શોધખોળ કરો

UPSC એ પ્રિલિમ્સનું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરો ડાયરેક્ટ ચેક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ તેની સત્તાવાર વેબસાઇટ, upsc.gov.in પર સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા (CSE પ્રિલિમ્સ) 2026 ના પરિણામો જાહેર કર્યા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • UPSC એ 24 મેની CSE પ્રિલિમ્સ 2026 ના પરિણામો જાહેર કર્યા.
  • 8.19 લાખમાંથી 2.70 લાખ ઉમેદવારો જ પરીક્ષામાં હાજર રહ્યા.
  • સફળ ઉમેદવારોએ હવે મુખ્ય પરીક્ષા માટે DAF ભરવો પડશે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ તેની સત્તાવાર વેબસાઇટ, upsc.gov.in પર સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા (CSE પ્રિલિમ્સ) 2026 ના પરિણામો જાહેર કર્યા છે. આ પરીક્ષા 24 મે, 2026 ના રોજ દેશભરમાં લેવામાં આવી હતી. આ પરીક્ષા મારફતે આશરે 933 જગ્યાઓ પર ભરતી થવાની છે જેના માટે કુલ 819,372 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.

કેટલા ઉમેદવારોએ નોંધણી કરાવી હતી

UPSC CSE 2026 પ્રિલિમ્સ માટે કુલ 819,372 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, પરંતુ આશરે 270,000 ઉમેદવારો 24 મેના રોજ યોજાયેલી પરીક્ષામાં હાજર રહ્યા ન હતા. આનો અર્થ એ થયો કે માત્ર 67% હાજરી નોંધાઈ હતી, જે પાછલા વર્ષોના ટ્રેડ સાથે સુસંગત છે. UPSCમાં અરજી કરવી ખૂબ સસ્તી છે. જનરલ કેટેગરીમાં પુરુષ ઉમેદવારો માટે અરજી ફી માત્ર ₹100 છે. આ જ કારણ છે કે ઘણા લોકો યોગ્ય તૈયારી વિના ફોર્મ ભરે છે. આ જ કારણ છે કે દર વર્ષે નોંધણી કરાવનારાઓ અને પરીક્ષા આપનારાઓ વચ્ચે ઘણો તફાવત છે.

કમિશન દર વર્ષે ત્રણ તબક્કામાં સિવિલ સર્વિસીસ પરીક્ષાનું આયોજન કરે છે. ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IFS) અને ભારતીય પોલીસ સેવા (IPS) માટે અધિકારીઓની પસંદગી કરવા માટે પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યૂ/વ્યક્તિત્વ કસોટી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પરીક્ષાના નિયમો અનુસાર, બધા સફળ ઉમેદવારોને વિગતો પ્રદાન કરવા અથવા અપડેટ કરવા માટે એક વિન્ડો આપવામાં આવશે. આમાં સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા 2026 માં પ્રવેશ માટે 200 રૂપિયા ફી જમા કરાવવાનો સમાવેશ થાય છે. જો કે,  મહિલા, દિવ્યાંગ, SC, ST કેટેગરીના ઉમેદવારોને આ લાગુ પડશે નહીં.

સફળ ઉમેદવારોએ હવે શું કરવું જોઈએ?

પરિણામમાં UPSC મુખ્ય પરીક્ષા 2026 માટે પસંદ થયેલા ઉમેદવારોના રોલ નંબરો સામેલ છે. UPSC પ્રિલિમ્સ પરીક્ષા 24 મે, 2026ના રોજ યોજાઈ હતી. સફળ ઉમેદવારોએ હવે નિર્ધારિત સમયમર્યાદામાં વિગતવાર અરજી ફોર્મ (DAF) ભરવાનું રહેશે અને મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરવી પડશે.

આ પણ વાંચોઃ PG વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, સરકાર આપી રહી છે દર મહિને 15,000ની સ્કૉલરશીપ

UPSC CSE પ્રિલિમ્સ પરિણામ 2026 ઓનલાઈન કેવી રીતે તપાસવું

સૌપ્રથમ UPSC ની સત્તાવાર વેબસાઇટ, upsc.gov.in ની મુલાકાત લો.

હોમ પેજ પર UPSC CSE પ્રિલિમ્સ પરિણામ 2026 લિંક પર ક્લિક કરો.

પછી તમારો નોંધણી નંબર અને રોલ નંબર દાખલ કરો.

પછી પરિણામ PDF સ્ક્રીન પર દેખાશે.

હવે તેને ડાઉનલોડ કરો અને Ctrl + F દબાવીને તમારો રોલ નંબર શોધો.

ઉમેદવારો UPSC વેબસાઇટ https://www.upsc.gov.in/ પર જઈને  “Civil Services (Preliminary) Examination, 2026 Result” લિંકના માધ્યમથી પરિણામની PDF ડાઉનલોડ કરી શકે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

Frequently Asked Questions

UPSC CSE પ્રિલિમ્સ 2026 ના પરિણામ ક્યારે જાહેર થયા?

UPSC CSE પ્રિલિમ્સ 2026 ના પરિણામ upsc.gov.in પર જાહેર કરવામાં આવ્યા છે. આ પરીક્ષા 24 મે, 2026 ના રોજ દેશભરમાં લેવામાં આવી હતી.

UPSC CSE 2026 પ્રિલિમ્સ પરીક્ષા માટે કેટલા ઉમેદવારોએ નોંધણી કરાવી હતી અને કેટલા હાજર રહ્યા હતા?

UPSC CSE 2026 પ્રિલિમ્સ માટે કુલ 819,372 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જોકે, આશરે 270,000 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા ન હતા, જે 67% હાજરી દર્શાવે છે.

પ્રિલિમ્સમાં સફળ થયેલા ઉમેદવારોએ હવે શું કરવું જોઈએ?

સફળ ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદામાં વિગતવાર અરજી ફોર્મ (DAF) ભરવાનું રહેશે અને મુખ્ય પરીક્ષાની તૈયારી શરૂ કરવી પડશે. મુખ્ય પરીક્ષા માટે ₹200 ફી જમા કરાવવાની રહેશે, પરંતુ મહિલા, દિવ્યાંગ, SC, ST ઉમેદવારોને આ લાગુ પડશે નહીં.

UPSC CSE પ્રિલિમ્સ 2026 નું પરિણામ ઓનલાઈન કેવી રીતે તપાસવું?

UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in ની મુલાકાત લો. 'UPSC CSE પ્રિલિમ્સ પરિણામ 2026' લિંક પર ક્લિક કરો અને તમારો રોલ નંબર PDF માં શોધો.

ટોપ સ્ટોરી

જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Embed widget