શોધખોળ કરો

MBAમાં એડમિશન લેવાનું છે, આ નોન IIM કોલેજોમા 80 પરર્સેન્ટાઇલ CAT સ્કોરમાં મળશે એડમિશન, જાણો કેટલી છે ફીસ?

CAT 2023માં 14 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ સ્કોર હાંસલ કર્યો છે. જ્યારે 29એ 99.99 પર્સેન્ટાઈલ સ્કોર મેળવ્યો છે.

CAT 2023 : IIM લખનઉએ ગુરુવારે CAT 2023નું પરિણામ જાહેર કર્યું હતું. હવે IIM સહિત તમામ મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થશે. CAT 2023માં 14 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ સ્કોર હાંસલ કર્યો છે. જ્યારે 29એ 99.99 પર્સેન્ટાઈલ સ્કોર મેળવ્યો છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે IIMમાં એડમિશન માટેની સ્પર્ધા કેટલી કપરી હશે. IIM સામાન્ય રીતે 95 પર્સેન્ટાઇલથી ઉપરના સ્કોર સ્વીકારે છે. પરંતુ એવી ઘણી પ્રતિષ્ઠિત કોલેજો છે જે 80-90 પર્સેન્ટાઈલ વચ્ચેના સ્કોર કરનારા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવાની તક આપે છે.

આ વર્ષે પરીક્ષા માટે કુલ 3.28 લાખ રજિસ્ટ્રેશન થયા હતા. જેમાંથી 2.88 લાખે પરીક્ષા આપી હતી. મતલબ કે લગભગ 88 ટકા ઉમેદવારોએ CATની પરીક્ષા આપી હતી. જેમાંથી 36 ટકા મહિલાઓ, 64 ટકા પુરુષો અને 5 ટ્રાન્સજેન્ડર ઉમેદવારો હતા.

આ કોલેજો 80-90 પર્સેન્ટાઇલ CAT સ્કોર સ્વીકારે છે

ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, BHU

બનારસ હિન્દુ યુનિવર્સિટી દેશની ટોચની યુનિવર્સિટીઓમાંની એક છે. તેને NIRF રેન્કિંગ 2023 માં તેનું સ્થાન રહ્યુ છે. BHUની ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝમાં પ્રવેશ માટે ક્વોલિફાઇંગ સ્કોર 85 પર્સેન્ટાઇલ છે. એમબીએ કોર્સમાં 59 સીટો છે અને એમબીએ-ઈન્ટરનેશનલ બિઝનેસમાં પણ 59 સીટો છે. અહીં MBA પ્રોગ્રામ માટેની ફી નીચે મુજબ છે.

MBAમાં એડમિશન લેવાનું છે, આ નોન IIM કોલેજોમા 80 પરર્સેન્ટાઇલ CAT સ્કોરમાં મળશે એડમિશન, જાણો કેટલી છે ફીસ?

મોતીલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MNNIT) ઇલાહાબાદ

મોતીલાલ નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MNNIT) ઇલાહાબાદ દેશની ટોચની NITs પૈકીની એક છે. તેની સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ 80 પર્સેન્ટાઇલ CAT સ્કોર સ્વીકારે છે. અહીં MBAની ફી પ્રથમ સેમેસ્ટરમાં 48,000 રૂપિયા, બીજા, ત્રીજા અને ચોથા સેમેસ્ટરમાં 43,000 રૂપિયા છે.

ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, NIT ત્રિચી

NIT ત્રિચીનો ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ 80 પર્સન્ટાઈલના CAT સ્કોર સાથે પ્રવેશ પ્રક્રિયામાં હાજર રહેવાની તક આપે છે. અહીં MBA પ્રોગ્રામ માટેની ફી નીચે મુજબ છે.

MBAમાં એડમિશન લેવાનું છે, આ નોન IIM કોલેજોમા 80 પરર્સેન્ટાઇલ CAT સ્કોરમાં મળશે એડમિશન, જાણો કેટલી છે ફીસ?

ભારતીય વિજ્ઞાન સંસ્થા (IISc) બેંગલુરુ

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એ દેશની બીજી ટોચની એન્જિનિયરિંગ સંસ્થા છે. તેણે NIRF રેન્કિંગ 2023માં બીજો ક્રમ હાંસલ કર્યો છે. IIScમાંથી MBA પણ કરી શકાય છે. તેનો ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એમબીએમાં પ્રવેશ માટે 90 પર્સેન્ટાઇલ CAT સ્કોર સ્વીકારે છે. અહીં માસ્ટર ઓફ મેનેજમેન્ટ કોર્સની ફી 5.03 લાખ રૂપિયા છે.

IIT ખડગપુર

IIT ખડગપુર દેશની ટોચની એન્જિનિયરિંગ કોલેજોમાંની એક છે. તેનો મેનેજમેન્ટ વિભાગ એમબીએમાં પ્રવેશ માટે 90 પર્સેન્ટાઈલ સ્કોર સ્વીકારે છે. MBA ફી જાણવા અહીં ક્લિક કરો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Satish Nishaliya Statement Controversy : કોંગ્રેસે સતીશ નિશાળિયા સામે ચૂંટણી આયોગમાં કરી ફરિયાદNursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
રાજ્યના ST નિગમના કર્મચારીઓ માટે સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
Gold price today: સોનાના ભાવે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જાણી લો લેટેસ્ટ રેટ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  
ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  
Embed widget