ONGC Admit Card 2022: ઓએનજીસીએ આ ભરતી પરીક્ષા માટે જાહેર કર્યા એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
ONGC Admit Card: ઉમેદવારો ONGC નોન એક્ઝિક્યુટિવ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને તેમાં જણાવેલા શેડ્યૂલ મુજબ પરીક્ષામાં બેસી શકે છે.
![ONGC Admit Card 2022: ઓએનજીસીએ આ ભરતી પરીક્ષા માટે જાહેર કર્યા એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ Oil and Natural Gas Corporation Limited Admit Card 2022 issued check how to download ONGC Admit Card 2022: ઓએનજીસીએ આ ભરતી પરીક્ષા માટે જાહેર કર્યા એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/15/d1f17a566d573c6398cf87526a96a452166056314606576_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Oil and Natural Gas Corporation Limited Admit Card 2022: જો તમે ONGCની નોન એક્ઝિક્યુટિવ પોસ્ટની ભરતી માટે અરજી કરી હોય તો તમારા માટે સારા સમાચાર છે. ONGC એ નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ પર ભરતી માટે લેવાનારી પરીક્ષાના એડમિટ કાર્ડ જારી કર્યા છે. અરજદારો સત્તાવાર સાઇટ ongcindia.com પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ONGCની નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે પરીક્ષા 20, 21 અને 27 ઓગસ્ટ 2022 ના રોજ યોજાશે. ઉમેદવારો ONGC નોન એક્ઝિક્યુટિવ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને તેમાં જણાવેલા શેડ્યૂલ મુજબ પરીક્ષામાં બેસી શકે છે.
આ પદ પર કરાશે ભરતી
આ પરીક્ષા ઓએનજીસી દ્વારા ઓનલાઈન મોડમાં લેવામાં આવશે. આ ભરતી અભિયાન દ્વારા, ONGC જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ, જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, જુનિયર આસિસ્ટન્ટ (એકાઉન્ટ્સ), જુનિયર ફાયર સુપરવાઈઝર, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ (સર્વેઈંગ), જુનિયર ટેક્નિશિયન, જુનિયર ફાયરમેન, જુનિયર મરીન રેડિયો આસિસ્ટન્ટ, જુનિયર ડીલીંગ આસિસ્ટન્ટ, જુનિયર મોટર વ્હીકલ ડ્રાઈવર (વિંચ ઓપરેશન), જુનિયર આસિસ્ટન્ટ ઓપરેટર (હેવી ઈક્વિપમેન્ટ) અને જુનિયર સ્લિંગરની જગ્યાઓ ભરતી કરાશે. ભરતી સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.
ONGC Admit Card 2022: આ પ્રકારે ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ
- સ્ટેપ 1: એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારો પહેલા ONGCની અધિકૃત વેબસાઇટ ongcindia.com ની મુલાકાત લો.
- સ્ટેપ 2: તે પછી ઉમેદવારો 'કારકિર્દી' વિભાગમાં જાય.
- સ્ટેપ 3: હવે ઉમેદવારો 'ભરતી સૂચના-2022' પર ક્લિક કરો
- સ્ટેપ 4: ઉમેદવારો 'જાહેરાત નંબર 2/2022 (R&P) સામે 20, 21 અને 27 ઓગસ્ટ 2022ના રોજ યોજાનારી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) માટે એડમિટ કાર્ડ' લિંક પર ક્લિક કરે.
- સ્ટેપ 5: હવે ઉમેદવારો 'એપ્લિકેશન નંબર' અને 'જન્મ તારીખ' દાખલ કરો.
- સ્ટેપ 6: જે બાદ ઉમેદવારો ONGC કોલ લેટર ડાઉનલોડ કરે છે.
- સ્ટેપ 7: ઉમેદવારોએ તેની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ.
આ પણ વાંચોઃ
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)