શોધખોળ કરો

Surat : બિલ્ડિંગના ત્રીજા માળેથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મોત, જાણો વિગત

સુરતમાં દીકરાની સૂતકપૂજા પૂર્વે જ પિતાનું રહસ્યમય રીતે ત્રીજા માળે ધાબા પરથી નીચે પટકાતા મોત નીપજ્યું છે. પાંડેસરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ આરંભી છે. 

સુરત: શહેરમાં બિલ્ડિંગના ત્રીજા માળેથી રહસ્યમય રીતે નીચે પટકાતા 33 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. લક્ષ્મણ સિંહનું નીચે પટકાતા મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. રાત્રે 12:30 વાગ્યે મૃતક નિંદ્રાવસ્થામાં હતો અને ત્યારબાદ શું થયું એ કોઈને ખબર નથી. સુરતમાં દીકરાની સૂતકપૂજા પૂર્વે જ પિતાનું રહસ્યમય રીતે ત્રીજા માળે ધાબા પરથી નીચે પટકાતા મોત નીપજ્યું છે. પાંડેસરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ આરંભી છે. 

દીકરીના જન્મ દિવસે જ પાટીદાર યુવકની અમેરિકામાં હત્યા થઈ જતાં પરિવારમાં માતમ

ન્યૂયોર્ક : નડિયાદના વતની અને વર્ષોથી અમેરિકા રહેતા 45 વર્ષિય ગુજરાતી બિઝનેસમેન અમિત પટેલની સોમવારે અમેરિકામાં હત્યા કરાતાં  પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોલંબસમાં રહેતા અમિતભાઈ બેંકમાં પૈસા ડિપોઝીટ કરાવવા ગયા ત્યારે તેમને ગોળી મારી દેવાઈ હોવાનું જ્યોર્જિયાની મસ્કોજી કાઉન્ટિના કોરોનર્સ ઓફિસરે જણાવ્યું છે. નડિયાદના દેસાઇવગામાં આવેલી સાત માળની હવેલી ધરાવતા અમિત પટેલ કોલંબસમાં ગેસ સ્ટેશન ધરાવતા હતા. તેમાન પરિવારમાં પત્નિ અને 3 વર્ષની દિકરી છે. તેમની દીકરીનો 3 ડીસેમ્બર ને સોમવારના રોજ ત બર્થડે હતો.

અમિતભાઈ સવારના અરસામાં પૈસા જમા કરાવવા કોલંબસના બુએના વિસ્ટા રોડ પર આવેલ સિનોવસ બેંકમાં ગયા હતા. અમિતભાઈ બેંકની બહાર કોઇ કામે રોકાયા હતા ને પછી બેંકમાં જતા હતા ત્યારે બેંકના પ્રવેશદ્વારે એક અજાણ્યા શખ્શે તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી છે. અજાણ્યો શખ્સ ગોળી મારી  પૈસા લઇ ફરાર થઇ ગયો હતો. નડિયાદમાં રહેતાં અમિત પટેલનાં સગાં સંબંધીઓને આ સમાચાર મળતાં જ સમગ્ર પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. અમિત પટેલ કોલંબસના બુએના વિસ્ટા રોડ પર સેવરોન કંપનીનું ગેસ સ્ટેશન ભાગીદારીમાં ચલાવતા હતા.

અમિત પટેલના ભાગીદાર વીની પટેલના જણાવ્યા અનુસાર  સપ્તાહના અંતે અમિતભાઈ રોકડ અને રસીદો જમા કરાવવાના કામે   બેંકમાં ગયા હતા. એ વખતે જ બેંકની બહાર કોઇએ તેમને ગોળી મારી હત્યા કરી હતી અને પૈસા લઇ ભાગી ગયો હતો. પોલીસનું માનવું છે કે, અમિતને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. પોલીસનું માનવું છે કે, આ વ્યક્તિ અમિતનો પીછો કરતી હતી.  તેને અમિત પાસે પૈસા હોવાની જાણ હતી. આ વ્યક્તિએ જ હત્યા કરી હોવાની શક્યતા છે. અમિતભાઇને સવારે 10.09 કલાકે જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા એમ મસ્કોજી કાઉન્ટિની ડેપ્યુટી કોરોનર ચાર્લ્સ ન્યૂટને કહ્યું હતું. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget