WB School Reopening: કોરોનાનો કહેર ઓછો થતાં આ રાજ્યમાં ફરીથી ખૂલશે પ્રાથમિક શાળા, જાણો વિગત
WB School Reopening: કોરોનાનો કહેર ઓછો થતાં ઘણા રાજ્યોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ થઈ રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે પણ સ્કૂલો ફરીથી શરૂ કરવાનો ફેંસલો કર્યો છે.
WB School Reopening: કોરોનાનો કહેર ઓછો થતાં ઘણા રાજ્યોમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ થઈ રહ્યું છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે પણ સ્કૂલો ફરીથી શરૂ કરવાનો ફેંસલો કર્યો છે. પશ્ચિમ બંગાળમાં ધોરણ 8 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલ્યા પછી હવે રાજ્ય સરકારે બુધવારથી પણ પ્રાથમિક શાળાઓ ફરીથી જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળ સરકારે સોમવારે કોરોનાના નિયંત્રણોને 15 ફેબ્રુઆરી સુધી લંબાવવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની સાથે રાત્રિના કર્ફ્યુનો સમયગાળો રાત્રે 12 કલાકથી સવારના 5 વાગ્યા સુધી અને પ્રાથમિક શાળાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આદેશ અનુસાર પ્રાથમિક શિક્ષણ વિભાગ આ અંગે નવી સૂચના જારી કરશે અને તે સૂચના અનુસાર પશ્ચિમ બંગાળની પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે. કોરોના મહામારીના કારણે પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શાળાઓ બંધ છે અને દેશમાં શાળાઓ ખુલ્યા બાદ બંગાળમાં પણ પ્રાથમિક શાળાઓ ખોલવાની માંગ કરવામાં આવી હતી.
West Bengal Govt permits reopening of all primary and upper primary schools from Feb 16
— ANI (@ANI) February 14, 2022
Night curfew to remain in force between 12 midnight and 5 am pic.twitter.com/q6VpoNq5q7
કોરોના મહામારીથી પ્રાથમિક શાળાઓ બંધ છે
રાજ્યમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ 16 માર્ચ, 2020 ના રોજ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ ધોરણ 9 થી 12 ના વર્ગો 12 ફેબ્રુઆરી, 2021 ના રોજ શરૂ થયા હતા, પરંતુ શાળા 20 એપ્રિલ, 2021 થી ફરીથી બંધ કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી પર્થ ચેટરજીએ અગાઉ કોવિડ કોરોનાની બીજી લહેરના કારણે ઉનાળાના વેકેશનની જાહેરાત કરી હતી. પછી નવેમ્બર 17, 2021 ના રોજ 9 થી 12 ના ધોરણો માટે ફરીથી ખોલવામાં આવી, પરંતુ 3 જાન્યુઆરી, 2022 ના રોજ, ત્રીજી લહેરના કારણે સ્કૂલો ફરીથી બંધ કરવામાં આવી હતી.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં હવે કોરોનાની ઝડપ સતત અટકી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 34 હજાર 113 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન આ રોગચાળાને કારણે 346 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પહેલા રવિવારે કોરોનાના 44 હજાર 877 નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસની સંખ્યા વધીને 4 કરોડ 26 લાખ 31 હજાર 421 થઈ ગઈ હતી. જ્યારે રોગચાળાને કારણે વધુ 684 લોકોના મોત થયા છે.
Education Loan Information:
Calculate Education Loan EMI