શોધખોળ કરો

જૂનાગઢમાં બે લોકોના અચાનક થયેલા મોતના કેસમાં થયો મોટો ખુલાસો, જાણો

થોડા દિવસો પહેલા જૂનાગઢના બે રીક્ષાચાલકોના દારુ પીધા બાદ મૃત્યુ થયા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા લઠ્ઠાકાંડની ભીતિ ઉદ્દભવી હતી. સમગ્ર રાજયમાં ખળભળાટ મચી ગયો હતો.

જૂનાગઢ:  થોડા દિવસો પહેલા જૂનાગઢના બે રીક્ષાચાલકોના દારુ પીધા બાદ મૃત્યુ થયા હોવાના સમાચાર વહેતા થયા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા રાજ્યમાં  લઠ્ઠાકાંડની ભીતિ ફરી ઉદ્દભવી હતી. સમગ્ર રાજયમાં ખળભળાટ મચી ગયો હતો અને બોટાદ બાદ લઠ્ઠાકાંડથી વધુ એક ઘટના સર્જાતા પોલીસ વિભાગ સામે બેદરકારીના આક્ષેપો થવા લાગતા સરકાર પણ ચોંકી ઉઠી હતી. આ ઘટનાની તપાસ માટે ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દોડી આવ્યા હતા. દરમિયાન આ બનાવ લઠ્ઠાકાંડ નહિં પરંતુ પૂર્વયોજીત હત્યાકાંડ હોવાનું ખુલતા  સનસનાટી મચી જવા પામી છે. 

જૂનાગઢ શહેરનો ગાંધી ચોક જ્યાં 4 દિવસ પહેલાં સનસની મચી ગઈ હતી. જ્યારે 2 રિક્ષાચાલકના શંકાસ્પદ મોત થયા હતા. પોલીસે આ કેસનો ભેદ ઉકેલી લીધો છે.  તપાસમાં ખુલ્યું કે આ બનાવ હત્યાનો છે.  આરોપી મૃતકની જ પત્ની અને તેનો પ્રેમી છે. વાત એમ છે કે, ચાર દિવસ પહેલાં રફીક અને જૉનના બે રિક્ષાચાલકોએ સોડાની બોટલમાંથી જેવું પીણું પીધું બંને તરફડીયા મારવા લાગ્યા હતા અને તેમનું મોત થયું હતું. 

પોલીસે સોડાની બોટલમાંથી પીણાના સેમ્પલ લઈ તપાસ કરતા તેમાં સાઈનાઈડ મિલાવ્યું હોવાનું ખુલ્યું છે.  તપાસમાં એ પણ બહાર આવ્યું કે પ્રેમસંબંધમાં રિક્ષાચાલક રફીકની  હત્યા કરાઈ હતી.  હત્યામાં મૃતક રફીકની જ પત્ની મહેમુદા સામેલ હતી.  તેનો પ્રેમી આસિફ અને તેનો મિત્ર ઈમરાન  મહેમુદા અને આસિફ વચ્ચે 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો.  બંને લગ્ન કરવા ઈચ્છતા હતા.  આ માટે બંનેએ રફીકની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.  હત્યાના 2 પ્રયાસ તો નિષ્ફળ રહ્યા હતા.  ત્રીજી વખત તેઓ પોતાના પ્લાનમાં સફળ રહ્યા હતા.  હાલ તો પોલીસ એ તપાસ કરી રહી છે કે, આરોપીઓ સાઈનાઈડ ક્યાંથી લાવ્યા હતા. 

આ ઘટનાને જોતાં લાગી રહ્યું હતું કે, કોઇ ઝેરી પીણું પીતા બન્ને લોકોના મોત નિપજ્યા છે. પરંતુ સમગ્ર ઘટનાક્રમને જોતાં પોલીસને શંકા ગઇ હતી. પોલીસે આ મામલે ખૂબ જ ચતુરાઇપૂર્વકની તપાસ કરતાં અંતે ભાંડો ફૂટ્યો હતો. પોતાના પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમીના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના પતિને જ પતાવી દેવા સમગ્ર તરખટ રચ્યું હતું. આ સમગ્ર કેસના તળિયા સુધી પહોંચવામાં જૂનાગઢ LCB પોલીસને સફળતા મળી છે અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. પોલીસે મૃતકના પત્ની મેમુદાબેન, તેનો પ્રેમી આસિફ ચૌહાણ અને તેના મિત્ર ઈમરાન ચૌહાણની ધરપકડ કરી છે.

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
નડિયાદ સ્ટેશન પર 2.7 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ: LCB PI ગઢવીનું રિયલ લાઈફ સિંઘમ ઓપરેશન!
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
રાજકોટમાં 700 કરોડનું મહા જમીન કૌભાંડ: અલ્પેશ દોંગા સામે તપાસ માટે SIT ની રચના કરાઈ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ
અમદાવાદમાં બે રાજકીય પાર્ટીઓ દ્વારા 725 કરોડથી વધુનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું, 9 આરોપીઓ સામે ફરિયાદ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Embed widget