શોધખોળ કરો

GSEB ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, 11 જૂનથી પરીક્ષાઓ શરૂ થશે

GSEB supplementary exam timetable 2026: ગુજરાત બોર્ડ દ્વારા 11 થી 20 જૂન સુધી લેવાશે પૂરક પરીક્ષા; બોર્ડની વેબસાઈટ પર મૂકાયો વિગતવાર કાર્યક્રમ, OMR પદ્ધતિનો ઉપયોગ નહીં થાય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • GSEB દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર.
  • પરીક્ષા 11 જૂનથી 20 જૂન 2026 દરમિયાન યોજાશે.
  • વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ, સંસ્કૃત પ્રથમા/મધ્યમાના વિદ્યાર્થીઓ ભાગ લેશે.
  • OMR પદ્ધતિ નહીં, વર્ણનાત્મક જવાબો ઉત્તરવહીમાં લખવાના રહેશે.

GSEB supplementary exam timetable 2026: જો તમે કે તમારા કોઈ પરિચિત વિદ્યાર્થી બોર્ડની મુખ્ય પરીક્ષામાં એક કે બે વિષયમાં પાસ નથી થઈ શક્યા, તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026 માટે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પૂરક પરીક્ષા આગામી 11 જૂન 2026 થી 20 જૂન 2026 દરમિયાન યોજાવા જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા પરીક્ષા આપવાની પાત્રતા ધરાવે છે, તેઓ આ પરીક્ષા આપીને પોતાનું વર્ષ બચાવી શકશે. આ પરીક્ષામાં ધોરણ 10 ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને સંસ્કૃત પ્રથમા તેમજ સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આખો વિગતવાર કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પણ મૂકી દેવામાં આવ્યો છે.

ચાલો તમને સંસ્કૃત પ્રથમા (ધોરણ 10) અને સંસ્કૃત મધ્યમા (ધોરણ 12) ની પૂરક પરીક્ષાના ટાઈમટેબલ વિશે વિગતે જણાવીએ. ધોરણ 10 સંસ્કૃત પ્રથમાની પરીક્ષાઓ સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:15 વાગ્યા સુધી લેવામાં આવશે. ટાઈમટેબલ મુજબ, 11 જૂન 2026 (ગુરુવાર) ના રોજ ગણિતનું પેપર રહેશે. ત્યારપછી 12 જૂને સામાજિક વિજ્ઞાન, 13 જૂને અંગ્રેજી (દ્વિતીય ભાષા) અને 15 જૂને વિજ્ઞાનનું પેપર લેવાશે. ત્યારબાદ 16 જૂને સાહિત્ય, 17 જૂને વ્યાકરણ અને છેલ્લે 18 જૂને પૌરોહિત્યમ (થીયરી), કોમ્પ્યુટર થીયરી અથવા સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પેપર રહેશે. વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું કે 18 જૂનનું આ પેપર સવારે 10:00 થી 12:15 સુધી જ ચાલશે.

GSEB ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, 11 જૂનથી પરીક્ષાઓ શરૂ થશે

GSEB ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, 11 જૂનથી પરીક્ષાઓ શરૂ થશે

GSEB ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, 11 જૂનથી પરીક્ષાઓ શરૂ થશે

હવે વાત કરીએ ધોરણ 12 સંસ્કૃત મધ્યમાની, તો આ પરીક્ષાઓનો સમય બપોરના 3:00 વાગ્યાથી સાંજના 6:15 સુધીનો રાખવામાં આવ્યો છે. 11 જૂને પ્રશ્નપત્ર-1 અનિવાર્ય વ્યાકરણ અને 12 જૂને પ્રશ્નપત્ર-2 અનિવાર્ય કાવ્યનું પેપર લેવાશે. 13 જૂને સમાજશાસ્ત્ર અને 15 જૂને અંગ્રેજી (નિમ્નસ્તર) ની પરીક્ષા રહેશે. 16 અને 17 જૂને અનુક્રમે મુખ્યવિષય-1 અને 2 ના પેપર લેવાશે (જેમાં સાહિત્ય, વ્યાકરણ, વેદ, આયુર્વેદ, દર્શનશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રનો સમાવેશ થાય છે). છેલ્લે 18 જૂને પૌરોહિત્યમ થીયરી અને પ્રાયોગિક અથવા કમ્પ્યુટરની પરીક્ષા લેવાશે. 18 તારીખના આ પેપરનો સમય બપોરે 3:00 થી 5:15 સુધીનો રહેશે.

ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત

આ પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓએ કેટલીક ખાસ સૂચનાઓ ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. સંસ્કૃત મધ્યમાની પરીક્ષામાં પ્રશ્નપત્ર 1 થી 7 ના જવાબો તમારે માત્ર સંસ્કૃત ભાષામાં જ લખવાના રહેશે, જ્યારે કમ્પ્યુટર થીયરીના જવાબો ગુજરાતીમાં લખી શકાશે. એક વાત ખાસ નોંધવી કે આ પૂરક પરીક્ષામાં OMR (ઓ.એમ.આર.) પદ્ધતિનો ઉપયોગ થવાનો નથી, એટલે કે વિદ્યાર્થીઓએ માત્ર ટીક માર્ક કરવાના બદલે વર્ણનાત્મક જવાબો પોતાની ઉત્તરવહીમાં જ લખવાના રહેશે. બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યોને આ કાર્યક્રમની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.

સ્થાનિક ચૂંટણીની અસર: ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખો બદલી, જાણો પરીક્ષાઓનું નવું ટાઈમટેબલ

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

GSEB પૂરક પરીક્ષા 2026 ક્યારે યોજાશે?

GSEB પૂરક પરીક્ષા 11 જૂન 2026 થી 20 જૂન 2026 દરમિયાન યોજાશે. આ પરીક્ષા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે છે જેઓ મુખ્ય પરીક્ષામાં પાસ નથી થયા.

ધોરણ 10 સંસ્કૃત પ્રથમા પૂરક પરીક્ષા કયા સમયે યોજાશે?

ધોરણ 10 સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષાઓ સવારે 10:00 થી બપોરે 1:15 વાગ્યા સુધી લેવામાં આવશે. 18 જૂનના રોજ, કોમ્પ્યુટર થીયરી અથવા સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પેપર 10:00 થી 12:15 સુધી ચાલશે.

ધોરણ 12 સંસ્કૃત મધ્યમા પૂરક પરીક્ષા કયા સમયે યોજાશે?

ધોરણ 12 સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાઓ બપોરના 3:00 થી સાંજના 6:15 સુધી લેવામાં આવશે. 18 જૂનના રોજ, કમ્પ્યુટરની પરીક્ષા બપોરે 3:00 થી 5:15 સુધી ચાલશે.

સંસ્કૃત મધ્યમાની પરીક્ષામાં જવાબ કઈ ભાષામાં લખવાના રહેશે?

સંસ્કૃત મધ્યમાની પરીક્ષામાં પ્રશ્નપત્ર 1 થી 7 ના જવાબો માત્ર સંસ્કૃતમાં લખવાના રહેશે. કમ્પ્યુટર થીયરીના જવાબો ગુજરાતીમાં લખી શકાય છે.

ટોપ સ્ટોરી

12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget