શોધખોળ કરો

ચર્ચના ફાધર નન સાથે માણી રહ્યા હતા શરીર સુખને કોન્વેન્ટની વિદ્યાર્થીની તેમને જોઈ ગઈ, જાણો પછી શું થયું ?

ફાધર કોટ્ટુરે અભયાને જોઈ લીધી હતી. અભયા પોતાનો ભાંડો ફોડી દેશે એ ડરે સિસ્ટર સેફી, ફાધર પુથુરાકલ્લી અને ફાધર કોટ્ટુરે અભયાની કુહાડીથી હત્યા કરી દીધી હતી. આ કેસમાં કોર્ટે ફાધર થોમસ કોટ્ટુર અને સિસ્ટર સેફીને દોષિત ઠેરવીને તેમને હત્યાના કેસમા દોષિત ઠેરવ્યા છે.

થિરૂવનંતપુરમઃ કેરળના કોટ્ટાયમના સેન્ટ પાયસ કોન્વેન્ટના બે પાદરી ફાધર થોમસ કોટ્ટુર અને ફાધર જોસેલ પુથીરાકલ્લીને ચર્ચમાં નન સિસ્ટર સેફી સાથે શારિરિક સંબંધો બંધાયા હતા. કોન્વેન્ટમાં ભણતી અને ચર્ચમાં સેવા આપતી 21 વર્ષની સિસ્ટર અભયા એક રાત્રે ફાધર થોમસ કોટ્ટુર અને પુથુરાકલ્લીને સિસ્ટર સેફી સાથે પાસેના રૂમમાં શરીર સુખ માણતાં જોઈ ગઈ હતી. ફાધર કોટ્ટુરે અભયાને જોઈ લીધી હતી. અભયા પોતાનો ભાંડો ફોડી દેશે એ ડરે સિસ્ટર સેફી, ફાધર પુથુરાકલ્લી અને ફાધર કોટ્ટુરે અભયાની કુહાડીથી હત્યા કરી દીધી હતી. આ કેસમાં કોર્ટે ફાધર થોમસ કોટ્ટુર અને સિસ્ટર સેફીને દોષિત ઠેરવીને તેમને હત્યાના કેસમા દોષિત ઠેરવ્યા છે.  આ કેસમાં સિસ્ટર સેફી સાથે સંબંધો ધરાવતા ત્રીજા આરોપી ફાધર પુથુરાકલ્લીને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા છે. અભયાના રહસ્યમય મોતના 28 વર્ષ પછી સીબીઆઇની ખાસ કોર્ટે હત્યામાં પાદરી અને નને દોષિત ઠેરવ્યા છે. સ્પેશિયલ સીબીઆઇ જજ કે.સનલ કુમારે ચૂકાદો આપતાં કહ્યું કે બંને સામે હત્યાના આરોપો તથાવત રહેશે. કોર્ટે કહ્યું હતું કે કેથોલિક ચર્ચની સિસ્ટરની હત્યા બદલ ફાધર થોમસ કોટ્ટુર અને સિસ્ટર સેફી આઇપીસીની કલમ 302 હેઠળ દોષિત ઠર્યા છે. હાલ જામીન પર મુક્ત બંને આરોપીને કોવિડ-19ની તપાસ કર્યા પછી જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ફાધર કોટ્ટુરને પુજાપુરા સેન્ટ્રલ જેલમાં જ્યારે સિસ્ટર સેફીને  અટ્ટાકુલાંગરાની મહિલા જેલમાં લઇ જવામાં આવ્યા હતા. કોટ્ટાયમની બીસીએમ કોલેજની બીજા વર્ષની વિદ્યાર્થીની અભયા એ વખતે કોન્વેન્ટમાં ભણતી હતી. અભયાની લાશ 27 માર્ચ,1992ના રોજ સેન્ટ પાયસ કોન્વેન્ટના કુવામાંથી મળી હતી. આ કેસમાં સ્થાનિક પોલીસ અને રાજ્ય ક્રાઇમ શાખાએ ઠેરવ્યું હતું કે અભયાએ આત્મહત્યા કરી હતી. ભારે ઉહાપોહ થતાં સીબીઆઇને તપાસ સોંપાઈ પછી સીબીઆઈએ  સીબીઆઇએ શોધી કાઢ્યું હતું કે કોટ્ટુર અને પુથુરાકલ્લીના સેફી સાથે અનૈતિક શારીરિક સબંધ હતા. અભયા ત્રણેને શારીરિક સુખ માણતાં જોઇ જતાં ત્રણે ભેગા નથી કુહાડી મારી તેની હત્યા કરી દીધી હતી. 2008માં આરોપીની ધરપકડ કરાઇ હતી અને એક વર્ષ પછી કેરળ હાઇકોર્ટે તેમને જામીન પર છોડયા હતા.

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget