શોધખોળ કરો

IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ

IIT Online Courses: દેશની ઘણી IIT એવા ઓનલાઈન કોર્સ પણ ઓફર કરે છે, જે JEE આપ્યા વગર કરી શકાય છે. જેમાં ટેક્નોલોજી, મશીન લર્નિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને એરોસ્પેસ જેવા ઘણા પોપ્યુલર સબ્જેક્ટ્સ સામેલ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IITs JEE વગર ઘણાં ઓનલાઇન કોર્સ ઉપલબ્ધ કરાવે છે.
  • પ્રોગ્રામિંગ, ક્લાઉડ, બિઝનેસ એનાલિટિક્સ જેવા અનેક કોર્સ ઉપલબ્ધ છે.
  • IIT મદ્રાસ એરોસ્પેસમાં ઓનલાઇન BS ડિગ્રી પણ આપે છે.
  • વિવિધ સંસ્થાના પોર્ટલ પરથી વધુ માહિતી મેળવી શકાશે.

IIT Online Courses: IIT નું નામ સાંભળતા જ સૌથી પહેલા JEE અને અઘરી એડમિશન પ્રક્રિયાનો વિચાર લોકોના મગજમાં આવે છે. જોકે, ખૂબ ઓછા લોકો જાણે છે કે દેશની ઘણી IIT એવા ઓનલાઈન કોર્સ પણ ઓફર કરે છે, જેને JEE આપ્યા વગર કરી શકાય છે. જેમાં ટેક્નોલોજી, પ્રોગ્રામિંગ, ડેટા સાયન્સ, મશીન લર્નિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બિઝનેસ એનાલિટિક્સ અને એરોસ્પેસ જેવા ઘણા પોપ્યુલર સબ્જેક્ટ્સ સામેલ છે. આ કોર્સના માધ્યમથી વિદ્યાર્થીઓ, નોકરી કરતા લોકો અને સ્કિલ વધારવા ઈચ્છતા પ્રોફેશનલ્સ ઘરે બેઠા નવી ટેક્નોલોજી શીખી શકે છે. એવામાં ચાલો આજે અમે તમને જણાવીએ કે ઘરે બેઠા IIT માંથી તમે કયા સિક્રેટ કોર્સ કરી શકો છો.

 

પ્રોગ્રામિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગના કોર્સ

કોડિંગ શીખવા માંગતા લોકો માટે IIT કાનપુરનો Programming in C કોર્સ સારો ઓપ્શન છે. આમાં પ્રોગ્રામિંગ C, ડેટા સ્ટ્રક્ચર અને અલ્ગોરિધમની પાયાની માહિતી આપવામાં આવે છે. વળી, IIT ખડગપુરનો ક્લાઉડ કમ્પ્યુટિંગ કોર્સ ક્લાઉડ આર્કિટેક્ચર, ડિપ્લોયમેન્ટ મોડલ અને ક્લાઉડ સર્વિસીસની સમજ વિકસાવે છે. આ સિવાય સોફ્ટવેર ટેસ્ટિંગ અને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ જેવા કોર્સ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો...125cc થી 350cc સુધી... કઈ બાઇક આપશે સૌથી વધુ વેલ્યુ? ખરીદતા પહેલાં જાણી લો આખું ગણિત

બિઝનેસ એનાલિટિક્સ અને R પ્રોગ્રામિંગ

IIT રૂરકીનો Business Analytics and Data Mining Modeling Using R કોર્સ બિઝનેસ અને ડેટા એનાલિટિક્સમાં રસ ધરાવતા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે. આમાં R પ્રોગ્રામિંગ દ્વારા ડેટા માઇનિંગ અને એનાલિટિક્સની ટેકનિકો શીખવવામાં આવે છે, જે ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ડિમાન્ડ ધરાવતી સ્કિલ માનવામાં આવે છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ અને એરોસ્પેસ કોર્સ

ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ Electric Vehicle Part-1 કોર્સ દ્વારા ઇ-વ્હીકલ ટેક્નોલોજી, ડિઝાઇન અને ઇમ્પ્લીમેન્ટેશન શીખી શકે છે. વળી, IIT બોમ્બેનો Introduction to Aerospace Engineering અને IIT કાનપુરના Introduction to Airplane Performance, Aircraft Stability and Control, Design of Fixed Wing Unmanned Aerial Vehicle તેમજ UAV Design જેવા કોર્સ એરોસ્પેસ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકો માટે ઉપયોગી છે.

