ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જંગી 91.93 ટકા પરિણામ આવ્યું, 5522 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
Gujarat Board 12th Result 2024: રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ. ગયા વર્ષે 65.58 ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહનું હતું. રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા.
Gujarat Board 12th Result 2024: ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે.
ગુજરાત બોર્ડ ધોરણ 12ના ત્રણેય પ્રવાહો એટલે કે કોમર્સ, આર્ટસ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમના એડમિટ કાર્ડમાં આપેલા રોલ નંબર અને રોલ કોડની મદદથી પરિણામ જોઈ શકે છે.
અહીં પર ક્લિક કરીને પરિણામ જાણો...
આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જેના માટે 635 730 0971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.
રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ. ગયા વર્ષે 65.58 ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહનું હતું.
રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા.
સામાન્ય પ્રવાહનું પરિણામ
આ પરીક્ષામાં 3,79,759 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 3,78,268 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,47,738 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 % ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 61,182 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 59,137 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 29,179 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 49.34 % ટકા આવેલ છે. આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૯૬૦) અંતર્ગત 29,455 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 28,021 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 15,407 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (6505) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 54.98 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૯5૦5) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 13,412 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 12,805 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 6,420 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૯૬૦) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 50.14 % ટકા આવેલ છે.
નોંધનિય છે કે, ગુજરાત બોર્ડ (Gujarat Board)ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ હતા.
ગુજરાત બોર્ડ (Gujarat Board)ની ધોરણ 12ની પરીક્ષામાં કુલ 4.77 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાઓ 11 માર્ચથી 22 માર્ચ, 2024 દરમિયાન લેવાઈ હતી. પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને માર્કશીટ ચકાસી શકે છે.
આ રીતે માર્કશીટ ડાઉનલોડ કરો
ગુજરાત બોર્ડ (Gujarat Board)નું પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાય છે. વેબસાઈટ પર જતા જ રિઝલ્ટ વિકલ્પ દેખાશે. રિઝલ્ટ ઓપ્શન પર જાઓ અને ગુજરાત બોર્ડ (Gujarat Board) એચએસસી પરિણામ 2024 માટે પરિણામ ચેક કરોની લિંક પર ક્લિક કરો. આ પછી રોલ નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો. લોગ ઇન કર્યા પછી, પરિણામ સ્ક્રીન પર ખુલશે. પરિણામ તપાસ્યા પછી, પ્રિન્ટ લો.
Education Loan Information:
Calculate Education Loan EMI