદ પગનો ભાગ જમીનમાંથી બહાર આવી જતાં પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. આ તરફ ભૌતિકની માતાની અરજી પર પોલીસ તેને શોધી રહી હતી. 

આ દરમિયાન પોલીસે તેના મિત્ર હર્ષ ટંડેલની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો અને આખી વાત કહી દીધી. જો કે, 5 કરોડની સોપારી આપનાર મુખ્ય આરોપી કલ્પેશ પટેલ હજુ ફરાર છે.

પોલીસે કુલ 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો

નવસારી જિલ્લાના બીલીમોરા પાસેના આતલીયા ગામના મહિલા સરપંચના પુત્ર નિમેશ પટેલની આંતરિક અદાવતમાં તીસરી ગલીમાં બોલાવી ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. હત્યામાં બીલીમોરા પોલીસે કુલ 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો. જે પૈકી એક હતો ભૌતિક પટેલ ઉર્ફે ભાવું. જેનો હત્યામાં મુખ્ય રોલ હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. આરોપીઓની કસ્ટડી પૂર્ણ થતા જેલ મોકલવામાં આવ્યા હતા. થોડા સમય જેલવાસ ભોગવ્યા બાદ આરોપીઓ જામીન પર મુક્ત થયા હતા. જેમાં ભૌતિક પટેલ પણ જામીન પર મુક્ત થયો હતો.

મૃતક નિમેષ પટેલનો ભાઈ કલ્પેશ પટેલ બદલો લેવા માંગતો હતો. ભાઈની હત્યાનો બદલો લેવા માટે તેણે પ્લાન બનાવ્યો હતો.  5 કરોડ રૂપિયાની સોપારી આપી ભૌતિકને ઠેકાણે પાડવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. ભૌતિકને સરળતાથી મારી શકાય તે માટે તેના જ મિત્રોનો સહારો લેવામાં આવ્યો હતો. મિત્રોની મદદથી તારીખ 6 એપ્રિલ 2023ના રોજ તેને ગણદેવી ચાર રસ્તા પાસે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં પાર્ટી કરવાના બહાને બોલાવ્યો હતો. જેમાં આરોપી હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ દ્વારા ભૌતિક ઉપર ચપ્પુ અને તલવાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. 

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget