Rajkot: વિશ્વવિખ્યાત ધાર્મિક સંસ્થાના સેવકને FB ફ્રેન્ડે શરીર સંબંધ બાંધવા બોલાવ્યો, બંનેએ સજાતિય સંબંધો બાંધી માણ્યું શરીર સુખ ને.........
સેવકે શરીર સંબંધ બાંધ્યો રે તેનો વીડીયો સ્પાય કેમેરાથી ઉતારી લેવાયો હતો. એ પછી સેવક સાથે શરીર સંબંધ બાંધનારા યુવકે સેવકને આ વીડીયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગી હતી.
રાજકોટ : રાજકોટની એક ધાર્મિક સંસ્થાનાં રસોડામાં કામ કરતા સેવકને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ બનેલા યુવક સાથે શરીર સંબંધ બાંધીને શરીર સુખ માણ્યું હતું. સેવકે શરીર સંબંધ બાંધ્યો રે તેનો વીડીયો સ્પાય કેમેરાથી ઉતારી લેવાયો હતો. એ પછી સેવક સાથે શરીર સંબંધ બાંધનારા યુવકે સેવકને આ વીડીયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગી હતી.
યુવક અને તેની ટોળકીએ પહેલાં રૂપિયા 4 કરોડની ખંડણી માંગી હતી. આ માટે બન્ને પક્ષ વચ્ચે હોટલમાં મીટીંગ પણ થઈ હતી. મંદિરનાં સેવકે ખંડણી આપવા અક્ષમતા બતાવતાં ખંડણી માંગનાર ટોળકીએ મારઝૂડ કરીને ગાળો આપી હતી. એ પછી ધાકધમકી આપી રૂપિયા 10,000 પડાવી લીધા હતાં. આ કિસ્સામાં આખરે ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાતા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય સુત્રધાર ગણાવાતો આરોપી ભોપાલ હોવાથી તેને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ કાલાવડ રોડ પર આવેલી અને વિશ્વવિખ્યાત ધાર્મિક સંસ્થાનાં રસોડામાં કામ કરતા સેવક સાથે ચારથી પાંચ માસ પહેલાં એક યુવકે સોશિયલ મીડિયા મારફતે દોસ્તી કેળવી હતી. મિત્રતા ગાઢ બનતાં યુવકે મંદિરનાં સેવકને તેની સાથે શરીર સંબંધ બાંધવા બોલાવ્યો હતો. બંનેએ શરીર સંબંધ બાંધ્યો ત્યારે તેનો વીડીયો સ્પાય કેમેરાથી ઉતારી લેવાયો હતો.
મંદિરનાં સેવકને આ વીડીયો વાયરલ કરવાની ધમકી આપી ગે શખ્સ અને તેની ટોળકીએ રૂપિયા 1.35 કરોડની ખંડણી માંગી હતી. આ માંટે બન્ને પક્ષો વચ્ચે હોટલમાં મીટીંગ થઈ હતી. જેમાં મંદિરનાં મારામારી થતાં આ મામલે પોલીસમાં અરજી થઈ હતી. બાદમાં બન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. સમાધાન થયાના થોડા સમય પછી ફરીથી મંદિરનાં સેવક પાસે રૂપિયા 4 કરોડની ખંડણી માંગી વિડીયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કરાયું હતું. આ બ્લેકમેઈલિંગમાંથી બચવાનો કોઈ માર્ગ નહી દેખાતાં સેવકે ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળી મદદ માંગી હતી.
આ કેસની ક્રાઈમ બ્રાંચે તપાસ કરતાં ચીમન ઉર્ફે મુન્નો પાલજી ગોહીલ (ઉ.વ. 52, રહે, રાજપરા, ખોડીયાર, તા. સીહોર, જિ. ભાવનગર), મનોજ ઉર્ફે અભય વિનોદ રાઠોડ (રહે, આંબેડકર ચોક, વરતેજ ગામ, જિ. ભાવનગર) અને ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગંભીરસિંહ ગોહીલ (રહે, આશાપુરા સોસાયટી-9, ગોંડલ) ઝડપાઈ ગયા છે.