શોધખોળ કરો
Advertisement
વલસાડઃ યુવક 2500 રૂપિયા ખર્ચીને સ્પામાં ગયો, સિક્કીમની યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ને અચાનક...
ગઈ કાલે બુધવારે સાઇલીલા મોલમાં ધ લકઝરી એન્ડ એસ્કેપ સ્પામાં સેક્સરેકેટ ચાલતું હોવાની બાતમી એલસીબીને મળતા એસપી ડો.રાજદિપસિંહ ઝાલાની સૂચના હેઠળ એલસીબીની ટીમે સ્પા પર દરોડો પાડતા એક ગ્રાહક સિક્કિમની યુવતી સાથે મજા કરતા ઝડતા ઝડપાઇ ગયો હતો. સ્પામાંથી સિક્કિમની 2 અને મુંબઇની 2 લલના મળી આવી હતી.
વલસાડઃ અબ્રામા રોડ પર આવેલા સાઇલીલા મોલમાં લકઝરી એસ્કેપ સ્પા એન્ડ વેલનેસ સેન્ટરમાં સ્પાના નામે ચાલી રહેલા હાઈપ્રોફાઇલ સેક્સરેકેટનો પર્દાફાશ થયો છે. એલસીબીએ ડમી ગ્રાહક મોકલીને રેડ પાડતા યુવતી ગ્રાહક સાથે રંગેહાથ ઝડપાઇ ગઈ હતી. પોલીસે સ્પા મેનેજર, ગ્રાહક સહિત 3ની ઝડપી લેવામાં આવ્યા છે. ઉપરાંત રેડ દરમિયાન બે સિક્કિમ અને બે મુંબઈની યુવતીઓ સ્પામાંથી મળી આવી હતી. મુંબઈની પૂનમ જૈન નામની યુવતી સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતી હોવાનો પર્દાફાશ થયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે બુધવારે સાઇલીલા મોલમાં ધ લકઝરી એન્ડ એસ્કેપ સ્પામાં સેક્સરેકેટ ચાલતું હોવાની બાતમી એલસીબીને મળતા એસપી ડો.રાજદિપસિંહ ઝાલાની સૂચના હેઠળ એલસીબીની ટીમે સ્પા પર દરોડો પાડતા એક ગ્રાહક સિક્કિમની યુવતી સાથે મજા કરતા ઝડતા ઝડપાઇ ગયો હતો. સ્પામાંથી સિક્કિમની 2 અને મુંબઇની 2 લલના મળી આવી હતી. આ સાથે સ્પાના મેનેજર નીલકુમાર પ્રણવેશ ભૌમિક, હાઉસ કીપર કર્મી મોહમદગઝાલી મો.ફારૂક શેખ અને ગ્રાહક મુદૂલ મહેન્દ્ર લાલવાણી સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા હતા.
આ ચાર યુવતીઓને સ્પાના નામે વલસાડ લાવી પૂનમ જૈન નામની મુંબઈની મહિલા સેક્સરેકેટ ચલાવતી હોવાનો ખુલાસો થયો હતો. આખુ રેકેટ સ્પાની સંચાલિકા અને મુંબઇના જોગેશ્વરીમાં રહેતી મુખ્ય સૂત્રધાર પૂનમ અશોકભાઇ જૈન હોવાનું બહાર આવ્યું હતું. વર્ષ 2019માં આ જ મોલમાં કાસા ફુડ એન્ડ બોડી સ્પાના નામે સેક્સરેકેટ ચલાવાતું હતું. જેનું નામ બદલીને હવે ધ લકઝરી એસ્કેપ સ્પા એન્ડ વેલનેસ સેન્ટરના નામે સેક્સરેકટનો ફરીથી ધંધો ચાલૂ કરી દેવાયો હતો.
સ્પામાં ગ્રાહકો પાસેથી સંચાલકોની ફી રૂ.1200 રખાઇ હતી. જ્યારે બોડી મસાજના નામે યુવતી સાથે મજા કરવા માટે ગ્રાહકદીઠ 2500 રૂપિયાની વસુલાત કરાતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion