Indian Air Force: 12 પાસ માટે ઇન્ડિયન એરફોર્સમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરશો અરજી
Indian Air Force Jobs: ઇન્ડિયન એરફોર્સ એરમેન ગ્રુપ વાય મેડિકલ આસિસ્ટન્ટની ભરતી હેઠળ ફોર્મ ભરવાનું 22 મેથી શરૂ થશે. છેલ્લી તારીખ 5મી જૂન છે.
Indian Air Force Jobs: જો તમે 12 પાસ છો તો ભારતીય વાયુસેનામાં (IAF Airmen Recruitment 2024) નોકરી મેળવવાની સારી તક છે. ભારતીય વાયુસેના (Indian Air Force) એરમેનની અહી ભરતી થવાની છે. તમે આ પોસ્ટ માટે 22 મે થી 5 જૂન સુધી અરજી કરી શકો છો. વાસ્તવમાં ઇન્ડિયન એરફોર્સમાં એરમેન ગ્રુપ Y મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડના પદો પર વેકેન્સી બહાર પડી છે. આ ભરતીઓની સંપૂર્ણ વિગતો airmenselection.cdac.in પર જોઈ શકાય છે. ખાસ વાત એ છે કે આ ભરતી માટે માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકે છે. એક શરત એવી પણ છે કે આ ભરતી માત્ર પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ચંદીગઢ, લદ્દાખ વગેરેના રહેવાસીઓ માટે છે.
મહત્વપૂર્ણ તારીખો જાણો
ઇન્ડિયન એરફોર્સ એરમેન ગ્રુપ વાય મેડિકલ આસિસ્ટન્ટની ભરતી હેઠળ ફોર્મ ભરવાનું 22 મેથી શરૂ થશે. છેલ્લી તારીખ 5મી જૂન છે. ચંદીગઢમાં 3જીથી 12મી જુલાઈ દરમિયાન ભરતી રેલીનું આયોજન કરવામાં આવશે.
લાયકાત શું છે ?
ભારતીય વાયુસેના એરમેન ગ્રુપ Y મેડિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારે 50 ટકા સાથે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, અંગ્રેજી સાથે 12મું પાસ કરેલ હોવું જરૂરી છે. આ ઉપરાંત, તમારે 50 ટકા સાથે બે વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ પણ કર્યો હોવો જોઈએ. ઉપરાંત જો તમે ફાર્મસીમાં B.Sc કર્યું છે તો તે વધુ સારું છે.
વય મર્યાદા શું હશે?
ભારતીય વાયુસેના એરમેન ગ્રુપ વાય મેડિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારનો જન્મ 24 જૂન 2000 થી 24 જૂન 2003 ની વચ્ચે હોવો જોઈએ. તેવી જ રીતે, ફાર્મસીમાં ડિપ્લોમા અથવા B.Sc કરેલ ઉમેદવારોનો જન્મ 24 જૂન 2000 થી 24 જૂન 2005 ની વચ્ચે હોવો જોઈએ.
ભારતીય વાયુસેનામાં ભરતી પ્રક્રિયા
ભારતીય વાયુસેના એરમેન ગ્રુપ વાય મેડિકલ આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી માટે સૌ પ્રથમ ઉમેદવારના તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આ પછી ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ થશે. ઉમેદવારોએ લેખિત પરીક્ષા પણ આપવી પડશે, તે પાસ કર્યા પછી એડાપ્ટિબિલિટી ટેસ્ટ 2 અને મેડિકલ એક્ઝામ થશે.
Education Loan Information:
Calculate Education Loan EMI