શોધખોળ કરો

CRIME NEWS: રાજકોટમાં જુગાર રમવા બાબતે યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

CRIME NEWS: રાજકોટના ઘન્ટેશ્વર 25 વારિયામાં હત્યાની ઘટના સામે આવી છે. બેથી ત્રણ શખ્સોએ શોહિલ મેમણ નામના 25 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે. હ

CRIME NEWS: રાજકોટના ઘન્ટેશ્વર 25 વારિયામાં હત્યાની ઘટના સામે આવી છે. બેથી ત્રણ શખ્સોએ શોહિલ મેમણ નામના 25 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી છે. હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર જુગાર રમવા જેવી બાબતને બોલાચાલી થઇ અને ત્યાર બાદ ઉશ્કેરાઈને આરોપીએ યુવકની હત્યા કરી નાખી. યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગુનો નોંધી આગળની કાર્યાવાહી હાથ ધરી હતી.

અમદાવાદના આ ગામમાં દેરાણી-જેઠાણીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા

અમદાવાદઃ અમદાવાદ જિલ્લાના એક ગામમાં બે મહિલાની હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના ઝાણું ગામમાં બે મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક મહિલાઓ દેરાણી-જેઠાણી હતી. મળતી જાણકારી અનુસાર, મૃતક ગીતાબહેન ઠાકોર અને મૃતક મંગીબહેન ઠાકોર બપોરે લાકડા કાપવા માટે ખેતરની સીમમાં ગયા હતા. બપોર બાદ પણ પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી.આ સમયે બંનેની લાશ મળી આવી હતી. કોઈ અજાણ્યા વ્યક્તિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી બંનેની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કણભા પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

પાટણના વેપારીને યુવતીએ ફોન કરી શરીરસુખ માણવા બોલાવ્યો, ખેતરમાં ગયા અને.....

પાટણનો વેપારી ફસાયો રૂપના મોહમાં ફસાતા ધંધે લાગી ગયો હતો. હનીટ્રેપ કરતી યુવતીએ પાટણના આધેડને ફોન પર પ્રેમભરી વાતો કરી ફસાવીને બન્નેની સહમતીથી શરીર સુખ માણ્યું. શરીર સુખ માણ્યા બાદ હનીટ્રેપ ગેંગે ફરિયાદી પાસેથી બન્દૂકની અણીએ 10 લાખ રુપિયા માગ્યા હતા. જે બાદ વેપારીએ ફરિયાદ કરતા પાટણ પોલીસે હનીટ્રેપ ગેંગના મહિલા સહીત કુલ 5 આરોપીઓને જેલ ભેગા કર્યા છે.

આ અંગે વિગતે વાત કરીએ તો, પાટણ શહેરમાં રહેતા આધેડ ઉંમરના વેપારીને અજાણી મહિલા સાથે ફોન પર વાતો કરવાનું ભારે પડ્યું છે. પાટણમાં વેપારીઓ તેમજ અન્ય લોકોને હનીટ્રેપમાં ફસાવીને લાખોની માંગણી કરતી ટોળકીએ ગેંગની મુખ્ય ભૂમિકા ધરાવતી મહિલાનો ઉપયોગ કરીને અજાણ્યા વેપારી પર ફોન કરીને મીઠી મીઠી વાતો કરતી. ત્યાર બાદ થોડા દિવસ સુધી ફોન પર સંપર્કમાં રહીને પહેલા પ્રેમ સંબંધ બાંધ્યો અને ત્યારબાદ મહિલાએ વેપારીને અજાણી જગ્યા પર એકાંતમાં બોલાવીને શરીર સુખ માણ્યું હતું.

જોકે વેપારીને હનીટ્રેપમાં ફસાયાની શંકા જતા સમગ્ર વિગત પોલીસ સમક્ષ રજૂ કરી અને પોલીસે હનીટ્રેપના ગુનાની મહિલા સહિતની કુલ 5 આરોપીઓની ગેંગને પકડીને તેમજ ગુનાના કામમાં વાપરવામાં આવેલ ગાડી તેમજ  36 હજાર રોકડા એમ કુલ ચાર લાખ એક્સઠ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પાટણના વેપારી પર બનેલ હનીટ્રેપના ગુનામાં પકડાયેલ આરોપી સંજય ઠાકોર, મંગાજી ઠાકોર, અનિલ પરમાર, હિંમત રાજપૂત, પૂજા જોષી તેમજ ગેંગમાં સામેલ અન્ય 2 આરોપીઓ નવઘણજી ઠાકોર, વામનજી ઠાકોર જે ફરાર હોઈ અગાઉ પણ હનીટ્રેપના ગુનામાં પોલીસ ચોપડે નામ નોંધાવી ચુક્યા છે અને હવે નવી રચેલી હનીટ્રેપની ગેંગ દ્વારા ફરિયાદી વેપારી સિવાય પણ અન્ય કોઈ વ્યક્તિને હનીટ્રેપના ગુનામાં ફસાવ્યા છે કે નહીં સાથે ફરાર બે આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget