શોધખોળ કરો

8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી

IBPS અને SBI ક્લાર્કના પગારમાં ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા બાદ કેટલો ફાયદો થશે? જુઓ જૂના અને નવા પગારની સંપૂર્ણ ગણતરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હાલ IBPS ક્લાર્કનો કુલ પગાર ₹28,000-₹30,000 છે.
  • SBI ક્લાર્કને હાલ ₹42,327 ઇન-હેન્ડ પગાર મળે છે.
  • 8મા પગાર પંચથી બેઝિક ₹19,900 થી ₹51,400 થશે.
  • નવા ક્લાર્કનો માસિક પગાર ₹75,000 સુધી પહોંચી શકે.

8th Pay Commission Bank Clerk: બેંકમાં નોકરી મેળવવી એ યુવાનો માટે હંમેશાથી એક સપનું રહ્યું છે. ખાસ કરીને બેંક ક્લાર્કની નોકરીની ડિમાન્ડ ખૂબ વધારે હોય છે. આનું સૌથી મોટું કારણ એ છે કે અહીં સારો પગાર, જોબ સિક્યોરિટી અને ભવિષ્યમાં પ્રમોશનની શાનદાર તકો મળે છે. એક બેંક ક્લાર્કને માત્ર બેઝિક સેલરી જ નથી મળતી, પરંતુ તેની સાથે મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડા ભથ્થું (HRA), ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને અન્ય ઘણા ભથ્થાઓ પણ આપવામાં આવે છે.

હાલમાં દેશભરમાં 8મા પગાર પંચને લઈને જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે બેંકમાં નોકરી કરતા અને નોકરી મેળવવા માંગતા યુવાનોમાં એ જાણવાની ઉત્સુકતા છે કે 8મા પગાર પંચના અમલ પછી બેંક ક્લાર્કના પગારમાં કેટલો ઉછાળો આવશે. નિષ્ણાતોના મતે, ફિટમેન્ટ ફેક્ટરના આધારે ક્લાર્કના બેઝિક પગારમાં મોટો ફેરફાર થઈ શકે છે. તો ચાલો, આપણે સરળ ભાષામાં સમજીએ કે 8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના ખાતામાં દર મહિને કેટલા રૂપિયા જમા થશે.

હાલમાં બેંક ક્લાર્કને કેટલો પગાર મળે છે?

નવી સેલરી જાણતા પહેલા એ જાણવું જરૂરી છે કે હાલમાં ક્લાર્કને કેટલી સેલરી મળે છે. જો આપણે IBPS ક્લાર્કની વાત કરીએ, તો તેમની શરૂઆતની બેઝિક સેલરી ₹19,900 હોય છે. તેમાં DA, HRA, સ્પેશિયલ એલાઉન્સ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ઉમેર્યા પછી, શરૂઆતનો કુલ પગાર અંદાજે ₹28,000 થી લઈને ₹30,000 ની વચ્ચે થાય છે (જે પોસ્ટિંગના સ્થળ અને ભથ્થા પર આધાર રાખે છે).

બીજી તરફ, SBI ક્લાર્કની વાત કરીએ તો તેમની બેઝિક સેલરી દર મહિને ₹17,900 હોય છે. પરંતુ તેમાં DA, HRA અને અન્ય તમામ ભથ્થાઓ ઉમેરાતા તેમનો કુલ પગાર અંદાજે ₹46,000 સુધી પહોંચી જાય છે. પીએફ કે અન્ય કપાત પછી, SBI ક્લાર્કને ઇન-હેન્ડ (હાથમાં આવતો પગાર) અંદાજે ₹42,327 ની આસપાસ મળે છે.

8મા પગાર પંચ પછી સેલરીમાં કેટલો વધારો થશે?

