શોધખોળ કરો
Advertisement
રાજકોટઃ યુવતીએ ધનિક પુરૂષને કેવી રીતે ફસાવ્યા હનીટ્રેપમાં? વાડીના મકાનમાં લઈ જઈ ને કાઢ્યાં કપડાં ને...
બંને વચ્ચે ફોન પર વાત થઈ હતી. આ પછી રણજીતની પત્ની મીરાએ મગનભાઈને ફોન કરી ભેંસ જોવા માટે બોલાવ્યા હતા અને તેમના વિશે બધી માહિતી મેળવી લીધી હતી.
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ફરી એકવાર હનીટ્રેપની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ભેંસની ખરીદી કરવા માટે ગયેલા પુરુષને વાડીના એક મકાનમાં લઈ જઈને નગ્ન કરી વીડિયો ઉતારી લીધો હતો અને માર મારી બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. તેમજ કેસ ન કરવા માટે 10 લાખ રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, આ પુરુષે હા કહેતા સ્ટેમ્પ પેપર પર તેના અંગુઠાના નિશાન લઈ લીધા હતા. આ અંગે પુરુષે પોલીસ ફરિયાદ કરતાં દંપતીની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, મગનભાઈ ધનાભાઈ રાંક (ઉં.વ.55) વતન સેમડા(ગોંડલ)માં રહી ખેતીકામ કરે છે. જ્યારે તેમના બે પુત્રો રાજકોટ રહે છે અને બાંધકામનો વ્યવસાય કરે છે. મગનભાઈને ભેંસ ખરીદવાની હોવાથી તેમણે ગામના રાજુ ભરવાડને વાત કરી હતી. જોકે, તેમની પાસે ભેંસ ન હોવાથી તેમને રાજકોટ-કોઠારીયારોડ પર રહેતા સેમડા ગામના રણજીત ચના ગુજરાતી (ઉ.વ. 40 )નો સંપર્ક કરાવ્યો હતો. તેમનો સંપર્ક કરતાં તેણે મગનભાઈને બે-ત્રણ સારી ભેંસ હોવાનું જણાવ્યું હતું. આ અંગે બંને વચ્ચે ફોન પર વાત થઈ હતી. આ પછી રણજીતની પત્ની મીરાએ મગનભાઈને ફોન કરી ભેંસ જોવા માટે બોલાવ્યા હતા અને તેમના વિશે બધી માહિતી મેળવી લીધી હતી.
બે દિવસ પહેલા મગનભાઈને મીરાએ ભેંસ જોવા આવવાનો ફોન કર્યો હતો. આથી તેઓ બાઇક લઈને કોઠારીયા પહોંચ્યા હતા. અહીં મીરાને ફોન કરતાં તે લેવા માટે આવી હતી અને નજીકમાં વાડીના મકાનમાં લઈ ગઈ હતી. જ્યાં થોડીવારમાં જ ત્રણ લોકો ધસી આવ્યા હતા અને મગનભાઈને દોરડાથી બાંધી માર માર્યો હતો. તેમજ બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાનું જણાવી નગ્ન કરીને વીડિયો ઉતારી લીધો હતો. તેમજ આમાંથી છૂટવું હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે, તેમ જણાવ્યું હતું. આથી ડરી ગયેલા મગનભાઈએ હા પાડી દીધી હતી અને પુત્રો સાથે પણ વાત કરાવી હતી. આથી મીરા સ્ટેમ્પ પેપર લાવી હતી અને દસ લાખ રૂપિયા આપવાના છે, એવા લખાણ પર અંગુઠાના નિશાન લઈ લીધા હતા.
આ પછી ઘરે આવેલા મગનભાઈએ પરિવારના સભ્યોને વાત કરી હતી. આ પછી તેમણે આજીડેમ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપમાં ફસાવી માર મારી દસ લાખ રૂપિયા પડાવવાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનામાં દંપતી રણજીત અને મીરાની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement