શોધખોળ કરો

NTA એ જાહેર કર્યું JEE Main 2026 સત્ર 2 નું રિઝલ્ટ, અહીંથી ડાઉનલોડ કરો સ્કોરકાર્ડ, જાણો ડાયરેક્ટ લિંક

26 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સન્ટાઇલ, અહીં જાણો તમારું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવાની રીત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • JEE Main 2026 સત્ર 2 ના પરિણામ NTA દ્વારા જાહેર કરાયા.
  • 26 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવી પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
  • ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) JoSAA કાઉન્સેલિંગ માટે મહત્વપૂર્ણ છે.
  • સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પરથી પરિણામ ડાઉનલોડ કરો.

JEE Main 2026 Result Session 2: એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માંગતા દેશભરના લાખો વિદ્યાર્થીઓનો ઇંતેજાર આખરે પૂરો થયો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE Main 2026 સત્ર 2 ના પરિણામો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ હવે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનું સ્કોરકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. આજે વહેલી સવારે ફાઇનલ આન્સર કી બહાર પાડ્યા બાદ આ પરિણામ જાહેર કરાયું છે. જેમાં આ વર્ષે 26 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવીને મેદાન માર્યું છે.

JEE Main એ દેશની સૌથી મોટી અને મહત્વની એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે. લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપીને દેશની ટોચની કોલેજોમાં એડમિશન લેવાનું સપનું જોતા હોય છે. આ વર્ષે સત્ર 2 ની પરીક્ષા 2 એપ્રિલથી 8 એપ્રિલ, 2026 દરમિયાન લેવામાં આવી હતી. આ માટે દેશના 304 અને વિદેશના 14 શહેરોમાં કુલ 566 કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા. NTA દ્વારા ફાઇનલ આન્સર કીમાં વિદ્યાર્થીઓના વાંધાઓની સમીક્ષા કર્યા બાદ જ આ અંતિમ પરિણામ તૈયાર કરાયું છે. હવે ટૂંક સમયમાં જ JEE Advanced 2026 માટેનું ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) કટ-ઓફ પણ જાહેર કરવામાં આવશે.

તમારા સ્કોરકાર્ડમાં કઈ-કઈ વિગતો જોવા મળશે?

પરિણામની સાથે જ NTA એ ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) પણ જાહેર કરી દીધો છે. આ રેન્ક ખૂબ જ અગત્યનો છે કારણ કે તેના આધારે જ JoSAA કાઉન્સેલિંગમાં ભાગ લઈને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મળશે. તમે જ્યારે સ્કોરકાર્ડ ડાઉનલોડ કરશો ત્યારે તેમાં નીચે મુજબની માહિતી જોવા મળશે:

ઉમેદવારનું નામ, રોલ નંબર અને એપ્લિકેશન નંબર

દરેક વિષયમાં મેળવેલા ગુણ

તમારો કુલ પર્સન્ટાઇલ સ્કોર

ઓલ ઇન્ડિયા રેન્ક (AIR)

તમે પરીક્ષા ક્વોલિફાય કરી છે કે નહીં તેની સ્થિતિ

વેબસાઇટ ધીમી ચાલે તો મુંઝાશો નહીં!

પરિણામ જાહેર થતાં જ લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ એકસાથે વેબસાઇટ પર લોગ-ઇન કરતા હોવાથી સર્વર ધીમું પડી શકે છે. જો તમને વેબસાઇટ ખોલવામાં મુશ્કેલી પડે, તો જરાય ગભરાશો નહીં. થોડો સમય રાહ જોઈને ફરીથી પ્રયાસ કરજો. ખાસ ધ્યાન રાખવું કે માત્ર સત્તાવાર વેબસાઇટ પરથી જ પરિણામ ચેક કરવું અને સોશિયલ મીડિયાની કોઈ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો.

આ 5 સ્ટેપ્સમાં ડાઉનલોડ કરો તમારું JEE Main રિઝલ્ટ:

સૌથી પહેલા NTA ની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in ઓપન કરો.

હોમપેજ પર જ તમને 'JEE Main 2026 Session 2 Result / Scorecard' ની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.

હવે નવું પેજ ખુલશે જેમાં તમારો 'એપ્લિકેશન નંબર' અને 'પાસવર્ડ' (અથવા જન્મ તારીખ) દાખલ કરો.

સ્ક્રીન પર નીચે દેખાતો સિક્યોરિટી કેપ્ચા કોડ ભરીને 'Submit' બટન પર ક્લિક કરો.

તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે! સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી લો અને ભવિષ્યમાં કામ લાગે તે માટે તેની એક પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી લો.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

JEE Main 2026 સત્ર 2 નું પરિણામ ક્યારે જાહેર થયું?

JEE Main 2026 સત્ર 2 નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ ફાઇનલ આન્સર કી બહાર પાડ્યા બાદ આવ્યું છે.

હું મારું JEE Main 2026 સત્ર 2 નું પરિણામ ક્યાંથી ચકાસી શકું?

તમે JEE Main 2026 સત્ર 2 નું પરિણામ NTA ની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકો છો.

JEE Main 2026 સત્ર 2 માં કુલ કેટલા વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા?

આ વર્ષે JEE Main 2026 સત્ર 2 માં 26 તેજસ્વી વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

મારું પરિણામ ડાઉનલોડ કરતી વખતે વેબસાઇટ ધીમી ચાલે તો મારે શું કરવું જોઈએ?

જો વેબસાઇટ ધીમી ચાલે તો ગભરાશો નહીં. થોડો સમય રાહ જોઈને ફરીથી પ્રયાસ કરો અને માત્ર સત્તાવાર વેબસાઇટ પરથી જ પરિણામ ચકાસો.

મારા JEE Main 2026 સ્કોરકાર્ડમાં કઈ કઈ વિગતો હશે?

તમારા સ્કોરકાર્ડમાં તમારું નામ, રોલ નંબર, એપ્લિકેશન નંબર, દરેક વિષયમાં મેળવેલા ગુણ, કુલ પર્સન્ટાઇલ સ્કોર અને ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) જેવી વિગતો હશે.

ટોપ સ્ટોરી

CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?

વિડિઓઝ

Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટરોનું કૌભાંડ
Hun To Bolish : હું તો બોલીશ : પ્લાનિંગના અભાવે લટકતા પુલ
Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
Embed widget