હવે વાત કરીએ 8મા પગાર પંચની, જેમાં હાલ 2.57 ના ફિટમેન્ટ ફેક્ટરની સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે. જો સરકાર આ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે, તો મૂળ પગારમાં સીધો જ મોટો ઉછાળો જોવા મળશે. એક અંદાજ પ્રમાણે, IBPS ક્લાર્કનો જે બેઝિક પગાર અત્યારે ₹19,900 છે, તે વધીને સીધો ₹51,400 થઈ શકે છે! જો ફિટમેન્ટ ફેક્ટર 1.83 રાખવામાં આવે, તો પણ બેઝિક પગાર વધીને ₹36,600 ની આસપાસ પહોંચી જવાની શક્યતા છે.

પગાર ₹75,000 સુધી પહોંચી શકે છે!

જ્યારે બેઝિક પગાર વધે છે, ત્યારે તેની સાથે જોડાયેલા DA અને HRA જેવા ભથ્થાઓની રકમ પણ આપોઆપ વધી જાય છે. આ બધી જ ગણતરીઓ ભેગી કરીએ તો, મેટ્રો શહેરોમાં નોકરી કરતા નવા બેંક ક્લાર્કનો માસિક પગાર ₹75,000 ની આસપાસ પહોંચી શકે છે. જોકે, આ એક અંદાજિત આંકડો છે. ખરેખર પગાર કેટલો વધશે તેનો અંતિમ આધાર સરકાર કયું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે, ભથ્થાઓમાં કેટલો સુધારો થાય છે, બેંકની પગાર પ્રણાલી કેવી છે અને ક્લાર્કનું પોસ્ટિંગ કયા શહેરમાં છે, તેના પર જ રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

હાલમાં IBPS ક્લાર્કનો પગાર કેટલો છે?

IBPS ક્લાર્કની શરૂઆતની મૂળ સેલરી ₹19,900 છે. ભથ્થાં ઉમેર્યા પછી, શરૂઆતનો કુલ પગાર આશરે ₹28,000 થી ₹30,000 ની વચ્ચે થાય છે.

SBI ક્લાર્કનો હાલનો પગાર કેટલો છે?

SBI ક્લાર્કની મૂળ સેલરી ₹17,900 હોય છે. ભથ્થાઓ ઉમેરાતા તેમનો કુલ પગાર આશરે ₹46,000 સુધી પહોંચી જાય છે, અને હાથમાં આશરે ₹42,327 મળે છે.

8મા પગાર પંચ પછી IBPS ક્લાર્કના મૂળ પગારમાં કેટલો વધારો થશે?

જો 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે તો IBPS ક્લાર્કનો મૂળ પગાર ₹19,900 થી વધીને સીધો ₹51,400 થઈ શકે છે. જો 1.83નું ફિટમેન્ટ ફેક્ટર હોય તો તે ₹36,600 થઈ શકે છે.

8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કનો કુલ પગાર કેટલો થઈ શકે છે?

નિષ્ણાતોના મતે, 8મા પગાર પંચના અમલ પછી મેટ્રો શહેરોમાં નવા બેંક ક્લાર્કનો માસિક પગાર ₹75,000 ની આસપાસ પહોંચી શકે છે.

8મા પગાર પંચ પછી પગાર વધારાને કયા પરિબળો અસર કરશે?

અંતિમ પગાર વધારો સરકાર કયું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે, ભથ્થાઓમાં સુધારો અને ક્લાર્કનું પોસ્ટિંગ કયા શહેરમાં છે તેના પર આધાર રાખશે.

Advertisement

ટોપ સ્ટોરી

8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી
8મા પગાર પંચ પછી બેંક ક્લાર્કના પગારમાં થશે બમ્પર વધારો, જાણો કેટલી મળશે નવી સેલરી
CPCB Vacancy 2026: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેમાં નોકરી કરવા ઇચ્છો છો, આ પદ પર થશે ભરતી
CPCB Vacancy 2026: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડેમાં નોકરી કરવા ઇચ્છો છો, આ પદ પર થશે ભરતી
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
Advertisement

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ
Embed widget