IIT મદ્રાસના કોર્સ

IIT મદ્રાસે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં 4 વર્ષીય BS ડિગ્રી પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ કોર્સમાં વિમાન, રોકેટ, ડ્રોન, સેટેલાઇટ, સ્પેસ ટેક્નોલોજી અને એરક્રાફ્ટ ડિઝાઇન સાથે જોડાયેલા વિષયો ભણાવવામાં આવશે. ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓ આ ડિગ્રી ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકે છે. કોર્સમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ, પ્રોજેક્ટ અને ઇન્ટર્નશિપ પણ સામેલ છે.

IIT દિલ્હીનો સિક્રેટ કોર્સ

IIT દિલ્હી તરફથી Elements of Medical Vibration, IIT રોપડ તરફથી Deep Learning, IIT બોમ્બે તરફથી Design Thinking અને અન્ય ઘણા ટેકનિકલ તેમજ ઇન્ડસ્ટ્રી આધારિત ઓનલાઇન કોર્સ પણ ઉપલબ્ધ છે. અલગ-અલગ ઇન્સ્ટિટ્યૂટમાં કોર્સની સમય મર્યાદા (ડ્યુરેશન) અને એલિજિબિલિટી અલગ-અલગ હોઈ શકે છે. એવામાં તમે આ IIT ના ઓફિશિયલ પોર્ટલ પર જઈને કોર્સ સંબંધિત સંપૂર્ણ માહિતી જોઈ શકો છો.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

શું JEE પરીક્ષા આપ્યા વગર IIT ના કોર્સ કરી શકાય છે?

હા, દેશની ઘણી IIT એવી ઓનલાઈન કોર્સ ઓફર કરે છે, જેને JEE આપ્યા વગર કરી શકાય છે. આ કોર્સ વિદ્યાર્થીઓ, નોકરી કરતા લોકો અને સ્કિલ વધારવા ઈચ્છતા પ્રોફેશનલ્સ માટે છે.

IIT ના ઓનલાઈન કોર્સમાં કયા વિષયોનો સમાવેશ થાય છે?

આ કોર્સમાં ટેક્નોલોજી, પ્રોગ્રામિંગ, ડેટા સાયન્સ, મશીન લર્નિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બિઝનેસ એનાલિટિક્સ અને એરોસ્પેસ જેવા ઘણા લોકપ્રિય વિષયોનો સમાવેશ થાય છે.

કઈ IIT કયા પ્રકારના ઓનલાઈન કોર્સ ઓફર કરે છે?

IIT કાનપુર પ્રોગ્રામિંગ, IIT ખડગપુર ક્લાઉડ કમ્પ્યુટિંગ, IIT રૂરકી બિઝનેસ એનાલિટિક્સ, IIT બોમ્બે એરોસ્પેસ અને IIT મદ્રાસ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં BS ડિગ્રી પ્રોગ્રામ ઓફર કરે છે.

IIT મદ્રાસના એરોસ્પેસ એન્જિનિયરિંગ BS ડિગ્રી પ્રોગ્રામ વિશે જણાવો.

આ 4 વર્ષીય ડિગ્રી પ્રોગ્રામ વિમાન, રોકેટ, ડ્રોન, સેટેલાઇટ અને એરક્રાફ્ટ ડિઝાઇન સંબંધિત વિષયો ભણાવે છે. તે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી કરી શકાય છે અને તેમાં પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ શામેલ છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Updates: અર્નબ વાવાઝોડાનો કહેર: દિલ્હીથી બિહાર સુધી વરસાદ, 12 રાજ્યોમાં IMDનું એલર્ટ
Cyclone Updates: અર્નબ વાવાઝોડાનો કહેર: દિલ્હીથી બિહાર સુધી વરસાદ, 12 રાજ્યોમાં IMDનું એલર્ટ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
Embed widget