શોધખોળ કરો

વલસાડના ઉમરગામમાં 69 વર્ષીય વૃદ્ધને 'ડિજિટલ અરેસ્ટ' કરી સાયબર ગઠિયાઓએ 1.11 કરોડ પડાવ્યા

નકલી CBI અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બની ડરાવ્યા, પોલીસે સુરતથી 4 આરોપીઓને ઝડપી લીધા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વલસાડના વૃદ્ધને CBI અધિકારી બની ઠગ્યા, 1 કરોડથી વધુ પડાવ્યા.
  • નકલી સુપ્રીમ કોર્ટનો ઓર્ડર બતાવી 'ડિજિટલ અરેસ્ટ'ની ધમકી આપી.
  • સુરતથી 4 આરોપીઓની ધરપકડ, 20 લાખથી વધુ રકમ જપ્ત.
  • સાયબર ક્રાઈમ પોલીસે જાગૃત રહેવા અને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી.

Valsad digital arrest scam: આજના ડિજિટલ યુગમાં જો તમને કોઈ અજાણ્યો ફોન આવે અને સામેવાળો વ્યક્તિ પોતાને CBI કે પોલીસ અધિકારી ગણાવીને તમને ડરાવે, તો સાવધાન થઈ જજો! વલસાડના ઉમરગામમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 69 વર્ષીય સિનિયર સિટિઝનને સાયબર ઠગોએ 'ડિજિટલ અરેસ્ટ' કરી લીધા હતા. ખોટા મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાનો ડર બતાવીને આ ગઠિયાઓએ વૃદ્ધ પાસેથી 1 કરોડ 11 લાખ રૂપિયા પડાવી લીધા છે. જોકે, ફરિયાદ મળતાં જ પોલીસે ગણતરીના દિવસોમાં આ આંતરરાજ્ય ગેંગના 4 સાગરીતોને ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે.

નકલી સુપ્રીમ કોર્ટનો ઓર્ડર બતાવીને પડાવ્યા પૈસા

ઉમરગામમાં રહેતા 69 વર્ષીય આલોક કુમાર મૈતી પર અજાણ્યા ઈસમોએ ફોન કર્યો હતો. આ ઠગોએ પોતાની ઓળખ TRAI, CBI અને ક્રાઇમ બ્રાન્ચના મોટા અધિકારી તરીકે આપી હતી. તેમણે આલોક કુમારને ડરાવતા આરોપ લગાવ્યો કે, 'નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસ'માં તમારું ઓળખપત્ર (ID Proof) અને બેંક એકાઉન્ટ સંડોવાયેલા છે. ડરનો માહોલ ઊભો કરવા માટે તેમણે વીડિયો કોલ દ્વારા વૃદ્ધને 'ડિજિટલ કસ્ટડી'માં રાખ્યા અને સુપ્રીમ કોર્ટના નકલી ઓર્ડર પણ બતાવ્યા. આ રીતે ડરાવી ધમકાવીને તેમણે વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે કુલ 1,11,11,111 રૂપિયા પડાવી લીધા.

સુરતથી 4 આરોપીઓની થઈ ધરપકડ

પોતાની સાથે થયેલી આટલી મોટી છેતરપિંડીની જાણ થતાં જ આલોક કુમારે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક ટેકનિકલ એનાલિસિસ શરૂ કર્યું, જેમાં ખબર પડી કે આ કરોડો રૂપિયા સુરત અને દેશના અન્ય રાજ્યોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયા છે. વલસાડ પોલીસે સુરતના કતારગામ વિસ્તારમાં દરોડા પાડીને 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં મુકેશ અનંતભાઈ પોળેકર (જે નાણાં ઉપાડીને કમિશન લેતો હતો) અને નિર્મળ નીતિનભાઈ સોલંકી (જે બેંક કીટ અને નાણાં દુબઈ મોકલવાનું કામ કરતો હતો) નો સમાવેશ થાય છે.

20 લાખ રૂપિયા પરત અપાવવાની કાર્યવાહી શરૂ

પોલીસે સતર્કતા દાખવીને ફ્રોડમાં ગયેલી રકમમાંથી 20,94,991 રૂપિયા બેંકમાં જ હોલ્ડ કરાવી દીધા છે અને તે રકમ ફરિયાદીને પરત અપાવવાની કાર્યવાહી ચાલી રહી છે. સાયબર ક્રાઈમ પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે કે, ફોન પર કોઈ પોલીસ કે અધિકારી બનીને ડરાવે તો ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. કાયદામાં આવી કોઈ જ 'ડિજિટલ અરેસ્ટ'ની જોગવાઈ હોતી નથી, તેથી તરત જ તમારી નજીકની પોલીસનો સંપર્ક કરો અને લૂંટાતા બચો.

Frequently Asked Questions

ડિજિટલ અરેસ્ટ કૌભાંડ શું છે?

ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં ઠગ પોતાને પોલીસ અધિકારી જણાવીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે. તેઓ વીડિયો કોલ દ્વારા ડરાવીને પૈસા પડાવી લે છે.

આ કૌભાંડમાં કેટલા પૈસા પડાવવામાં આવ્યા?

વલસાડના એક વૃદ્ધ પાસેથી ડિજિટલ અરેસ્ટ કૌભાંડ દ્વારા કુલ 1 કરોડ 11 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

પોલીસે આ કૌભાંડમાં શું કાર્યવાહી કરી?

ફરિયાદ મળ્યા બાદ પોલીસે ટેકનિકલ એનાલિસિસ દ્વારા સુરતથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. 20 લાખ રૂપિયા પણ પરત અપાવવાની કાર્યવાહી શરૂ કરી છે.

આવી છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય?

જો કોઈ ફોન પર પોલીસ કે અધિકારી બનીને ડરાવે તો ગભરાશો નહીં. કાયદામાં ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ જોગવાઈ નથી, તેથી તરત જ નજીકના પોલીસનો સંપર્ક કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
દુષ્કર્મ કેસમાં તરૂણ તેજપાલ દોષિત જાહેર, બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો નિર્ણય બદલ્યો
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget