શોધખોળ કરો

CRIME NEWS: ગુજરાતમાં ગળા પર કટર ફેરવીને 15 દિવસમાં બીજી હત્યા, આ ઘટનાનું કારણ જાણીને ચોંકી જશો

CRIME NEWS: બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં જાહેરમાં એક આધેડની હત્યા કરવામાં આવી છે. યુવકે આધેડની નજીવી બાબતે હત્યા કરી નાખતા ચકચાર મચી છે.

CRIME NEWS: બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં જાહેરમાં એક આધેડની હત્યા કરવામાં આવી છે. યુવકે આધેડની નજીવી બાબતે હત્યા કરી નાખતા ચકચાર મચી છે. રુદ્ર દિનેશ બારીયા નામના યુવકે ભીખાભાઈ ચુનારા નામના આધેડની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.  આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આરોપી રુદ્ર બારીયાએ મોઢામાં સિગારેટ રાખી ભીખાભાઈ ચુનારા પાસે 20 રૂપિયા ઉછીના માંગ્યા હતા. ત્યાર બાદ ભીખાભાઈએ આરોપી રુદ્રના મોઢામાંથી સિગારેટ ખેચી ફેંકી દેતા આરોપી ગુસ્સે ભરાયો હતો અને ગુસ્સાના આવેશમાં આવી હાથમાં રાખેલ કટર વડે ભીખાભાઈનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધા હતા.  ત્યાર બાદ આરોપી કટર સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સચિનમાં યુવતી પર સરાજાહેર ગળા પર કટર ફેરવી દેતા ચકચાર

સુરતમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. યુવતી પર સરાજાહેર ગળા પર કટાર ફેરવી દેવામાં આવ્યું હતું. જેના કારણે તેને ગળાના ભાગે 8 ટાંક આવ્યા હતા.

શું છે મામલો

સુરતમાં રહેતી એક યુવતીના ગળા પર પૂર્વ પ્રેમીએ કટર ફેરવી દીધું હતું. નોકરીએ જઈ રહેલી પ્રેમિકા પર પૂર્વ પ્રેમીએ હુમલો કર્યો હતો. પ્રેમી યુવતી સાથે કાયમ રોકટોક કરતા યુવતીએ સંબધ તોડ્યો હતો. પ્રેમી યુવતીને પ્રેમસંબધ રાખવા દબાણ કરતો હતો. પ્રેમીએ પોતાની સાથે જવા દબાણ કરતા પ્રેમિકાએ ઇન્કાર કરતા તેના ગળા પર કટર ફેરવ્યું હતું. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સચિન પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી રામસિંગ નામના આરોપીની ઘરપકડ કરી હતી.

CRIME NEWS: ગુજરાતમાં ગળા પર કટર ફેરવીને 15 દિવસમાં બીજી હત્યા, આ ઘટનાનું કારણ જાણીને ચોંકી જશો

અમદાવાદના મણિનગરમાં હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળતા ખળભળાટ

અમદાવાદના મણિનગરમાં હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, ભુલાભાઈ પાર્ક પાસે હોસ્પિટલમાંથી સૌથી પહેલા 30 વર્ષીય પરિણીતાની લાશ ઓપરેશન થિયેટરના કબાટમાંથી મળી આવી હતી. ત્યાર બાદ બેડ નીચેથી માતાની લાશ મળી આવતા ખળભળાટ મચી ગઇ હતી. તપાસમા જાણવા મળ્યું છે કે માતા અને દીકરી સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. દીકરીની લાશ મળ્યા બાદ તેમની સાથે માતા ક્યાં ગયા તેની પોલીસે તપાસ કરતા માતાની પણ લાશ હોસ્પિટલમાંથી મળી આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ભારતી વાળા અને તેમની માતા ચંપા બેન હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. પોલીસે હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવકની અટકાયત કરી છે. કેમ કે આ વ્યક્તિ મૃતકનો પરિચીત હતો.  પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતા ભારતી વાળાને ડ્રગ્સનો ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારાઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાગડપીઠ પોલીસે દીકરી અને માતાની હત્યાની આશંકાના પગલે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતીની લગ્ન છ વર્ષ અગાઉ થયા હતા. યુવતી તેના પિયરમાં રહેતી હતી. યુવતી કાનની સારવાર માટે આવતી હતી. પોલીસે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી રહેલા અને યુવતીના પરિચિત મનસુખ નામના શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
સાબરકાંઠા સાયબર ક્રાઇમની મોટી સફળતા, જાગૃત બેંક કર્મચારીની સતર્કતાએ વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનતા અટકાવ્યા
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું

વિડિઓઝ

Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget