(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતની આ શાળાને શિક્ષકે એવું સ્ટેટસ મૂક્યું કે મચી ગયો ખળભળાટ, શાળાને લાગ્યા તાળા
ગુજરાતમાં હાલમાં શિક્ષણને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના શિક્ષણને લઈને ખુબ સવાલો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ રમુન ગામે સ્થાનિકોએ શાળાને તાળબંધી કરી દેતા ચકચાર મચી છે.
બનાસકાંઠા: ગુજરાતમાં હાલમાં શિક્ષણને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના શિક્ષણને લઈને ખુબ સવાલો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ડીસાના રમુન ગામે સ્થાનિકોએ શાળાને તાળબંધી કરી દેતા ચકચાર મચી ગઈ છે. શાળામાં આચાર્યના ખરાબ વર્તનને લઈને થઈ તાળાબઘી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. આચાર્યએ સ્ટેટ્સમાં ધમકીભર્યા લખાણ મૂકતા ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રવેશોત્સવમાં સારા અને સજ્જન માણસો જ આવે બાકી ટાંટિયા ભાગી નાખીશ એવું સ્ટેટ્સ લખતા વિવાદ સર્જાયો છે. આ અંગે ગામના લોકોએ કહ્યું કે, વેરજેર ફેલાવનાર શિક્ષક અમારા ગામમાં ના જોઈએ. જ્યાં સુધી આચાર્યની બદલી નહિ થાય ત્યાં સુધી શાળાને તાળા બધી જ રહેશે તેવી ગ્રામજનોએ ચીમકી આપી છે. હાલમાં આ મામલાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસનો સોમનાથથી શંખનાદ, સૌરાષ્ટ્રના કયા બે ધારાસભ્ય ન રહ્યા હાજર?
સોમનાથઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં પણ હવે ધમધમાટ શરૂ થયો છે. સોમનાથથી શંખનાદ નામે કોંગ્રેસે વેરાવળમાં વિશાળ રેલીનું આયોજન કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ અને સૌરાષ્ટ્રના 21 ધારાસભ્યોમાંથી 19 ધારાસભ્યો જોડાયા છે. જ્યારે પ્રતાપ દૂધાત અને અમરિશ ડેર આ રેલીમાં ગેરહાજર રહ્યા છે. આજે સૌરાષ્ટ્ર ઝોનનું વેરાવળમાં મહામંથન થવાનું છે. કોંગ્રેસે 125 બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે સૌરાષ્ટ્રથી શંખનાદ શરૂ કર્યો છે.
વિશાળ બાઇક અને કારોનો કાફલો રેલીમાં જોડાયો છે. રેલી વેરાવળ શહેરના મુખ્ય માર્ગ પર ફરી સોમનાથ મંદિર પહોંચશે. મુખ્ય માર્ગો ઉપર થઈ સોમનાથ મંદિર પહોંચી મહાદેવને ઘ્વજા રોહણ કરશે. બપોરે 3 વાગ્યે 2022ની વિધાનસભા ચૂંટણીનું મંથન બેઠક યોજાશે.
બીજી તરફ ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ ભાજપ માં જવાની અટકળોનો અંત કર્યો હતો. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પાર્ટીની નેતાગીરી સાથે છું. પાર્ટી સાથે કોઈ અસંતોષ નથી. કોઈને કોઈ મિત્રો આવી વાતો ચલાવતા હોય છે. તેમણે ભાજપના નેતાઓ સાથેના ફોટા અંગે પણ સ્પષ્ટતા કરી હતી અને તેને સામાન્ય ગણાવ્યું હતું.
સોમનાથ ખાતે કોંગ્રેસનું ચૂંટણી મહામંથન થવાનું છે. કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોન મારું બુથ - મારું ગૌરવ ૨૪ જૂન ૨૦૨૨ અંતર્ગત મહત્વપૂર્ણ બેઠકો થશે. સોમનાથથી શંખનાદ સાથે કોંગ્રેસ આવનાર વિધાનસભા ચૂંટણીમાં 125 બેઠકના લક્ષ્યાંક સાથે ચૂંટણી જંગમાં મેદાને ઉતરશે. ગુજરાત પ્રભારી ડો રઘુ શર્મા, AICC ના સેક્રેટરીઓ , ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સૌરાષ્ટ્ર ના ધારાસભ્યો અને આગેવાનો સોમનાથ આવી પહોંચ્યા.
Education Loan Information:
Calculate Education Loan EMI