શોધખોળ કરો

ICSI પશ્ચિમ રિજન દ્વારા દીક્ષાંત સમારંભનું આયોજન કરાયું

આ કપરાં સમય દરમિયાન ડિજિટલ ક્રાંતિને પગલે આવેલી તકોને અપનાવવા બદલ આઈસીએસઆઈ તથા દેશના ઈતિહાસમાં આ સમયગાળાના કંપની સેક્રેટરીઝને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું.

અમદાવાદ : ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા આજરોજ પશ્ચિમ રિજન માટે દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 1 ઓક્ટોબર, 2020 થી 31 માર્ચ, 2021 દરમિયાન પ્રવેશ મેળવનારા પશ્ચિમ રિજનના આશરે 650 જેટલાં એસોસિયેટ મેમ્બર્સ અને 70 ફેલો મેમ્બર્સને સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવ્યા હતાં. અમદાવાદમાં આયોજિત આ દીક્ષાંત સમારંભ કોવિડ-19ની માર્ગદર્શિકાના પાલન સાથે યોજવામાં આવ્યો હતો, જેમાં 264 સભ્યોને પ્રત્યક્ષ સર્ટફિકેટ્સ એનાયત કરવામાં આવ્યા હતાં.

આ કપરાં સમય દરમિયાન ડિજિટલ ક્રાંતિને પગલે આવેલી તકોને અપનાવવા બદલ આઈસીએસઆઈ તથા દેશના ઈતિહાસમાં આ સમયગાળાના કંપની સેક્રેટરીઝને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું. સમારંભ દરમિયાન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ(રાષ્ટ્રીય) તથા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં વિજયી બનનારાઓને ઈનામો/મેડલ્સ પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સીએસ નાગેન્દ્ર ડી રાવ (પ્રેસિડેન્ટ આઈસીએસઆઈ), સીએસ દેવેન્દ્ર દેશપાંડે(વાઈસ પ્રેસિડેન્ટ આઈસીએસઆઈ), સીએસ આશીષ મોહન (સેક્રેટરી આઈસીએસઆઈ), સીએસ બી નરસિંહમ્ન (કાઉન્સિલ મેમ્બર આઈસીએસઆઈ) સીએસ ચેતન પટેલ (કાઉન્સિલ મેમ્બર આઈસીએસઆઈ) સીએસ પવન ચાંડક (ચેરમેન આઈસીએસઆઈ-ડબલ્યુઆઈઆરસી), સીએસ ભવ્ય ગોદાના(ચેરમેન અમદાવાદ ચેપ્ટર) સહિત અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા.

આઈસીએસઆઈની ડિજિટલ ક્રાંતી

ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેના વિદ્યાર્થીઓ માટે વિવિધ ઓનલાઈન શોર્ટ ટર્મ અભ્યાસક્રમો, રીવિઝન ક્લાસિસ તથા મોક ટેસ્ટ્સ ઉપરાંત ઈ-વિદ્યા વાહિની જેવા ફ્રી વીડિયો લેક્ચર્સનો પ્રારંભ કરી તેના રિમોટ લર્નિંગમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. આ ઉપરાંત 15 દિવસના એકેડેમિક ડેવલપમેન્ટ પ્રોગ્રામ, 8 દિવસના એન્ટ્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તથા 15 દિવસના મેનેજમેન્ટ સ્કીલ્સ ઓરિએન્ટેશન પ્રોગ્રામ જેવા ઓફલાઈન કાર્યક્રમોને પણ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર લઈ જવાયા છે.

ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ ઓથોરિટી (આઈએફએસસીએ) દ્વારા કંપની સેક્રેટરીઝને કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે માન્યતા પ્રદાન કરી છે.

લંડન અને સિંગાપોરમાં કેન્દ્રોની શરૂઆત

વૈશ્વિક સ્તરે કંપની સેક્રેટરીઝના વ્યવસાયના પ્રોત્સાહન અને વિકાસના લક્ષ્ય સાથે આઈસીએસઆઈએ લંડન, યુનાઈટેડ કિંગડમ ખાતે 24 ઓગસ્ટ, 2020ના રોજ તથા 19 ડિસેમ્બર, 2020ના રોજ સિંગાપોરમાં પોતાની વિદેશી શાખા શરૂ કરી છે.

સભ્યો માટે વિવિધ પહેલ

ઈન્સ્ટિટ્યૂટ દ્વારા છેલ્લાં 6-7 મહિના દરમિયાન તેના સભ્યોની કુશળતા, જ્ઞાન અને વ્યાવસાયિક તકોમાં વધારો કરવાના હેતુથી વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઓનલાઈન ક્રેશ કોર્સિસ તથા સેલ્ફ એસેસમેન્ટ મોડ્યુલ્સ, ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સિસનું પણ આયોજન કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓ માટેની પહેલ

કંપની સેક્રેટરીઝના અભ્યાસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિવિધ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તથા આ વ્યવસાય માટેના તેમના અભિગમને ચકાસવા માટે આઈસીએસઆઈ દ્વારા તાજેતરમાં જ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં રજિસ્ટ્રેશન માટેની ક્વોલિફાઈંગ ટેસ્ટ તરીકે કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)ની શરૂઆત કરાઈ છે.

સામાજિક પહેલ

કોઈ પણ કારણોસર પોતાના માતા-પિતા, વાલી કે દત્તક માબાપ ગુમાવનારા વિદ્યાર્થીઓને ફીમાં એક વખત રાહત આપવામાં આવે છે. આ ઉપરાંત શહીદ કી બેટી સર્ટિફિકેટ, પીએમ કેર ફંડમાં ફાળો, બ્લડ બેન્ક પોર્ટલ વગેરે જેવી સામાજિક પહેલ દ્વારા ઈન્સ્ટિટ્યૂટ સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યોGandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget