શોધખોળ કરો

Porbandar : ઉત્તરાયણની રાત્રે ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ,જાણો સંપૂર્ણ વિગત

પોરબદરમાં મકરસંક્રાંતિના રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. બે જુથ વચ્ચે થયેલી મારીમારીમાં ફાયરીગ કરવામાં આવ્યું હતું. તેમજ તલવાર જેવા તિક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હતો.

પોરબંદરઃ પોરબદરમાં મકરસંક્રાંતિના રાત્રે ડબલ મર્ડરની ઘટના બની હતી. બે જુથ વચ્ચે થયેલી મારીમારીમાં ફાયરીગ કરવામાં આવ્યું હતું. તેમજ તલવાર જેવા તિક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હતો. આ મારામારીમાં એક જૂથના બે યુવાનોની હત્યા થઈ હતી. જ્યારે 2 યુવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પોરબદરમાં મકરસંક્રાંતિની રાત્રે વિરભનુંની ખાભી નજીક બે કાર અથડાઈ હતી, જેમાં એક જૂથના અંદાજે 5 થઈ 7 શખ્સોએ બંદૂકમાંથી અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું તેમજ તલવાર જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફાયનાન્સના વ્યવસાય સાથે જોડાયેલા વનરાજ કેશવાલા અને તેના મિત્ર પ્રકાશ જૂગીને ગંભીર ઈજા પહોંચી હતી. 

જ્યારે રાજ કેશવાલા અને કલ્પેશ ભૂતિયાં નામના બે યુવાનોની હત્યા થઈ હતી. એક જૂથના 4 પૈકી બેની હત્યા અને બે લોકો ઘાયલ થયા હતા. તેમની હાલત ગંભીર જણાતાં તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવવામાં અંધાધૂંધ થયેલા ફાયરીંગમાં ગોળી વાગવાથી એક યુવાન નું મોત થયું હતું, જ્યારે ગોળી વાગવાથી બે યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. એક યુવાનને તિક્ષ્ણ હથિયાર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. 

આ ઘટનાને પગલે પોલીસ તુરત જ દોડી ગઈ હતી. હુમલો કરનાર 3 શખ્સોને ઝડપી લીધા હતા. અન્યની શોધખોળ શરૂ કરી હતી. આ બનાવને પગલે એસપી સહિતનો કફાલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. હત્યા વાહન અથડાવાથી થઈ છે કે અન્ય કોઈ કારણોસર તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરઃ પોરબંદરના ગોરસર ગામે હત્યાનો બનાવ બન્યો છે. ઉત્તરાયણની પૂર્વ રાત્રીએ હત્યાની ઘટના બનતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી ગઈ છે. હત્યા બીજા કોઈ નહીં, પરંતુ ખૂદ ભત્રીજાએ કાકાની હત્યા કરી છે. ખાટલાનો પાયો મારી હત્યા નીપજાવી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીને ઝડપી લીધો હતો. 

કાકા અને ભત્રીજા વચ્ચે કૂતરું ભગાડવાને લઈને માથાકૂટ થઈ હતી. આ વાતનું મનદુઃખ રાખી ભત્રીજાએ કાકાની હત્યા કરી નાંખી હતી. હાલ, તો પોલીસે હત્યા ભત્રીજાને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget