CRIME NEWS: થર્ટી ફર્સ્ટની રાત્રીએ અમદાવાદમાં ખેલાયો ખુની ખેલ, યુવકની હત્યા કરી લાશને દૂર ફેંકી દેવામાં આવી
CRIME NEWS: અમદાવાદ શહેરમાં 31STની રાત્રે ચાણક્ય પૂરી પાસે એક યુવકની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જો કે ક્યાં કારણોસર આ યુવકની હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
CRIME NEWS: અમદાવાદ શહેરમાં 31STની રાત્રે ચાણક્ય પૂરી પાસે એક યુવકની હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. જો કે ક્યાં કારણોસર આ યુવકની હત્યા કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બનાવના CCTV સામે આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
લોહીવાળી લાકડી પણ ઘટના સ્થળે જોવા મળી
અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે શહેરમાં ચાણક્ય પૂરી વિસ્તારમાં આવેલા ડમરુ સર્કલ પાસે 2 બાઇક પર આવેલા 4 લોકોએ યુવકને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. જે CCTV કેમેરામાં કેદ થયા હતા. રાજેન્દ્ર નામના યુવકને ત્યાંથી બાઇક પર બેસાડીને સોલા બ્રિજ પાસે આવેલા ફાટક પાસે અવાવરૂ જગ્યા પર લાવીને માર મારવામાં આવ્યો હતો અને પથ્થરના ઘા ઝીંકીને હત્યા પણ કરવામાં આવી હતી. રાજેન્દ્રની હત્યાની કોઈને શંકા ન જાય તે માટે તેના મૃતદેહને 500 મીટર દૂર રેલવે ટ્રેક પર ફેંકી દેવામાં આવ્યો હતો. જો કે લોહીવાળી લાકડી પણ ઘટના સ્થળે જોવા મળી હતી.
રેલવે ટ્રેક પર તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો
મોડી રાત્રે રાજેન્દ્રની હત્યા કર્યા બાદ તેને રેલવે ટ્રેક પર તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતાની સાથે જ પરિવારને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા CCTV ફૂટેજ અને પરિવાર દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. સોલા પોલીસ વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે ડોગ સ્કોડ ટીમની પણ મદદ લેવામાં આવી. આરોપીને પકડવા તેમજ હત્યા પાછળનું કારણ જાણવા પોલીસે આગળનો તપાસ હાથ ધરી છે.
પોલિસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી
સોલા વિસ્તારમાં રેલવે ફાટક પાસે મળી આવેલા મૃતદેહની ઓળખ થતા પોલિસ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પરિવાર પણ ઘટના સ્થળે પહોંચ્યો હતું. જો કે પરિવારને કોઈ વ્યક્તિ પર શંકા નથી અને અગાઉ રાજેન્દ્રને કોઈ સાથે ઝઘડો પણ નથી થયો તેવું પરિવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. પોલીસે ડોગ સ્કોડની મદદ લીધી. સાથે જ પોલીસ દ્વારા ચાણક્ય પૂરી વિસ્તારની આસપાસના CCTV ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરાઇ છે.