શોધખોળ કરો

સુરતઃ લેડી PSI અમિતાના આપઘાત કેસમાં કોની સામે નોંધાઈ ફરિયાદ ? કોન્સ્ટેબલ પતિના કોની સાથે શારીરિક સંબંધો હોવાનો આક્ષેપ ?

અમિતા જોષીએ દીકરાની સંભાળ રાખવા રાખેલી વિધવા યુવતી સાથે પતિ વૈભવને શરીર સુખ માણતાં રંગે હાથ ઝડપીને તેનું રેકોર્ડિંગ પણ કર્યું હતું.

સુરતઃ સુરતમાં લેડી પીએસઆઈ યુવતીના આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અમિતા બી. જોષીએ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કરી લીધો એ કેસમાં અમિતા જોષીના પતિ વૈભવના અન્ય યુવતીઓ સાથેના શારીરિક સંબંધો પણ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. અમિતા જોષીએ દીકરાની સંભાળ રાખવા રાખેલી વિધવા યુવતી સાથે પતિ વૈભવને શરીર સુખ માણતાં રંગે હાથ ઝડપીને તેનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. અમિતા જોષીના પિતા નિવૃત એએસઆઇ બાબુભાઇ શાંતીલાલ જોષી (હાલ રહે. રામકૃષ્ણ સોસાયટી, બાપુનગર, અમદાવાદ અને મૂળ વેકરીયાપરા, નર્મદેશ્વર સોસાયટી, તા. ધારી, જિ. અમરેલી)એ અમિતાના પતિ વૈભવ જીતેશ ઉર્ફે જીતુ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસ, સસરા જીતેશ ઉર્ફે જીતેન્દ્ર વ્યાસ, સાસુ હર્ષાબેન જીતેશ વ્યાસ (ત્રણેય હાલ રહે. ફ્લેટ નં. 103, સી બિલ્ડીંગ, ફાલસાવાડી પોલીસ લાઇન, રીંગરોડ અને મૂળ કાંચના મંદિર પાસે, ભાવનગર-તળાજા રોડ) અને નણંદ મનિષા હરદેવ ભટ્ટ (રહે. ગારીયાધાર, ભાવનગર) તથા અંકિતા ધવન મહેતા (રહે. ભાવનગર) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. તેમણે ફરીયાદમાં જણાવ્યું છે કે પુત્રી અમિતા કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં જોડાઈ હતી અને 2013માં પરીક્ષા પાસ કરી સબ ઇન્સ્પેકટરની ટ્રેનીંગ લઇ જામનગરમાં પાંચ વર્ષ ફરજ બજાવ્યા બાદ 2018માં સુરત બદલી થઇ હતી. સુરત બદલી થઇ ત્યાર બાદ તેના અમરેલીના ધારી પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અમિતાના પતિ વૈભવે પણ સુરત બદલી કરાવી હતી. ત્યાર બાદ વૈભવની સાથે તેના સાસુ-સસરા પણ સુરત ફાલસાવાડી ખાતે રહેવા આવ્યા હતા. અમિતાના પતિ વૈભવને અનૈતિક સબંધો હતો. તેમના 4 વર્ષના પુત્ર જયમીનની દેખભાળ માટે પુણાની વિધવા યુવતીને રાખી હતી. તેની સાથે પણ વૈભવના શારીરિક સબંધ હતા. અમિતાએ તેને રંગેહાથ ઝડપી પાડયો હતો અને તેનું રેકોડીંગ પણ અમિતા પાસે હતું. અમિતાએ પોતાની આવકમાંથી ફ્લેટ ખરીદયો હતો અને બ્રેઝા કાર લીધી હતી. ફ્લેટ અને કાર અમિતાએ પોતાના નામે જ કેમ લીધી અને વૈભવના નામે કેમ નહીં એમ કહી સાસુ-સસરા અને નણંદ મનિષા અને અંકિતા ત્રાસ ગુજારતા હતા. અમિતાનો આખો પગાર પણ ઘરમાં આપી દેવાની માંગણી કરી ત્રાસ ગુજારતા હતા. પતિ વૈભવ અને સાસરીયાના ત્રાસથી કંટાળી અમિતાએ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ પિતાએ કર્યો છે.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
Embed widget