(Source: ECI/ABP News/ABP Majha)
Supreme Court: બાળકોને નાની વયે સ્કૂલમાં ન મોકલો, સ્વાસ્થ્ય પર પડી શકે છે ગંભીર અસરઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું, મેન્ટલ હેલ્થના હિતમાં બાળકોને નાની વયે સ્કૂલમાં મોકલવા જોઈએ નહીં. માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક બે વર્ષનું થતાં જ સ્કૂલે જવા લાગે, તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે.
Supreme Court: આજે મોટાભાગના વાલીઓ તેમના સંતાનનો સ્કૂલમાં ભણવાની ઉંમર થાય તે પહેલા જ નર્સરી કે પ્લેગ્રુપમાં મોકલતા હોય છે. જેના કારણે ઘણા બાળકોનો વિકાસ પણ રૂંધાતો હોય છે. બાળકોની નાની વયે સ્કૂલમાં મોકલતા વાલીઓને લઈ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરીને કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, મેન્ટલ હેલ્થના હિતમાં બાળકોને નાની વયે સ્કૂલમાં મોકલવા જોઈએ નહીં. માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક બે વર્ષનું થતાં જ સ્કૂલે જવા લાગે પરંતુ તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરેશની ખંડપીઠે આ ટિપ્પણ કરી છે.
પીઠે આગામી શૈક્ષણિક સત્રથી કેન્દ્રીય સ્કૂલોમાં ધો.1માં પ્રવેશ માટે છ વર્ષની લઘુત્તમ વય મર્યાદાના નિયમને પડકારતી એક-પિતાની અરજી પર સુનાવણી કરતાં આમ કહ્યું હતું. માતા-પિતાએ દિલ્હી હાઈકોર્ટમાં 11 એપ્રિલના આદેશને પડકારતાં કહ્યું કે, કેન્દ્રીય વિદ્યાલય સંગઠને માર્ચ 2022માં એડમિશન પ્રોસેસ શરૂ થયાના ચાર દિવસ પહેલા જ ધો.1થી છ વર્ષના બાળકો માટે અચાનક પ્રવેશના માપદંડ બદલ્યા હતા. જૂનો માપદંડ પાંચ વર્ષનો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન આગળ કહ્યું, બાળકોને સ્કૂલે મોકલવાની યોગ્ય ઉંમરને લઈ રિસર્ચ કરવામાં આવ્યું છે. બાળોકને સ્કૂલ મોકલવામાં જબરદસ્તી ન કરો, તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
હાઈકોર્ટે બીજું શું કહ્યું
કોર્ટે માતા-પિતાના ગ્રુપ તરફથી હાજર રહેલા વકીલને જણાવ્યું, દરેક માતા-પિતાને લાગે છે કે તેમનું બાળક પ્રભાવશાળી છે. કોઈપણ ઉંમરે ભણવા બેસી શકે છે. જે બાદ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા વકીલે જણાવ્યું, 21 રાજ્યોએ એનઈપી અંતર્ગત પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે છ વર્ષની વયમર્યાદા લાગુ કરી છે, જે 2020માં અમલમાં આવી હતી અને તેને પડકારવામાં આવી નથી. જે બાદ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના આદેશની પુષ્ટિ કરતાં અપીલ ફગાવી દીધી હતી.
આ પણ વાંચોઃ
Corona Cases: દેશમાં ફરી વધ્યો કોરોનાનો ખતરો, બૂસ્ટર ડોઝ કેટલો અસરદાર ? જાણો શું છે એક્સપર્ટનો મત
Russia Ukraine War: મારિયુપોલમાં બુચાથી મોટા નરસંહારનો દાવો, સેટેલાઈટ તસવીરોમાં અધધ કબરો
Education Loan Information:
Calculate Education Loan EMI