ગુજરાતના આ મોટા શહેરમાં એક સાથે 641 કર્મચારીની ભરતીની બહાર પડી જાહેરાત, જાણો કોણ કોણ કરી શકશે અરજી ?
આ જગાઓ માટે અરજી કરનારને શૈક્ષણિક લાયકાત સહિતની તમામ વિગતો www.vmc.gov.in વેબસાઈટ પરથી મળી જશે.
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોટા પાયે કર્મચારીઓની ભરતીની જાહેરખબર આપી છે. કોર્પોરેશને અલગ અલગ હોદ્દા માટે 641 કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાનારી ભરતીમાં વોર્ડ ઓફિસરની 4 જગા પર, રેવન્યુ ઓફિસરની 7 જગા પર, સબ સેનેટરી ઇન્સ્પેકટરની 10 જગા પર ભરતી કરાશે.
જો કે સૌથી મોટી ભરતી જુનિયર ક્લાર્ક અને મલ્ટિ પરપઝ વર્કરની જગા પર કરાશે. જુનિયર ક્લાર્કની 552 જગા અને મલ્ટી પર્પઝ વર્કરની 68 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે. કોર્પોરેશને કરેલી જાહેરાત પ્રમાણે 16 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઘણા વર્ષો બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરતાં હજારો ઉમેદવારો અરજી કરે એવી શક્યતા છે.
આ જગાઓ માટે અરજી કરનારને શૈક્ષણિક લાયકાત સહિતની તમામ વિગતો www.vmc.gov.in વેબસાઈટ પરથી મળી જશે.
તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો
રાજ્યમાં તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની તારીખમાં રાજ્ય સરકારે બે દિવસ વધારવાની જાહેરાત કરી છે. 15 ફેબ્રુઆરી ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ હતી પરંતુ હવે ફોર્મ ભરવાની તારીખમાં બે દિવસ એટલે કે વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. 21 તારીખ સુધી ફી ભરવાામાં આવશે.
રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 28 જાન્યુઆરીથી તલાટી કમ મંત્રીની ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભરતી અંગેના ફોર્મ https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકાશે. હવે 17 ફેબ્રુઆરી સુધી ભરી શકશે ફોર્મ, ફોર્મ ભરવાની મુદ્દતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર સીધી ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ 3,437 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવામાં છેલ્લા ઘણા સમયથી સર્વર ડાઉન હોવાના કારણે ઉમેદવારોને ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. રાજ્ય સરકારે ફોર્મ ભરવાના સમયમાં બે દિવસનો વધારો કર્યો છે. વિદ્યાર્થીઓ હવે 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે.
Education Loan Information:
Calculate Education Loan EMI